________________
૨૨૮
રાસમાળા જ્યાં બેઠા હતા ત્યાં બેસી રહેવા દીધા અને મર્યાદાને આ અચરજ ઉપજાવે એવો ભંગ થયે તેથી ચોપદાર ઇત્યાદિને ઘણું વિસ્મય લાગ્યું.
એક બીજા સમયને વિષે સિદ્ધરાજ માળવેથી પાછા આવતો હતો ત્યારે કોઈનાથી સામા થઈ લડી શકાય નહિ” એવા ભીલના ટેળાએ તેને રસ્તામાં અટકાવ્યું. તે સમયે તેને પ્રધાન સાંતુ ગુજરાતથી સેના લઈને તેમની સામે આવ્યો અને પિતાના રાજાને માટે રસ્તે કરાવી આપ્યો.
ગુજરાતના આ મહાન રાજા વિષે તેને વધારે વૃત્તાંત લખવા અમારી પાસે બીજા સાધન નથી એટલે તેનાં વર્ણન લખનારનાં સ્વસ્તિવાથન માત્ર અત્રે ઉતારી લઈએ છિયે. गाथा-सो जयउ कूऽच्छरडो तिहुयण, मज्ज्ञम्मि जेसल नरिन्दो,'
छितूण रायंवस, इक छत्तं कयं जेण. १ “ત્રણે લોકમા શુરવીર રાજાઓમાં મુખ્ય, અને જેણે સર્વે રાજવંશિને નાશ કરીને, એકછત્ર નીચે આખું જગત આણું દીધું એવા જય“સિંહ નરેન્દ્ર જય થાઓ.”
महालयो महायात्रा, महास्थानं, महासरः ।
यत् कृतं सिद्धराजेन 'क्रियते तन्न केनचित् ॥
મહેટી મહેલાત, મહાયાત્રા, મહટાં સ્થાન, મહટાં જળાશય સિદ્ધ“રાજે કયાં. તેની બરાબરીનાં બીજા કોઈયે કયાં નથી.”
मात्रयाप्यधिकं किंचिन्न सहन्ते जिगीषवः ।
इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः॥ તે યશેલભી એવો કે, પિતાને બરાબરિયે માત્ર એક કાનાએ કરીને વધારે ચડિયાત હત માટે ધરાનાથે (પૃથ્વીપતિએ) એટલે સિદ્ધરાજે ધારાનાથને (માળવાની રાજધાની ધારાનગર છે તેના રાજાને) નાશ કર્યો.”
मानं मुञ्च सरस्वति त्रिपथगे सौभाग्यभंगी त्यज, रे कालिंदि तवाफला कुटिळता रेवे रकस्त्यज्यताम् । श्रीसिदेशकृपाणपाटितरिपुस्कंधोच्छलच्छोणित
स्रोतोजातनदी नवीनवनिता रक्तांबुर्वितते ॥ १ स जयतु कुटोच्छेदकः त्रिभुवनमध्ये जयसिंहनरेन्द्रः। छित्वा राजवंशं छत्रं कृतं येन एकच्छत्रं राज्यं॥ રાણા તાતુ : આ પાઠ પણ છે તેને અર્થ એ છે કે સિહશજ પ્રમાણે પૃથ્વીમાં બીજું કોણ કરશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com