________________
રાસમાળા
૨૨૦
અને મુખ્યત્વે કરીને શત્રુંજય અને ઉજ્જયંતનાં પવિત્ર ધામ તેને સ્વાધીન કાં. ત્યાર પછી તરત જ, રાજા દેવપાટણના શ્રી સેામેશ્વરની યાત્રા કરીને પાા વળતાં આવ્યા અને એ બન્ને પવિત્ર પર્વતેાની ભેટ લીધી. ત્યાં ઋષભદેવની પૂજા અર્ચાના ખર્ચ સારૂ બાર ગામ આપ્યાં. તે વેળાએ અદેખાઈ તે લીધે બ્રાહ્મણેાએ તેને સમજાવ્યા, પણ તેણે તેમનું કહ્યું માન્યું નહિ.
સિદ્ધરાજના વારામાં ધર્મના વિવાદ ચાલેલા જણાય છે, તે માત્ર બ્રાહ્મણને ધર્મ માનનારા અને જૈન ધર્મ માનનારા વચ્ચે જ ચાલ્યા છે એટલું જ નહિ, પણ વિશેષે કરીને જૈન મતમાં દ્વિગમ્બર અને શ્વેતામ્બર નામના સામસામા પક્ષના મત છે તે વચ્ચે પણ ચાલેલા છે. વ્હેલા મતના સાધુઓની સંજ્ઞા, નગ્નાવસ્થામાં રહેવાથી અને દિશાએ રૂપી વસ્ત્ર ધારણ કરવાથી દિગમ્બર હેવાય છે, અને ખીજા મતના, ધેાળાં વસ્ત્ર હેરવાથી શ્વેતામ્બર કહેવાય છે.
કુમુદચંદ્ર કરીને દિગમ્બર મતનેા સાધુ હતા તે પેાતાના પ્રતિપક્ષિયાને ચારાશી સભાઓમાં જિત મેળવી કર્ણાટ દેશમાંથી ગૂજરાતમાં ધર્મને દિવિજય કરી વધારે કીર્ત્તિ સંપાદન કરવા આવ્યેા. સિદ્ધરાજે તેને પોતાંની માતાના પિતાના ધર્મગુરૂ જાણી તેને આદરસત્કાર કરડ્યો, અને મયણુલ દેવિયે પણ પ્રથમ તે તેના અભિપ્રાયને ઉત્તેજન આપ્યું. શ્વેતામ્બરની ભણીથી દેવસૂરિ કરીને કર્ણાવતીના વિદ્વાન સાધુ અને હેમાચાર્યે એ બન્ને કુમુદચંદ્રની સામા થયા. સભા કરવાને દિવસ ઠરાવ્યા હતા તે વેળાએ સિદ્ધરાજ આવીને રાજગાદી ઉપર બિરાજ્યે. તેની આજુબાજુએ ધર્મના ભેદ જાણે એવા કારભારિયા ખેઠા. પછી વિવાદ કરવાને કુમુચંદ્ર પાલખીમાં ખેશીને આવ્યા. તે સમયે તેના ઉપર શ્વેત છત્ર ધરાવવામાં આવ્યું હતું અને વિજયપુત્ર અથવા પત્રાવલંબ તેની આગળ ચાલતું હતું તથા જયડંકા વાગી રહ્યો હતા. દેવસૂરિ અને હેમાચાર્ય પણ તે વેળાએ આવી પ્હોંચ્યા અને પેાતાના પ્રતિપક્ષીની સામી ગાદિયે બિરાજ્યા. સામસામા પક્ષવાળાઓના મતની નોંધ આગલે દિવસે લખી રાખવામાં આવી હતી તે નીચે પ્રમાણે સભામાં વાંચી સંભળાવવામાં આવીઃ—
ર
૧ ઉન્નયન્ત અથવા રૈવતાચલ એટલે ગિરનાર.
૨. ઉ.
૨ દેવસૂરિ સં. ૧૧૩૪(સને ૧૦૭૮)માં જન્મ્યા, સં. ૧૧૫૨(સં. ૧૦૯૬)માં દીક્ષા લીધી, ૧૧૭૪(સને ૧૧૧૮)માં સૂરિની પદવી પામ્યા, અને સંવત્ ૧૨૨૬(સ. ૧૧૭૦) ના શ્રાવણ વદ્ધિમાં ગુરૂવારે નિર્વાણ પામ્યા. હેમાચાર્ય આ દેવસૂરિના શિષ્ય હતા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com