________________
૨૩૨
રાસમાળા,
લડાઈ થઈ હતી, અને તે વેળાએ તેણે ગંગા નદીના જળમાં પિતાની તરવાર બેઈ હતી એવું ચંદ બારોટ સૂચવે છે, તે સાથે વળી સર્વત્ર જય મેળવવાની છે તેની ધારણું હતી તેની સામે તેને અટકાવ કરવાને મેવાડ અને અજમેરના રાજાઓએ સંપ કર્યો હતે એવું લખે છે. પ્રસિદ્ધ ચિતડના એક લેખમાં લખ્યું છે કે, “જયકેશમાં તેનું અંગ જડી દીધું હતું. અને તેનાં કૃત્ય પૃથ્વીના પડ ઉપર ગાજી રહ્યાં હતાં.” વળી તે દેશના ઈતિહાસ લખનાર પણ સાક્ષી પૂરે છે કે તેનું નામ અને તેનાં પરાક્રમ રજપૂતસ્થાનના એકેએક રાજ્યના ઈતિહાસમાં નોંધાયાં છે.
સિદ્ધરાજે ઈ. સ૦ ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી ઓગણપચાસ વર્ષ રાજ્ય કર્યું. બીજો, ભેજ પેહલે, બલાલ અને ૭ ગડરાદિત્ય; આ છેલાને કુંવર ૮ વિજયાર્ક, તેને ૯ ભેજ બીજે. એના લેખ શક ૧૧૦૧ થી ૧૧૨૭ સુધીના મળે છે. જાદવ સીંઘણે લગભગ શક ૧૧૩૬ (ઇ. સ. ૧૨૧૪)માં શિલાહાર વંશના રાજાઓનું રાજ્ય છીનવી લીધું છે.
૧ સિદ્ધરાજ વિ. સં. ૧૧૯૯( ઈ. સ. ૧૧૪૩) ના કાર્તિક શુદિ ૩ ને દિવસે દેવ થયા. મયણલ્લ દેવી સગર્ભા થઈ હતી તેવામાં તેને સવમ આવ્યું કે “જાણે મારા મુખમાં સિંહ પડે.” આ ઉપરથી સિદ્ધરાજનું નામ જયસિંહ પાડવામાં આવ્યું અને કદાપિ સ્વમાના આ સિંહને બનાવ સમરણમાં રહેવા માટે, પછવાડેથી તેણે સિંહ સંવત્ ચલાવ્યો હોય એમ કલ્પના થઈ શકે છે.
જે મહા પરાક્રમી અધિરાજા થાય તેના નામથી સંવતસર પ્રવર્તે છે. સંવત ૧૧૭૦ એટલે ઈ. સ. ૧૧૧૪ માં સિદ્ધરાજ જયસિંહના નામથી “સિંહ સંવતસર” આષાઢ શુદિ ૧ થી ચાલેલો જણાય છે. સૌરાષ્ટ્રના રાખેંગારને તેણે જિત્યો અને સજજન(સાજન)ને ત્યાંને દંડાધિપતિ (દંડનાયક) ઠરાવ્યું. ત્યાર પછી તે પ્રાંતમાં આ સંવતસરનો પ્રચાર થયેલ છે. આ સાજને સારાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ ખરીને જે દેરૂ બંધાવ્યું છે, તેનો સંવત ૧૧૭૬ નો છે તેમાં સિંહ સંવતસર નથી. તેથી ત્યાર પછી સુમારે છ વર્ષે સારે જમાવ થયા પછી આ સંવતસર તેણે પ્રવર્તાવ્યો છે. અને પછી કુમારવાળ થયો તેના સમયમાં આ સંવત્સરને પ્રચાર થયે; તે ઉપરથી કુમા૫ાળે તે ન ચલાગે, એમ અભયતિલક સૂરિયે પોતે સં. ૧૩૧૨ માં હયાશ્રયનું પુનરાવર્તન કર્યું તેના ૨૦ મા સર્ગમાં જણાવ્યું છે. મંગળપુર અથવા જે હમણાં માંગરોળ ફહેવાય છે, તેમાં સેટલ નામની વાવ છે, તેના લેખમાં આ સિંહ સંવતસર ૩૨, વિકમ સંવત ૧૨૦૨ લખ્યા છે. તે લેખ પ્રાચીન છે, તેથી એ ઠેકાણે વાવ હશે તે પડી જવાથી ફરીને ત્યાં જ વિ. સં. ૧૩૫ માં રાઓશ્રી મહિપાળ દેવના રાજ્યમાં મેઢ જ્ઞાતિના વલી એટલે આ વાવ (પાદશાહ સલીમશાહના રાજ્યમાં) કરાવી છે, એમ ભાવનગરના પ્રાચીન શેધસંગ્રહ ઉપરથી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com