________________
૧૧૨
રાસમાળા.
પિતે ભીમદેવની સાથે, મહમૂદની સામે લડવાના કામમાં ગુંથાયેલો રહ્યો હતો ને તેણે કઈ વાર પણ નમી પડવા જેવું કર્યું નથી એવી ધારણા કરતાં એ સર્વ વાત શકય છે એમ લાગે છે. અને હિન્દુઓના વૃત્તાન્તમાંથી હાથ લાગેલી થોડી વાતને લાગુ પડતા મુસલમાનના વૃત્તાત ઉપરથી પણ વાજબી રીતે એવી કલ્પના થઈ શકે છે, તેથી મહમૂદે પોતાના ખંડિયા રાજ્યને માટે સ્વાભાવિક રીતે દુર્લભસેનને વધારે યોગ્ય ગણ્યો હશે. દુર્લભને પોતાના ભાઈના પ્રતિપક્ષપણામાં પોતાના દેશના માણસે બેચક મળતિયા હોય ખરા, પણ મહમૂદે યુવરાજને રાજ કરવાનું પસંદ કરડ્યો હોય એવી કલ્પના કરિયે તે એક અડચણ નડે છે, તે એ કે રાજ્યના ઉપર તેને ખરી હકક જ હતો એ વાતમાં કોઈનાથી ના કહેવાય નહિ. એમ છતાં, તેને ઉઠાડીને તેની જગ્યાએ તેના ભાઈને સ્થાપવામાં આવશે એવી ભારે બહીક રાખવાનું તેને કારણ રહે નહિ; વળી વનવાસી શાબિશલીમ(દુર્લભસેન)ને પસંદ કરવામાં ગાદિયે બેસનારાઓને ચાલતો અનુ. ક્રમ તુટતો હોય એવું મુસલમાન ઈતિહાસકારોના લખાણું ઉપરથી જણાય છે.
આવાં કારણ હોવાને લીધે જે ફેરફારથી બંને પક્ષકારની સ્થિતિએ ઉલટા સુલટી થઈ જાય છે અને દુર્લભસેન સાધુએ જે કેદખાનાની કોટડી વલ્લભસેનને માટે તૈયાર કરાવી રાખી હતી તેમાં તેને જ પડવાનું થાય છે, અને અગર જે, મિ. એલિફન્ટટનના લખવા પ્રમાણે,–તે વાત કઈ પણ પ્રકારે અશક્ય હોય એમ નથી, અને સત્તાવાન હિન્દ આચાર્યની દાક્ષિક દયાને એ એટલે બધો ખરો ચિતાર છે કે મુસલમાન ઇતિહાસ લખનારાએ કલ્પી કહાડીને લખ્યો હોય એવો ચક લેવાની કાંઈ અગત્ય નથી, તે પણ એ વાત રદ કરવાની અમને અગત્ય પડે છે.
રનમાળાના કર્તાએ, વલ્લભરાજનાં વખાણની વાત લખતાં, લખ્યું છે કે “તે બેકયું અબઘું કરતો નહિ અને તેના એ જ ગુણને લીધે મહમૂદના સલાહકારોએ, વલ્લભરાજને રાજય સોંપવાની ભલામણ કરી હતી પણ મહમૂદે તે સવીકારી ન હતી.
તારીખ સબંધી હજી એક હોટી અડચણ આવી પડી છે, તે તારીખ અમે અહિં લખિયે છિયે પણ તેને ખુલાસે અમે આપી શકતા નથી. મુસલમાનોને વૃત્તાન્ત પ્રમાણે, મહમૂદે ગુજરાતમાં જિત કરી તે સન ૧૦૨૪ની સાલમાં કરી, પણ હિ૬ ગ્રન્થર્તા, વલ્લભસેને (જેણે છ માસ રાજ્ય કર્યું.) અને દુર્લભસેનને ગારિયે બેસવાને સન ૧૦૧૦ લખે છે અને ભીમદેવને ૧૦૨૨ લખે છે.”
* દાબિશલીમ અર્થ દુર્લભસેન ગણાય છે પણ દામિથલીમ ફારસી શબ્દ છે અને હિન્દુસ્તાનના સારા રાજાઓને ફારસી ગ્રન્થમાં તે નામે ઘણે પ્રસંગે વિશેષણ લખવામાં આવ્યું છે. તેથી આ નામ દુર્લભસેનને જ આપેલું છે એમ ખાત્રીથી કહી શકાય નહિ. તે પણ રેઝતુલસફાના કર્તાએ બે દાબીસલીમની હકિકત લખીને ગુંચવાડે કરી નાંખે છે. તેના પહેલાં થઈ ગયેલા ગ્રન્થકારાએ તો ભીમદેવ તે વેળાએ હવે એમ લખ્યું છે, તેમ છતાં, આ લેખકે આવી ગુચવાડાભરેલી બીના કઈ આધાર ઉપરથી લખી હોય એમ નીકળતું નથી. ઈન્ડિયન આન્ટીકરીના ભાગ ૮ને પૃ. ૧૫૩ મે મરહુમ વાસને એક મુસલમાની લાવણીનો ભાવાર્થ છાપ્યો છે તેમાં પણ પાટણ એમનાથના નાથ વિષે લખતાં પ્રમાણ વિનાની વાતો લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com