________________
સિદ્ધરાજ
૨૨૧
કુમુદચંદ્રના એવા પક્ષ છે કે, કેવલી ત્રિકાલદર્શી છે, અને જે કૈવલ્ય “ અથવા મેાક્ષ પામવાના માર્ગ ઉપર છે, તેણે આહાર કરવા નહિ; જે માણસ “ વસ્ત્ર ધારણ કરે છે તે મેાક્ષ પામતા નથી; સ્ત્રિયા મેાક્ષ પામતી નથી.”
tr
“ દેવસૂરિ એમ કહે છે કે, કેવલીને આહાર કરવાના ખાધ નથી; અને જે માણસ વસ્ત્ર ધારણ કરે છે તે અને સ્ત્રિયા પણ મેક્ષ પામે છે.”
(6
કુમુદચંદ્રની અર્ધી હાર તા થઈ ચૂકી; અને તેણે પેાતાનું મત કહી બતાવ્યું તેના જ સાધનવડે, તેના સામાવાળાઓએ ડહાપણથી રાણીમાતાને જે આશ્રય તેને હતા તે બંધ કરાવી દીધા. મયા દેવી પોતાના દેશીને જય થયલા જોવાને ઇચ્છતી હતી, તેણે આસપાસ ખેડેલાઓને સૂચના કરી રાખી હતી કે, કુમુદચંદ્રની જિત થાય તેમ કરવું; પણ આ વાત હેમાચાર્યના જાણુવામાં આવી એટલે તે જઇને તેને મળ્યા અને સમજાવ્યું કે દિગમ્બરને એવા અભિપ્રાય છે કે સ્ત્રીનાથી ધર્મ પાળવાનું કશું કામ થઈ શકે નહિ અને શ્વેતામ્બર તેા ખરેખરા એ મતના સામા છે. રાણીમાતાને આ પ્રમાણે સમજાવી એટલે મનુષ્યના આચરણથી અજ્ઞાન માણસ” જે દિગમ્બર તેને આશ્રય આપતી બંધ પડી.
સામા પક્ષના વિદ્વાનેએ પોતાના વાદ ચલાવતાં પ્રારંભમાં રાજાની અને ચાલુકય વંશની સ્તુતિ કરી, પછી તે પાતપાતાના મતને વિવાદ ચલાવવા લાગ્યા. કુમુદચંદ્રનું ભાષણ ટુંકું અને કબૂતરના જેવી લથડતી ભાષામાં થયું; પણ દેવસૂરિની ભાષણ કરવાની છટા તા, જાણે જગતના પ્રલયની વેળાએ ભયંકર પવનના ઝપાટા સમુદ્રનાં મેાાંને ઉછાળી નાંખતા હાય એવી ચાલવા લાગી. પછી કર્ણાટ દેશના સાધુને તરત જ માન્ય કરવું પડયું કે હું. ઢવાચાર્યથી હાસ્યો. પછી અપશકુનિયાળ બારણે થઈને હાર પામેલા વિદ્વાનને તત્કાળ નગરપાર કહ્યો; આણીમગ સિદ્ધરાજે શ્વેતામ્બરના રક્ષકનાં વખાણુ કહ્યાં અને તેને પોતાની આંગળિયે વળગાડીને સાજન સહિત મહાવીરના દેરાસરમાં પૂજા કરવાને લઈ ગયા. તે વેળાએ છત્ર, ચામર અને આતાગિરિ (સૂરજમુખી) જે રાજચિહ્ન તે આગળ ચાલ્યાં, વાદિત્ર
૧ આવાં દ્વાર વિષેના વ્હેમ બીજા દેશામાં પશુ હતેાઃ “નગરના જે અપશકુ“નિયાળ દરવાજામાંથી માત્ર, કુર્મી, ફાંચિયા અને ત્રાસદાયક વલે થયેલી હાય “એવા જ જઈ શકે, અને જેમાં થઈને પવિત્ર અને નિર્મળ હેાય તે જઈ શકે નહિ એવા દરવાજા સાથે ટ્યુટાર્ક જિજ્ઞાસુ અને હરકાઈ વાત સારી યા નરસી સાંભળી લેવા “જાણવાની તલપવાળા લેાકાના કાનને સરખાવે છે. એ સરખામણી ભાગ્યે જ બંધ “ખેસતી દેખાય.” એવું જેરમી ઢેલર હે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com