________________
સિદ્ધરાજ
૨૧૯ પણ હવણ તેની ચોમેર વસ્તી વધી છે અને રાણકદેવડી સતીની દેરડી જે આગળ ભેગાવાના પ્રવાહની પાસે હશે તે હવણું કટ માંહે આવી ગઈ છે. આ દેરાનું શિખર ઘણું શૃંગારભરેલું છે, અને જે માટેના દેરાની બાંધણું સાથે ઘણું ખરું મળતું આવે છે તેટલું જ માત્ર રહેલું છે. આગળના મંડપને ઘૂમટ બધેય જાતે રહ્યો છે. અને ખેંગારની દુખિયારી સ્ત્રીની ખંડિત થયેલી મૂર્તિ ભાર(નિજગૃહ)માં છે; અને વઢવાણુના દરબારની રાણિયે ઝાલા વંશના રાજાઓની સાથે સતી થઈને વૈકુંઠવાસ પામી, પતિવ્રત્ય અમર કરી ગયેલી
એ સતીઓની પૂજા તેમના દેવળમાં વાર હેવારે થાય છે, સૌભાગ્યવંતીને પોષાક પહેરાવાય છે અને મેડ ધારણ કરાવાય છે, ચુંદડી ઓરાડાય છે, અને રાજવંશી ઘરેણાં પહેરાવવામાં આવે છે. તે પ્રમાણે રાણકદેવીની મૂર્તિને પણ સર્વે તેવા જ પ્રકારને શૃંગારવિધિ કરવામાં આવે છે.
પ્રકરણ ૧૦
સિદ્ધરાજ. રા'ખેંગારના મરણ પછી, સિદ્ધરાજે સેરઠને કારભાર સાજણ કરીને સુભટ હતું તેને સ્વાધીન કર્યો. તે વનરાજના સેબતી જમ્બ અથવા ચાંપાને વંશજ હતો. મેરૂતુંગ લખે છે કે, આ કારભારિયે ગિરનાર ઉપર નેમીનાથનું દેરાસર ફરીને બાંધવા સારૂ ત્રણ વર્ષની રાજ્યની ઉપજ વાવરી દીધી; અને સિદ્ધરાજે તે વિષે તેને પૂછ્યું ત્યારે તેણે એવાં ખાતરીપૂર્વક કારણ બતાવ્યાં કે જેથી રાજાએ તેને તેની જગ્યા ઉપર કાયમ રહેવા દીધો.
૧ કુમારપાળ પ્રબંધમાં એમ લખે છે કે, કર્ણદેવે સૌરાષ્ટ્ર મંડળ પિતાને સ્વધીન કયા પછી, વામનસ્થલી(વનસ્થલી)માં જઈ સજજનને ત્યાંને દંડનાયક ઠરાવ્યો અને તેની જ આજ્ઞાથી સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉ૫જ શ્રી નેમીનાથના ચેત્યનો જીણુંદ્ધાર કરવામાં વાપરી. સિહારાજ વિજયયાત્રા કરતે કરતે જ્યારે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાર સજજનને પુત્ર પરશુરામ ત્યાંને દંડાધિપ (દંડનાયક) હવે તેની પાસે ઉપજ માગી. એટલે તે રાજાને રેવતાચલ ઉપર લઈ ગયો અને કર્ણવિહાર બતાવી કહ્યું કે, આ બંધાવવામાં મારા પિતાએ ઉપજ વાપરી છે. જે પ્રાસાદ બંધાવવાનું પુણ્ય આપને લેવું હોય તે આ પ્રાસાદ આપની પ્રત્યક્ષ છે, અને જે ઉપજ લેવી હોય તે શાહુકારો પાસેથી અપાવું. રાજા પ્રસન્ન થયા અને બોલ્યો કે સજ્જને સારું કામ કર્યું. બાકીનું તમે પૂર્ણ કરે. સજજને છ માસમાં શ્રી નેમીશ્વરનું ચિત્ય કળશ સુધી કરાવ્યું હતું. એટલામાં તે તેને યેષ્ટ શુદિ ૫ ને દિને શિરોવેદના થઈ આવી એટલે ધવજરિપણુ આદિ કાર્ય કરવાની પરશુરામને આજ્ઞા આપી આઠમે દિવસે સવર્ગે ગયો. ૨. ઉ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com