________________
કુમારપાળ
૨૪૧ જતુકને નાગરના રાજાના મહોંડા ઉપર વાગ્યું ને તેને નીચે ભોંય ઉપર ગબડાવી દીધું. એટલે ગૂજરાતના ઘોડેસ્વાર જયજયના ઘષ કરતા આગળ ધપ્યા; અને તરત તેઓના શત્રુઓની પૂરેપૂરી હાર કરીને તેઓને નસાડી મૂક્યા.
- કુમારપાળના રાજ્યના પ્રારંભમાં જે લડાઈ ચાલી તે વિષે દ્વયાશ્રયનો કર્તા નીચે પ્રમાણે વૃત્તાન્ત આપે છે –
જયસિહના મરણ પછી, આન્ન કરીને એક લાખ ગામના દેશને
૧ સપાદલક્ષ એટલે સવા લાખનો દેશ-શાકંભરીને રાજા આa, આનક, અa, અણરાજ, અથવા ચતુર્વિશતિ પ્રબંધમાં જેને શાકંભરીશ્વર ચાહમાન વંશને આનાક રાજા કહ્યો છે તે; વળી કુમારપાળ ચરિત્ર ઉપરથી ઢાડે જેનું નામ પરશુપાળ આપ્યું છે, તેમ જ ગુજરાતી કુમારપાળ રાસામાં જેને પૂરણરાય કહ્યો છે, તે કુમારપાળની બહેન દેવળદેવી સાથે પરણ્ય હતું. કચાશ્રયના કર્તા સિવાય કુમારપાળ પ્રબંધને ગ્રન્થકાર અને ઉપર જણાવેલા ગ્રન્થકારે લખે છે કે, એક સમયે આ દેવળદેવી સાથે સેકટાં બાજી રમતો હતો તેવામાં, એક સેકટી મરતી હતી તે બતાવીને આને કહ્યું કે, મુંડકાને મારે. રાણું મર્મ સમજી ગઈ અને બોલી કે, મારી સાથે આવું હાસ્ય કરે નહિ. છતાં રાજા ફરી ફરીને એમ જ બલવા લાગ્યો, ત્યારે કેપ કરીને રાણું બોલી કે અંગડક! જીભ સંભાળીને બેલે. ગુજરાતના દેદીપ્યમાન દેહવાળા સ્વચ્છ અને મધુર આલાપ કરનારા ભૂમિના દેવતા રૂપ સાબિત સાધુની સાથે તમારા દેશના જાડા, લગેટિયા, વિવેકશન્ય, ક્રૂર વાણું બોલનારા, પિશાચ જેવા ભયંકર દેખાવના જેગટા શું બરાબરી કરી શકે એમ છે? તમને મારી શરમ નથી પડતી તે રહી, પણ શું મારા ભાઈ, રાજરાક્ષસ કુમારપાળને પણ ભય નથી રાખતા ? રાજાને તેનાં આવાં વચન સાંભળીને ક્રોધ ચશે, અને રાણીને લાત મારી અને બે કે, જા, તારા ભાઈને જે કહેવું હોય તે કહે. રાણિયે પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તમારી આવી જીભ ખેંચી કઢાવું નહિ તે હું રાજપુત્રી નહિ. એમ કહી પોતાના પરિવાર સહિત તે પાટણ આવી અને સખેદ સર્વ વર્તમાન તેના ભાઈ કુમારપાળને કહી પિતે લીધેલી પ્રતિજ્ઞા નિવેદન કરી. એટલે તે બોલ્યા કે, એ દુષ્ટને તેની જીભનું ફળ ચખાડી તારી પ્રતિજ્ઞા હું પરિપૂર્ણ કરીશ. કુમાર પાળે આની ચર્ચા જેવા પિતાના આમ મંત્રીને મેક. તેણે આની પરિચારિકા તાંબૂલદાસીને સહવાસમાં લઈને મેળવી લીધી. તેણે એક વાર કહ્યું કે આજે પ્રહર રાત્રિ જતાં રાજાએ વ્યાધ્રરાજને બેલાવ્યો અને તેને કહ્યું કે, તું કુલઝમાગત સેવક છું, જા, હું તને ત્રણ લાખ સુવર્ણ આપું છું. જઈને ગુજરાતના કુમારમાળને થાનક જઈને તેને મારી નાંખ. એવી આજ્ઞા પ્રમાણે તે ત્યાં ગયા તેના પહેલાં તે, પેલો આપ્ત મંત્રી જે વાણિયાને વેષ ધારણ કરીને રહ્યો હતો, તેણે એક ચતુર દૂતને સત્તર ગુજરાત મોકલી રાજાને ચેતાવ્યો કે, ભટક (ભયડા) જે કઈ અજાણ્યો માણસ આવે તેનાથી સાવધાન રહેજે. કુમારપાળ કર્ણમેરૂ પ્રાસાદના ગંભારમાં પૂજા કરવા ગયો ત્યાં પેલે ભય જવામાં આવ્યો. તેને મલેએ ઝાલી લીધે, ને તેની પાસે કાતુકટારી હતી તે ખુંચવી લઈ તેને જ મૂક્યા.
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com