________________
૧૪૭
રાજા કર્ણ સેલંકી હતા. એ સર્વે પ્રધાનને આશ્રય કારભારમાં રાણીને મળતું હતું. આ સર્વે, જાતિના વાણિયા હતા, અને જૈન ધર્મ પાળતા હતા. વીરમગામ આગળ મીનસર (મયણલ્લ) અથવા માનસર અને ધોળકા આગળ મલાવ અથવા મીનલ નામે બે સરેવર મીનલદેવિયે પિતાનું નામ આપી બંધાવ્યાં છે, તે તેણે પોતાના કારભારની વેળામાં જ બંધાવ્યાં હતાં.
મીનળસરની પૂર્વમાં એક ગણિકાનું ઘર હતું, તે પિતાની યોજના પ્રમાણે તલાવ બંધાવામાં નડતું હતું, તેથી આકારની ખામી મટાડવાને રાણિયે ઘણું દ્રવ્ય આપીને વેચાતું લેવા માગ્યું, પણ ગણિકાએ આપવાને ના કહી અને કહ્યું કે, રાણીનું નામ સરોવર બાંધવાથી જેવું પ્રખ્યાત થશે, તેવું મારું નામ, ઘર આપવાની ના કુહેવાથી પ્રસિદ્ધ થશે. મયણલદેવી ન્યાયી હતી તેથી તેણે લેવાને બળાત્કાર કરયો નહિ. આમ કરવાથી તલાવના આકારમાં વિરોધ આવી પડ્યો ખરે, પણ તેથી તેના રાજ્યની કીર્તિ થઈ અને
થયા છે? તેણે ઉત્તર આપ્યું કે, હું પરદેશી તેથી જે બોલાવે તેને પરણે થાઉં. લાછિ તેને પોતાને ઘેર તેડી ગઈ અને પોતાના એક ખાલી ઘરમાં ઉતારો આપ્યો. કોઈ વાણિયાને ઘેર રંધાવી તેને જમાડ્યો. થડે સમય ગયા પછી ઉદા પાસે કંઈ પૈસે ભેળે થયો એટલે તેણે પીરિયું ઘર પાડી નાંખી ટેનું ઘર બંધાવવા પાયે ખેદાછે. તેમાંથી એક દ્રવ્યભંડાર મળ્યો. વાણિયાએ તે લાછિને આપવા માંડે, પણ તેણે કહ્યું કે એ તે તમારા ભાગ્યનું છે.
कृतप्रयत्नानपि नैव कांश्चन स्वयं शयाना नपि सेवते परान् ।
द्वयेऽपि नास्ति द्वितयेऽपि विद्यते श्रियः प्रचारो न विवारगोचरः ॥ ભાવાર્થ-લક્ષ્મી પ્રયત્ન કરતાં છતાં પણ કેટલાએકને સેવતી નથી; બીજા કેટલાએક સૂતેલા હોય છે, એટલે કે, પ્રયત્ન નથી કરતા તેય પશુ (લક્ષમી) પોતાની મેળે તેમને સેવે છે. ઉપર જણાવેલા બન્ને પ્રકારના માણસે પાસે નથી હતી અને હોય છે પણ ખરી, માટે લક્ષ્મીના પ્રચારનો વિચાર થઈ શકે તેમ નથી.
એણે પછી કર્ણાવતીમાં ૭૨ જિનાલયવાળે જિનપ્રાસાદ બંધાવ્યું. સિદ્ધરાજે એને મંત્રી ઠરાવીને તંભતીર્થ મેક. આ વેળાએ કુમારપાળ ભટકતે ખંભાતમાં આવ્યું ત્યારે ઉદયને એને પોતાને ઘેર મહેમાન તરીકે રાખીને તેને સંતેષ પમાડ્યો. આ ઉ૫કારના બદલામાં આગળ જતાં જ્યારે કુમારપાળ રાજા થયો ત્યારે ઉદયનને પોતાનો મુખ્ય અમાત્ય ઠરાવ્યો.
૧ ખેડા જીલ્લામાં ઉમરેઠ કસબો છે તેમાં પણ મલાવ નામનું તળાવ છે. ૨. ઉ,
૨ શિરવાનને પિતાને મહેલ ચણાવતાં એક ડોશીની ઝુંપડી નડી હતી, પણ તે તેણે તોડી પડાવી નહિ તેથી તેની કીર્તિ હજી પણ ગવાય છે. જુવો મારી પ્રસિદ્ધ કરેલી પાદશાહી રાજનીતિને પૃ. ૧૫૩ થી ૧૫૪ સુધી. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com