________________
૨૩૨
રાસમાળા
વાગવા લાગ્યાં, અને યુદ્ધ સમયના શંખના વિજયનાદ થવા લાગ્યા. રાજાએ પણ સૂરત ચાલાગામ અને પરાંતીજ તથા દહેગામની વચ્ચેનાં ખીર્ઝા અગિયાર ગામ આપ્યાં. સૂરિયે ઘણી વાર આનાકાની કરી પણ છેવટે તેને લેવાં પડ્યાં.
આ સમયે જૈન લેાકેામાં માંઢામાંહે ધણા ઝઘડા ચાલતા હતા, તા પણ જા ધર્મ વિષે પરિપૂર્ણ વિચાર જણાવવાને આ સમય તેઓને યાગ્ય લાગેલા જણાય છે. ક્હે છે કે, સિદ્ધરાજ સર્વ દેશમાંથી જૂદા જૂદા ધર્મોચાર્યોને માલાવી તેઓને પૂછતા કે, સારામાં સારા દેવ ક્રિયા ? સારામાં સારૂં શાસ્ત્ર કિયું? અથવા નાનનેા ભંડાર ક્રિયા? અને પાળી શકાય એવા સારામાં સારા ધર્મ ક્રિયા? પણ સર્વે પાતપેાતાના મતનાં વખાણ કરતા, અને અન્ય મતની નિંદા કરતા, તેથી તેના મનમાં ઢચુપચુ થતું અને તે ડાલતું જ રહેતું.
છેવટે તેને વધારે ખાતરીપૂર્વક પ્રત્યુત્તર હેમાચાર્ય પાસેથી મળ્યું. આ સાધુએ રાજાને આ એક વાત કહી: “એક પુરૂષને તેની સિયે વશીકરણ કરવાને માટે કાંઈક પાયું તેથી તે બળદિયા થઈ ગયા. પૂહુ એક સમયે ચરતાં ચરતાં ભાગજોગે એક ઔષધિ તેના ચરવામાં આવી, તેમાં દુર્ગીના પ્રતાપથી મનુષ્યત્વ આણુવાની શક્તિ હતી તેથી તે પાછા પોતાની પ્રથમની સ્થિતિમાં આવી ગયા. હવે પેલા બળદે ઔષધિનાં પાંદડાં ખાધાં તેના ગુણુની તેને ખબર નહતી તેા પણ તેના પરિણામ સુખભરેલા થયા; તેમ આ કળિયુગમાં મનુષ્ય ધર્માચરણ પાળે તે તેઐના મહિમાથી અજ્ઞાન છતાં પણ તેને મેક્ષ મળે એ વાત નક્કી છે.”
કાઈના ધર્મને બાધ નહિ કરવાની જે સિદ્ધરાજની રાજનીતિ તેને અનુસરતું પ્રમાણ મેળવવાની આતુરતાને લીધે આવું પ્રત્યુત્તર મળવાથી તેણે કદાપિ વધારે પ્રસન્નતા જણાવી હરશે.
અહિલવાડની સ્થાપના થઈ ત્યારથી તે તેને નાશ થયા ત્યાં સુધી શિવના અને જૈન તીર્થંકરના ધમઁ સંગાથે ચાલ્યા આવ્યા છે એમાં ઘેાડેા જ શક છે. તેમાં કાઈ વેળા એકનું પરિખલ ચાલતું તેા કાઈ બીજી વેળા ખીનનું ચાલતું. સામેશ્વર મહાદેવની તેણે યાત્રા કરી છે. તેથી અને શ્રીસ્થળના દેરાના તેણે જીર્ણોદ્ધાર કહ્યો છે તે ઉપરથી જણાય છે કે સિદ્ધરાજ શિવના જૂના ધર્મ માનતા હતા, પણ એના સંબંધી જે જે વાતેા ચાલે છે તે ઉપરથી દાસી આવે છે કે તે ધર્માંધ ન હતા. પણ એથી ઉલટું વળી, પ્રબંધ ચિંતામણિના કર્તા એક વાત કહે છે કે, “સિદ્ધરાજ તે દિવસથી, ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com