________________
૨૦૮
રાસમાળા
અને અમર્યાદ વાતે સારંગી સાથે ગાઈ સંભળાવે છે. એ ઉતારે નીચે પ્રમાણે છે –
સિધ દેશમાં પાવર ધરતી છે તેને શેર પાવર કરીને રાજા હતા. તેને મૂળ નક્ષત્રમાં એક કુંવરી અવતરી. જેશીયે રાજા શેરને કહ્યું કે આ કુંવરી જેવા જેગમાં અવતરી છે તેવા જેગમાં કઈ દીકરી અવતરી હોય તેને જે કાઈ પરણે તેનું રાજ્ય જાય. આ વાત સાંભળીને રાજા ઘણે ખેદ પામ્યો અને પિતાની કુંવરીને વનમાં મોકલાવી દીધી. તેને હડમતિયા કુંભારે દીઠી, અને ઘેર લઈ જઈને ઉછેરી. તે એટલી બધી રૂપાળી હતી કે લાખા ફલાણિયે પરણવાનું માગું મોકલ્યું. કુંભારે કહ્યું કે કન્યા દેતાં પહેલાં મારે મારી નાતને પૂછવું પડશે. લાખાએ કુંભારને ઘણે ડર દેખાડયો એટલે તે ત્યાંથી નાશીને સેરઠમાં મજેવડી ગામમાં સહકુટુંબ આવીને રહ્યો.
એક સમયને વિષે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના ચાર દસદી ભાટલાલા ભાટ, લંગડ ભાટ, ચંચ ભાટ અને ડગલ ભાટ પરદેશમાં ફરતા ફરતા મજેવડીમાં આવી પહોંચ્યા, ત્યાં હડમતિયા કુંભારની રૂપવંતી દીકરી તેમના જેવામાં આવી. તે જ્યાં જ્યાં પગ મૂકતી ત્યાં ત્યાં કુમકુમ પગલાં પડતાં હતાં. તે ઉપરથી ચારે ભાટે વિચાર કર્યો કે, આ કન્યા સિદ્ધરાજના દરબારમાં શેભે એવી છે, તેથી આપણે પાટણમાં જઈને વધામણું ખાઈશું તે નક્કી રાજા આપણને રાજી કરશે. આમ ધારી તેઓ પાટણ આવ્યા, ત્યાં સિદ્ધરાજે તેમને સારો સત્કાર કર્યો. રાજાને સોળ રાણી હતી. તે એકેકને મહેલ રાજાએ ભાટને પિતાની સાથે જમાડ્યા. ભાટ જેવા એક એકને ઘેર જમી રહેતા કે એક બીજાના સામું જોઈને ડોકું હલાવતા હતા. આનું કારણ સિદ્ધરાજે તેઓને પૂછયું. ત્યારે ભાટ બોલ્યા: “અમે તમારી સોળે રાણી જોઈ પણ તેમાંની એકે પૂરી પતિની નથી.” રાજા બેલ્યો: તમે મારા દસોંદી ભાટ છે, માટે દેશાંતરમાં ફરીને એક ખરેખરી પદ્મિની ખેાળી હાડો અને જ્યારે જડે ત્યારે માગું કરીને લગ્નને દિવસ ઠરાવી આવે.”
૧ પાવર કચ્છમાં છે. શેર પાવર (શેર પરમાર) આ સમયે થાડા ગામને ગાશિયે હશે. લાખા જાડાણુએ તરત જ લાખિયાર વિયરે રાજધાની કરી હતી તે વેળાએ પાવરમાં શેર પાવર ત્યાંને રાજા કહેવાતું હોય એમ સંભવે છે. અંગ્રેજીમાં રેર પાવર લખ્યું છે તે “શે” ને બદલે રે’ વાંચવાથી ભૂલ થયેલી જણાય છે.
૨ લાખ જાડાણ હોવો જોઈએ.
૩ સિયોની ચાર જાતિ છે-૧ પવિની, ૨ ચત્રણ, ૩ હસ્તિની, અને ૪ શંખિની, તેમાં પદ્મિની સર્વોત્તમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com