________________
૨૩૬
રાસમાળા
દેશમાં ઘણે આઘે પ્રવાસ કરતો કરતો તે આખરે તંભતીર્થ અથવા ખંભાતમાં આવી પહોંચ્યા. અને ઉદયન મંત્રીને ઘેર ખાવા સારૂ ગયો. ત્યાં સમાચાર મળ્યા કે મંત્રી તે પોષધશાળામાં ગયા છે એટલે પોતે ત્યાં ગયો. ત્યાં ઉદયનને હેમાચાર્યના ભેગો દીઠે. આચાર્યે કુમારપાળને દીઠે કે તરત તેને આખા દેશને હવે પછી થનારે રાજા કહીને બોલાવ્યો. કુમારપાળ પિતાની તે વેળાની સ્થિતિ જોઈને અને જે ભયમાં તે હતો તેને વિચાર કરીને બોલ્યો કે આવું ભવિષ્યકથન તે મનાય નહિ એવું છે, પણ હેમાચાર્યો ફરીથી ખાતરી કરીને કહ્યું, ત્યારે કુમારપાળે કલ આપ્યો કે જે તમારું ભવિષ્ય ખરું પડશે તે હું જૈન ધર્મ પાળીશ. પછી ઉદયન મંત્રિકે પૈસા અને જોઈ તે સરસામાન આપો તે લઈને કુમારપાળ માળવે ગયો, અને કુઇંગેશ્વરના પ્રાસાદમાં એક પથ્થર ઉપર નીચે લખેલી મતલબને લેખ વાંચીને ઘણું આશ્ચર્ય પામ્યો गाथा-पुण्णे वास सहस्से सयम्मिवरिसाण नवनवइ कलिये
होही कुमर नरिन्दो तुह विकमराय सारिच्छो “પવિત્ર ૧૧૯૯ મું વર્ષ વીત્યા પછી હે! વિકમરાય! કુમારપાળ રાજા થશે, તે તારા જેવો થશે.”
૧ રસ્તામાં કુમારપાળનો બેસરી નામને મિત્ર મળ્યો. તે સાથે ચાલ્યો. તે ગામડામાં માગી આવી રાજાને ખવરાવતા. એમ ચાલતે બને મિત્રો ખંભાત (તભતીર્થ ) ગયા.
૨ કુમારપાળ ખંભાતમાં હતા તેવામાં તેને પકડવા સિદ્ધરાજનું લશ્કર આવ્યું, તેથી કુમારપાળ હેમચંદ્ર પાસે પાછો આવ્યો. તેને તેણે એક ભોંયરામાં સંતાડ્યો. ઉપર ખજુરી વગેરેનાં ડાળખાં ઢાંકી મૂક્યાં. શોધનાર ત્યાં આવ્યા ખરા, પણ કુમાર પાળ તેને ન મળવાથી પાછા ગયા. ત્યાંથી કુમારપાળ વટપદ્રપુર (ઘણું કરી વડે દર ગયો. આંહી ભૂખ લાગવાથી કલુક નામના વાણિયાની દુકાને ગયો ત્યાં મુંજેલા ચણાની પૃછા કીધી. અને પૈસા સાથે ન હોવાથી ઉધારે ચણા માગ્યા, વાણિયે તે આપ્યા. ત્યાંથી ગુચ્છ (ભરૂચ) ગમે ત્યાં એક જોશીએ તેને એક દેરાની દવા ઉપર કાળ દેવી નામનું પક્ષી બેડેલું જોઈ ભવિષ્ય કહ્યું કે તમે થોડા વખતમાં રાજા થશે. ત્યાંથી કેહાપુર ગયે ત્યાં તેને એક ગીએ ગુજરાતની ગાદી મળવાનું ભવિષ્ય કહ્યું અને બે મંત્ર શીખવ્યા. ત્યાંથી તે કાંચી અથવા ચેવરમ ગયા. ત્યાંથી કાલંબપટ્ટન ગયે. (એ ઘણું કરી કેલમ અથવા કિવન હશે.) ત્યારે રાજા પ્રતાપસિંહ તેને મહેટા ભાઈ તરીકે માન દઈ શહેરમાં લાવ્યા અને તેના માનમાં શિવનું કુમારપાળેશ્વર નામનું દેરું ધ્યાંથું તથા તેના નામને સિક્કો પાડ્યો. ત્યાંના રાજાની રજા લઈ કુમારપાળ ચિત્રકુટ અથવા ચિતડ ગયો અને ત્યાંથી કુમારપાળ ઉજજન ગયો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com