________________
૨૩૦
રાસમાળા
ઉપર ઉદારતાને હાથ રાખી ભવ્ય દેવાલય, અને સરોવર બંધાવ્યાં, તે એવાં કે તેઓનાં ખંડેર હજી લગી પણ હૈયાત રહીને સાદા મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવે છે અને પ્રાચીન ઈતિહાસના અભ્યાસિને વિસ્મય પમાડે છે.
સિદ્ધરાજની વર્તણુંકમાં ગમે તે ખાંપણ હેય, તથાપિ એકંદરે તે હિન્દુ રાજાઓમાં ઊંચી પદવિને યોગ્ય છે એમાં કંઈ સંદેહ છે જ નહિ; તે શરવીર, વીર્યવાન, અને સાહસિક રાજા હતો, અને તેને ઈતિહાસ લખનારાએ તેને, “ગૂજરાત દેશને શૃંગાર અને ચાલુક્ય વંશને દીપક” કરીને લખ્યું છે તે ઘટિત જ લખ્યું છે. તેના રાજ્યના વિસ્તાર વિષે એકંદર આકારમાં સુમાર બાંધી શકાય છે, પણ ખાતરીપૂર્વક વિગતવાર ધારી શકાતું નથી. ખરા ગુજરાત દેશના રાજ્ય ઉપર તે વનરાજના વારસ તરીકે બેઠે તે પ્રમાણે તેટલો દેશ તેણે મજબૂતાઈથી હાથ કરી રાખ્યો હતો, અને તેની આસપાસ કિલ્લાની બહાર આવી રહી હતી; તે કિલ્લાએ કાંઈ ઘેડા વિસ્તારના કે બળના નહિ હતા. અચળગઢ અને ચંદ્રાવતી તેના પરમાર આશ્રિતેના હાથમાં હતા, તે અણહિલવાડની ઉત્તર દિશાની સીમાના કિલ્લાઓ હતાઃ મઢેરા અને ઝીંઝુવાડા પશ્ચિમમાં હતા, અને ચાંપાનેર અને ડભોઈ પૂર્વમાં હતા. તે સાથે બીજા કિલ્લાઓ પણ હતા તે ઉપર સિદ્ધરાજની ધ્વજાઓ ફરકતી હતી, અને તેના કોટપાળો તેમાં વસતા હતા; પણ તેઓને હસ્તગત જે ફળદ્રુપ પ્રદેશ આવ્યું હતું તે વિજય પામતા સિંહ(જયસિંહ)ની માત્ર બડ હતી. મૂળરાજ અથવા પહેલા ભીમદેવના વારામાં તેઓના હાથમાં
૧ રાવ સાહેબ મહીપતરામ રૂપરામ નીલકંઠ સિદ્ધરાજ જયસિંહનાં કરેલાં જાહેર કામે નીચે પ્રમાણે વર્ણવે છે–
ડાઈને કિલ્લો અને તેને ચાર ચાર માઈલને અંતરે ધર્માદા વીશીઓ, ૫ડવંજમાં કુંડ, ધોળકામાં માલવ્ય સવર, રૂઢ મહાલય, તથા દેરાં, રાણીની વાવ, સહસ્ત્રલિંગ સરેવર, સિહોરના ફુડ, સાયલાને કિલ્લે, દશ હજાર દેરાને દશાસહસ્ત્ર, વીરમગામનું મુન તલાવ, દાદરપર, વઢવાણ, અનંતપર, ને ચુબારીના ગઢે; સરસ્કાર તલાવ, ઝિંઝુવાડા, વીપર, ભદુલા, જેસીંગપર, ને થાનના ગઢે; કડેલા, ને સિહિજકપુરના મહેલો; દેદાદ્રને કીર્તિસ્થંભ, જેતપુર, અને અનંતપુરના કુંડે એ સર્વે સિદ્ધરાજે બનાવ્યાં છે. ૨. ઉ.
૨ લર્ડિ બેકન લખે છે કે, “છોકરાં વિનાનાં માણસેએ સારામાં સારાં કામ કરેલાં અને પાયા નાખેલા લેવામાં આવશે, તેનું કારણ એ છે કે જ્યારે તેઓના શરીરની પ્રતિમા બતાવવાને તેઓ ફળદ્રુપ થાય નહિ ત્યારે તેમના મનની પ્રતિમા બતલાવવાને તેઓ પ્રયત્ન કરે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com