________________
૨૨૬
રાસમાળા
લખ્યું છે,
કારણ
સિદ્ધરાજ રાજ્ય કરતા હતા તેવામાં મુસલમાનેએ ગૂજરાત ઉપર ચડાઈ કરવાનો પ્રયત્ન કર્યો નથી એમ છે ખરું, તો પણ તેના દરબારમાં તેઓ પાસે પ્રતિનિધિ મોકલી શકે એટલી તેઓની સત્તા વધી હતી; તેમ જ, અણહિલવાડની રાણિયે, તેઓને અટકાવ કરવા ઉત્તરમાં જેસલમેરનું ભાટી સંસ્થાન વધારવાની આતુરતા બતાવી હતી તેને માટે કાંઈ પણ કારણ હોવું જોઈયે તે તે જ હતું. ફેરિસ્તાએ લખ્યું છે કે, ત્રીજે સુલતાન મસાઉદ જેણે ઈ. સ. ૧૦૮૮ થી ૧૧૧૮ સુધી રાજ્ય કર્યું, તેના વારામાં હાજિબ તવાન તુગીન કરીને તેને સરદાર અને લાહેરનો સરસ હતું, તે ગંગા નદીની પાર લશ્કર લઈને ગયે હતું, અને મહેટા મહમૂદ વિના કઈ પણ મુસલમાને જિત મેળવેલી નહિ એટલા આદ્ય પ્રદેશ સુધી જય મેળવતે ચાલ્યો હતે, તથા ઘણું ધનવાન નગર અને દેવાલયોમાંથી ધન લુંટીને જયેત્સવ કરતે લાહોર પાછો આવ્યો હતે. ગજનીના રાજવંશિયોને ઘણે ખરે પ્રાન્ત ઇરાણું અને તુરાણમાંથી લઈ લેવામાં આવ્યું હતું ત્યારથી આ વેળામાં લાહેર તે રાજ્યનું ઘણું ખરું રાજધાનીનું શહર થઈ પડ્યું હતું અને તેઓ ત્યાં આવી વસ્યા હતા. સન ૧૧૧૮ માં, લાહોર મહંમદ ભિલીમના તાબામાં હતું. તેને સુલતાન આર્સલામે એ શહરને કબજે આપ્યો હતો અને તે બાદશાહ મરી ગયો તો પણ તેના ભાઈ બહેરામની સામે થઈને પોતે તે શહર રાખી રહ્યો હતો, તથાપિ બહેરામે તેને કબજે કરી લીધો. પણ પછીથી તેને રાજ્ય પાછું સોંપીને તે ગજની ગયે; મહંમદ લિલીમે શિવાલિકના પ્રાન્તમાં નાગર કિલે મજબૂત કરીને, પગાર આપી ફેજ રાખી, હિન્દુસ્થાનના બીજા રાજાઓનાં રાજ્યનો નાશ કરવા માંડ્યો. તેને જય થતો ગયો તેથી તખ્ત લેવાની તેને આશા થઈ, પણ સુલતાન બહેરામે તેને સુલતાનની લડાઈમાં મળીને બંડ બેસારી દીધું.
સિદ્ધરાજે પોતાનાં હથિયારના બળવડે માળવા તાબે કરી લીધું, ત્યાર પછી તે દેશની તેણે ઘણું ભેટો લીધી, તે સંબંધી મેરૂતુંગે કેટલીએક વાતે લખી છે. એક વાર સિદ્ધરાજ માળવે જાતે હતા તેવામાં, તેને એક મુખ્ય રથ હતો તે ઘણે જ ભારે હતો તેથી પહાડી રસ્તામાંથી લઈ જઈ શકાય એમ
સેરઠે-ગેરી શાહબુદ્ધિન, ભિડિયા રાવણ ભેજ
નામ ઉમર રખલીને, બારસે નવ (૧૨૦૯gઢપુર. આ ઠેકાણેથી પૂર્વ દિશાએ સુમારે ચાર ગાઉને છેટે ગેરહરા ઉપર જેસલમેર વસાવ્યું કે સંવત્ ૧૨૧૨ ના શ્રાવણ શુદિ ૧૨ રવિવારે તેરણ બાંધ્યું. (જેસલમેરના ઈતિહાસ ઉપરથી). ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com