________________
કુમારપાળ
૨૪૭ પછીથી તરત જ, આન્ન રાજાને પુરેહિત, પિતાના સ્વામીની કુંવરી જલ્હણને વનરાજના નગરમાં લઈ આવ્યો, અને શાસ્ત્રવિધિ પ્રમાણે તેને કુમારપાળ વહેરે પરણાવી દીધી. આ વિવાહ પૂરે મહાલી રહ્યા નહિ એટલામાં તે સમાચાર આવી પહોંચ્યા કે, રાજા પોતે જ્યારે આજ રાજા ઉપર ચડ્યો હતો ત્યારે તેણે ઉજજણના રાજા બલાલની સામે વિજય
૧ આ વિષે દયાશ્રયમાં નીચે પ્રમાણે વિસ્તાર છે.-શિવ એટલે નાના પ્રકારની જાતિ, જેમાં અર્થ અને કામની જ માત્ર વૃત્તિ છે તથા જેની આજીવિકા અનિયમિત એવા સંઘ(ટાળા)ને અગ્રણી એકાએક આવીને કુમારપાળને કહેવા લાગ્યું કે, માળવામાં (અવનિત) બલાલ ઉપર આપે ક જે આપના દંડનેતાને કુન્તિ(ભાલા ધારણ કરેલા એવી)સેના સહિત મેકલેલા તેમને હું પ્રીતિપાત્ર છું. આપ જે વેળાએ આ ઉપર ચડી ગયા અને કાકને બલાલ ઉપર મેકલ્યા તે વેળાએ તેની સાથે ગપાળ બ્રાહ્મણની જાતિના અપત્ય જે ગૌપાલિ કહેવાય છે તથા રાજન ક્ષત્રિયના અન્ય જે રાજન્ય કહેવાય છે, તથા કાચ જાતિના અપત્યો કાયવ્ય કહેવાય છે તે, તથા યુધાના અપત્ય જે ચૌધેય અને શુભ્રાના અપત્ય શોભેય કહેવાય છે એ આદિ શસ્ત્રજીવી જાતિ હતી. કાક પોતાના ઉપર ચડી આવતે જાણી ખલાલ તેની સામે ચડ્યો તે વેળાએ તેની સાથે રક્ષસ, પર્ણ, દામનિ, ઉલપિ, શ્રીમત, અને શ્રેમત, એવા નામના શપછેવી સંઘના વંશજ જે અનુક્રમે રાક્ષસ, પાર્શવ, દામનેય, ઔલપેય, ગૌમત અને ઐમત કહેવાય છે તેઓ હતા.
શમીવત, અભિજિત, અને શિખાવતના વંશજ જે અનુક્રમે શામવિત્ય, આમિજિત્ય, અને શૈખાવત્ય કહેવાય છે તેઓની દ્વારાએ બલાલે આપના વિશ્વાસપાત્ર વિજય અને કૃષ્ણ સામતને ફેડ્યા. અને શાલાવત, ઉણવત, અને વિદભુના વરાજ જે અનુક્રમે શાલાવત્ય, ઔવત્ય, અને વૈદભૃત્ય ફહેવાય છે તેમની પ્રેરણથી બલાલની પાસે જતા રહ્યા. પછી તે આપણા સૈન્યનો રસ્તો રોકીને તર- . વારે તરવાર, દંડે દંડ અને મુશળે મુશળ મેળવતે બહુ નૃપોની સહાયથી આપણી સેના ઉપર મારે ચલાવવા લાગ્યો. પણ આપણે કેટલાક સુભટ રંધાઈ ગયા હતા તેથી ચડી શકયા નહિ, એટલે આપણે મેખરે આપણું સુભટે કૃણભમ, પાંડુભૂમ, દ્વિભમ, આદિ જે હતા તે આડે રસ્તે ઉતરી નાઠા. શત્રુના શરસંપાતના અંધકારને લીધે, મૂછ રૂપી અંધકારમાં સ્પર્શાઈ જવાથી, બીજા યોદ્ધાઓ પણ છાની વાત પોતાના દયમાં રાખી શકવાને સમર્થ નહિ હોતાં ગભરાઈ ગયા, એટલે બીજા કેટલાક પર્વતાદિમાં અથવા જ્યાં માણસને અવરજવર નહિ એવા વિજન સ્થાનમાં ભરાઈ પેઠા. આ પ્રસંગ જોઈને, અનુસામ એટલે સામને પ્રયોગ કરવામાં નિપુણ અને પ્રતિસામ એટલે શત્રુને સામને બદલે દંડ કરવામાં કુશળ એ તથા જ્ઞાતાનુરહસ્ય એટલે શત્રુની છાની વાત જેણે ચાર દ્વારા જાણી લીધી છે એ કાક સેનાપતિ, પિતાની ભણુના નૃપેને કહેવા લાગ્યો કે, અવલોમ એટલે શત્રુને પ્રતિકૂલ અને અવસામ એટલે રણુ પ્રતિ સામનો ઉપાય છે જે નહિ એવા મારા સ્વામિ કુમારપાળે મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com