________________
૧૯૬
રાસમાળા
જગદેવે આટઆટલા ઉપકારા સિદ્ધરાજ ઉપર કર્યાં છે તે છતાં એમ જણાય છે કે, કીર્તિની લાલસાથી સિદ્ધરાજ જગદેવના ઉપર રાષે ભરાયે હતા, કેમકે, તેણે તેને પેાતાના પગ નીચે કરી દઈને જગતમાં એની કીર્ત્તિ ઓછી કરી દીધી; અને સિદ્ધરાજે ધારના ઉપર ચડાઈ કરી તે તે રાષને
“તું પ્રથમ જગદેવ પાસે, તારે જે માગવું હોય તે એની પાસે માત્ર, અને તને જે એ “આપશે તે કરતાં હું ચેગણું આપીશ” ત્યારે કૈંકાળી લાટડી ખેલીઃ “હે સિદ્ધરાજ ! પૃથ્વીમાં કોઈયે. પરમારની બરાબરી કરી નથી માટે તમારે તેની બરાબરી કરવાની વાતે કરવી નહિ, કેમકેઃ—
સાઠે
પ્રથમ વડા પરમાર, પૃથ્વી પરમારાં તણી, એક ઉજેણી ધાર, બીજું આનુ બેસણું.
એટલે સિદ્ધરાજે કહ્યું: “અવશ્ય તમે જગદેવ જે આપશે તેથી હું ચેાગણું “ગણીને કે તેાળીને આપીશ. માટે એનાં આટલાં બધાં વખાણ કરે છે તેા વ્હેલી એની પાસે જા.” ત્યારે કાળી ભાટડી તેનું પણ જોવા જગદેવ પાસે ગઈ અને તેને દરખારમાં બનેલા સર્વે વર્તમાન કહી દાન માગ્યું. જગદેવે વિચાહ્યું: “હું જે કંઈ ચીજ “એને આપીશ તે તે રાજન આપી શકશે. તેથી મારે એને એવું કંઈ અવનવું આપવું કે “જે રાજા માપી જ ન શકે.” આવા વિચાર કરીને તેણે પેાતાનું માથું આપવાના નિશ્ચય કરચો. તેને સાલંકિણી રાણિયે સમજાવ્યા કે, સર્વે વસ્તુ દાનમાં આપિયે પણ માથું આપિયે નહિ. પછી તેણે એ વિષે જાડેજી રાણીને પૂછ્યું તે તે હેવા લાગીઃ “સ્વામીનાથ ! એક તમારૂં માથું આપે। ને એક મારૂં આપેા. એટલે તમારાથી ચારગણું આપ“વાને બંધાયલા રાજા આઠ માથાં કયાંથી આપશે?” ભાટડીનું કામ થવાનું છે, તેથી માંહેામાંહે રાણીઓ સાથે આવા કેટલેાક વિવાદ થયા પછી જગદેવે થાળમાં માથું કાપીને તેને આપ્યું. તે લઈને રાજી થતી સિદ્ધરાજ ભણી ચાલી ગઈ. પણ રાણીને ક્હેતી ગઇઃ “હું સિદ્ધ“રાજ પાસે જઈ આવું એટલી વાર તમે એમના ધડનું રક્ષણ કરજો અને મંગળગીત ગાજે.” સિદ્ધરાજ તે જગદેવનું માથું જોઈને આશ્ચર્ય પામ્યા. અને ઘણું ઘણું વિચારી એટલું જ કહી શકયે: “હું મારૂં અને પાટવી ઘેાડાનું માથું આપું છું, પણ મારૂં “માથું તું તારે હાથે ઉતારી લે.” ભાટડી કહે “હું જોગણી તથા ભિક્ષુક છું માટે આપેલું દાન લઉં. મારાથી વગર આપેલું હાથે લેવાય નહીં. માટે જો તારે માગ્યું આપવું જ “વ્હાય તા તારે હાથે તારૂં માથું કાપી આપ.” પરંતુ સિદ્ધરાજની પેાતાને હાથે માથું આપવાની હિંમત ચાલી નહિ. ત્યારે ભાડિયે કહ્યું: “તમારા ઊંચા મહેલ ઉપર ચડીને બૂમ પાડે। કે જગદેવ પરમાર જિત્યા ને હું હારચો ને પછી આ માથાવાળી થાળી “નીચેથી સાત વાર નીકળી જાઓ તેા તમને જવા દેઉં.” સિદ્ધરાજ ભારે સંકડામણમાં આવ્યા, અને આખરે તેણે તે પ્રમાણે કહ્યું. એટલે માથાના થાળ લઈ ભાટડી જગદેવને ઉતા૨ે ગઈ અને ધડ ઉપર માથું મૂકીને જગદેવને સજીવન કરો. જગદેવ ઘણા પ્રસન્ન થયા અને ખેલ્યાઃ “માગ્ય, માગ્ય, માગું તે આપું.” ભાટડી કહે: “મારે કશું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com