________________
કુમારપાળ
૨૩૫
ભાગ્યમાં રાજ્ય કરવું સજ્યું છે. કુમારપાળ, રાજાના મુખ ઉપરથી વર્તી ગયેા કે રાજાએ મને એળખ્યા, તેથી પાતાના વેષ બદલીને પેાતાને દેથલી ( દેવસ્થલી ) ગામ સત્વર જતો રહ્યો. કર્ણ રાજાએ તેના દાદા દેવપ્રસાદને જે ગામ આપ્યું હતું તે જ આ ગામ હતું. એને ઝાલવાને પછવાડે માણસે માકલ્યાં હતાં તેથી ત્યાંના આલિંગ (ઉર્ફે સાજન) કરીને એક કુંભાર હતા તેણે તેને વાસણ પકવવાની નિમા હતી તેમાં ઘાલી દીધા. અહિંથી લાગ જોઈને કુમારપાળ નાઠો તેા ખરા પણ એક ૧ખેડુત હુડા ટૂહાતા હતા તેણે તેને ખેતરની વાટે ઝીંટવાને માટે કાંટાનાં આંખરાં એકઠા કહ્યાં હતાં તેના ઢગલામાં જો સંતાડી દીધા હેાત નહિ તેા તેની પછવાડે ઝાલનારા લગભગ આવી પહોંચ્યા હતા તે તેને પકડી પાડત. રાજાના માણસા પગલું હાડતા હાડતા જે ખેતરમાં તે સંતાઈ પેઠે હતા ત્યાં આવ્યા તે તપાસ કરી, તેમાં જે ઢગલામાં તેને ધાવ્યેા હતેા તે પણ ભાલાવતી તપાથી જોયેા. તથાપિ જેની ખેાળ કરવાની હતી તેનેા પત્તો લાગ્યા નહિ એટલે આ ઠેકાણે વધારે શોધ કરવાનું છેાડી દઇને તેએ ધરભણી પાછા વળ્યા. ખીજે દિવસે ખેડુતે કુમારપાળને સંતાડ્યો હતા ત્યાંથી હાડયા એટલે વળી ત્યાંથી તે નાઠા. આગળ જતાં થાકયા ત્યારે તે એક ઝાડની છાયા નીચે થાક ખાવાને બેઠા. ત્યાં તેના જોવામાં એક ઉંદર આવ્યા તે પેાતાના દરમાંથી એક પછી એક એવા એકવીસ રૂપિયા બાહાર લાવ્યા. આ પ્રમાણે પેાતાના દરમાં જેટલા ફિપયા હશે તેટલા ક્ડાડી રહ્યો એટલે પાછે! દરમાં લઈ જવા લાગ્યા. ત્યારે કુમારપાળે ધીને જેટલા રૂપિયા બાકી રહ્યા હતા તેટલા લઈ લીધા, અને આ પ્રમાણે ચમત્કારિક રીતે, સાધન મળ્યું એટલે પ્રવાસ કરતા આગળ ચાહ્યા. જતાં એક વાણિયાની સ્ત્રી તેના જોવામાં આવી તેની સાથે ગાડિયા તે ચાકરા હતાં, તે પેાતાને સાસરેથી પિયર જતી હતી. થાક ખાવાને માટે તે સર્વેએ રસ્તાની બાજુએ ઢાળેા કસ્યો હતા. કુમારપાળે ખાધાપીધા વિના ત્રણ દિવસ સુધી ચાલચાલ કર્યું હતું અને ભૂખ કડકડીને લાગી હતી તેથી માણસા ખાવું ખાતાં હતાં તેમની પાસે હાજરી કરવાનું માગ્યું, એટલે તેઓએ તેને સત્કારપૂર્વક ખાવાનું આપ્યું.
૧ એ ખેડુતનું નામ ભીમસિંહ હતું. કુમારપાળે તેને વચન આપ્યું કે સમય આવતાં તમારા આશ્રયના મલે હું વાળી આપીશ.
૨ આ શ્રી ઉત્તમ્મર ગામની રહેવાશી હતી અને તેનું નામ દેવાશ્રી (શ્રી દેવી) હતું. કુમારપાળે તેને વ્હેન તરીકે ગણવા વચન આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com