________________
૨૪૨
રાસમાળા
રાજા હતા અને તે જયસિંહને માંડલિક હતા, તે પણ તેણે વિચારવું કે ગૂજરાતનું રાજ્ય નવું જ બંધાયું છે અને કુમારપાળ નબળો રાજા છે, તેથી પ્રસિદ્ધ
કુમારપાળે યુદ્ધની તૈયારી કરી, અને વિવિધ પ્રકારે પાણિરક્ષા એટલે પછવાડે નગરાદિની રક્ષા થાય એવી ગોઠવણ કરીને મારા ઉપર ચડી ગયે. રસ્તામાં ચંદ્રાવતી આગળ આવ્યું. ત્યાંને વિક્રમસિંહ કુમારપાળને સામંત હતો તે કુમારપાળને વઢિયંત્રની યુક્તિથી દગે દેવા પ્રવૃત્ત થયો હતો પણ તે વેળાએ તે ફાવે નહિ. પછી તેને પણુ વશ કરી પોતાની સાથે લીધે અને શાકંભરીની સમીપના વનમાં મેલાણ કરી પડ્યો. આવા કડવાં વચન બક્યો હતો તેથી નીચે આપેલી કવિતા તેણે લખી આપીને પિતાના દૂતની સાથે તેને એકલી તેમાં લખ્યું હતું કે,
रेरे भेक गलद्विवेककटुकं कि रारटीप्युत्कटे । गत्वा क्वापि गभीरकूपकुहरे त्वं तिष्ठ निर्जीववत् ॥ सर्पोऽयं स्वमुखप्रसत्वरविषज्वालाकरालो महान् ।
जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदा जग्मिवान् । વિવેકરહિત દેડકા! તું આ કડવું કડવું શું બકે છે? કાઈ હેટા કૂવાની બખોલમાં જઈ મરેલાની પેઠે પડ્યો રહે નહિ તે મુખથી ફેલાતા વિષની જવાલાએ કરીને ભયંકર એ મોટી જીભવાળ કાળ સરખો તારે કોળિયો કરી જવાની આકાંક્ષા કરનાર આ સર્પરાજ આવ્યું છે.
આ કવિતાને મર્મ સમજીને, આવ રાજાએ, નીચે પ્રમાણે કવિતા લખીને માપાળના દૂતને આપીઃ
रे रे सर्प विमुच्य दर्पमसमं किं स्फारफूत्कारतो। विश्वं भीषयसे क्वचित्कुरु बिळे स्थानं चिरं नन्दितुम् ॥ नोचेनौढगरुत्स्फुरत्तरमरुद्व्याधूतपृथ्वीधर
स्ताक्ष्यों भक्षयितुं समेति झटिति त्वामेष विद्वेषवान् ॥ હે સર્પ. આ અસાધારણ ગર્વ છોડી દે. અત્યંત ક્રૂફવાડા મારીને જગતને કેમ બહીવડાવે છે ? ચિર કાલ આનંદ પામવો હોય તે કઈ બિલમાં જઈ સ્થાન કર, નહિ તે મટી ફડફડતી પાંખના પવનથી પર્વતને ડેલાવનાર આ તારે શત્રુ ગરૂડ તારું ભક્ષણ કરવાને શીધ્ર આવે છે.
ચતુર્વિશતિ પ્રબંધમાં લખ્યું છે કે, જ્યારે સિદ્ધરાજની ગાદિયે તેની પાદુકા પૂનાની હતી ત્યારે માળવાના રાજપુત્ર ચાહડે પ્રધાનો પાસે ગાદી મેળવવાની ઇચ્છા જણાવી, પણ તે તેને મળી નહિ, એટલે તે રીસાઈને આની ચાકરીમાં જઈને રહો. આ સભ્યનું નામ કુમારપાળ પ્રબંધમાં ચારબટ લખ્યું છે. પ્રબંધચિન્તામણિમાં એમ છે કે, સિદ્ધરાજને પ્રતિક્ષા પુત્ર વાહક કુમારપાળની આજ્ઞામાં ન રહેતાં સપાદલક્ષ(આર)ની સેવામાં રહ્યો અને આતને લઈને ગુજરાતને સીમાડે આવી પડાવ નાંખ્યો. કુમારપાળ ચતુરંગી સેના લઈને શત્રુની સામે ઉભા રહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com