________________
સિદ્ધરાજ
૨૨૭
ન હતું માટે વારાહી નામનું એક ગામ વાટમાં આવ્યું ત્યાં મૂકો. પછી તે ગામના મુખ્ય માણસે હતા તેમાંથી કોઈ પણ રાજરથ સરખી ભારે જવાબદારીની વસ્તુ પિતાને ઘેર રાખી શકવાને કબૂલ થયું નહિ, એટલે એકેક કડકે બરાબર સાચવી શકાય એટલા માટે તેના કટકા કરીને પોતપોતાને ઘેર લઈ ગયા. સિદ્ધરાજ પાછો વળ્યો ત્યારે રાજરથ લઈ જવાને મંગાવ્યો તે ઉપર પ્રમાણે સમાચાર તેના જાણવામાં આવ્યા એટલે પોતાના રથનો નાશ થયો તેના બદલામાં તે લોકોને બુચ અથવા વારાહીના અબુધ એવું માત્ર ઉપનામ કહીને પોતાને ક્રોધ જણાવ્યું. તેમનું આ ઉપનામ, પછીથી ઘણા દિવસ સુધી ચાલતું રહ્યું હતું.
એક બીજે સમયે, માળવેથી પાછાં આવતાં, સિદ્ધરાજે અણહિલવાડની પાસે ઊંઝા નામનું ગામ છે ત્યાં મેલાણું કર્યું. મેરૂતુંગ લખે છે કે, તે ગામના મુખીની અવટંક અને સિદ્ધરાજના મામાની અવટંક એક હતી; મયગુલદેવીનું લગ્ન થયું તે પહેલાં તેને ઉંઝાના મુખી હીમાળાના ઘરમાં રક્ષણ મળ્યું હતું એવી દંતકથા હજી સુધી ત્યાં ચાલે છે તે ઉપરથી મેરૂતુંગના લખા. ણને આધાર મળે છે. આ ગામ સિદ્ધરાજના વારામાં ગુજરાતમાં જેવું ઘણું જ આબાદ હતું તેવું જ આજે પણ છે. અને ખેતીવાડી કરવામાં આવેવાન એવા કૅડવા કણબીની જ્ઞાતિનું તે મુખ્ય સ્થાન છે. રાત્રિની વેળાએ ગામડિયાઓ ત્યાંની પ્રસિદ્ધ જગ્યાએ એકઠા મળ્યા હતા તેમાં સિદ્ધરાજ, મહારાષ્ટ્રથી સેમિનાથની યાત્રા કરવાને આવેલા એક યાત્રાઉનો વેશ લઈને ભળી ગયો. તેવામાં તેના સગુણનાં, તેની વિદ્યા વિષેની પ્રીતિનાં, તેના ચાકરેની સાથે માયાળુપણુથી વર્તવાની ચાલનાં, અને સારી ચાલાકીથી રાજ્યનું રક્ષણ કરવા વિષેનાં વખાણ થતાં તેણે સાંભળ્યાં. ઊંઝાના ગામડિયાઓને પિતાના રાજ સંબંધી માત્ર એક જ ખામી જણાઈ તે વિષે તેઓ કહેવા લાગ્યા કે “આપણું રાજાની પછવાડે ગાદિયે બેસવાને કુંવર નથી એટલા આપણે અભાગિયા “છિયે.” બીજે દિવસે સવારમાં, ગામના મુખ્ય મુખ્ય લેકે પિતાના રાજાની ભેટ લેવા માટે રાજતંબુ આગળ ગયા; પણ રાજાને આવવાને વાર હતી તેથી દરબારના કારભારિયાએ મના કરી છતાં પણ પાસે પાથરેલી રાજગાદીને મર્તબો નહિ સાચવતાં તેઓ સુંવાળી ગાદિ ઉપર, પિતાને ઘેર બેસે એવી રીતે બેસી ગયા. પણ કઈ ઉંચી પદવિના રજપૂતમાં સાદાઈ હોય અથવા તેવી સાદાઈ તે બતાવે તે કરતાં સિદ્ધરાજમાં વધારે સાદાઈને ગુણ ઈશ્વરે મૂક્યો હતો, અને વળી આગલી રાત્રે જે વાત બની હતી તેથી કરીને હમેશાંના કરતાં તે વધારે ઝીણો સભ્યાચાર બતાવે એમ નહતું, તેટલા માટે તે લેકેને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat