________________
૨૪
રાસમાળા
લાગ્યા. રાજા ચાલતા ચાલતો આબુ સુધી ગમે એટલે મૃગના ચામડાને પિપાક પહેરેલો એવા ત્યાંના પહાડી લેકે પણ તેને મળ્યા. આબુને પરમાર ચંદ્રાવતી નગરીને રાજા વિક્રમસિંહ કરીને હવે તે જાલંધર દેશનાં (ઝાલોરનાં) માણસો લઈને કુમારપાળને પિતાને ધણી સમજી તેની પછવાડે ચાલ્યો. કુમારપાળ આ સાંભળીને આન્ન રાજા પોતાના પ્રધાનની સલાહથી વિરૂદ્ધ ચાલીને લડાઈ ચલાવવાને તૈયાર થયો. પણ તેની ગોઠવણ પૂરી થઈ રહેતાં પહેલાં તે લડાઈનાં વાદિત્રના નાદ સાંભળવામાં આવ્યા, અને ગૂજરાતી સેના પહાડની છાયામાંથી નીકળતી દેખાવા લાગી. તે અવસરે રાજાના મસ્તક ઉપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું હતું, તે ઉપર સૂર્યને પૂર્ણ તડકે પ્રકાશમાન થતો દેખાતે હતો. આન્ન રાજાના દ્ધાએ કુમારપાળની સેના ઉપર બાણવૃષ્ટિ કરવા માંડી; નાગરના રાજાએ આપોઆપ ધનુષ્ય ધર્યું પણ, ઉત્તર ભણીની હાર છત્રધારી રાજાઓની સરદારી નીચે હતી તે પણ ગૂજરાતના માણસોની આગળ ટકી શકી નહિ. ત્યારે આન્ન રાજા જાતે આગળ ધો અને સિદ્ધરાજને વારસ કુમારપાળ તેને સામસામે આવી મળે, અને કહ્યું: “જ્યારે તું એવો હો હતા ત્યારે જયસિંહના આગળ તેં તારું “માથું કેમ નમાવ્યું હતું ? આ ઉપરથી જ તારું ખરેખરૂં હાપણ જણાઈ આવે છે. હવે જો હું તને જિતી લઊં નહિ તે જયસિંહની કીર્તિને ઝાંખ “લાગે.” ત્યાં પછી બન્ને રાજાઓ મારામારી ઉપર આવી ગયા; અને સેના પણ ઉપરાચાપરી થઈ. ગુજરાતના માણસની સરદારી આહડ' કરતે હતા; અને મારવાડી તેઓના ગેવિંદ રાજ મંત્રીની સરદારી નીચે હતા. છેવટે એક બાણ આજને વાગ્યું એટલે તે ભયપર પડ્યો. અને તેના સામંત કુમારપાળની આજ્ઞાને શરણ થયા.
ગુજરાતને રાજા, અને આ ઘા માયા પછી, કેટલાક દિવસ સુધી રણક્ષેત્રમાં રહ્યો; આન્ન રાજાએ કુમારપાળને હાથી અને ઘોડા ભેટ કયા; અને પિતાની કુંવરી તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી. રાજાએ કહ્યું કે આજે રણક્ષેત્રમાં ઘાયલ થયેલા માણસને મારીને અપરાધ કર્યો છે માટે તેને ક્ષમા કરવામાં નહિ આવે; તે પણ તેણે જિતી લીધેલા રાજાની એ ઈચ્છા માન્ય કરી અને અણહીલપુર પાછો વળે.
૧ ઉદયનના એક દીકરાનું નામ આસ્થલ દેવ છે તેને અપભ્રંશ અહડ જણાય છે તે જ ચાહડ હોય તે કાંઈ વાંધો નથી, કારણ કે આ સ્થલે ચહડ જોઈએ, કેમકે દ્વયાશ્રયમાં લખ્યું છે કે, ચૌલુક્યના ભ્રો (ચાહડ આદિ) આની ભણી વળ્યા અને આવના (ગેવિંદ રાજા આદિ) ચૌલુક્યની ગણું વળ્યા. ચા. લા. ૫.૩૦૩).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com