________________
રા' ખેંગાર
૨૧૭ જ્યારે સાથ પાટણવાડે આવી પહોંચ્યા ત્યારે સિદ્ધરાજે રાણકદેવીને શાન્ત કરવાની અનેક યુક્તિ કરવા માંડી, ને તેને સારી સારી જગ્યાઓ બતાવી, પણ તે બેલીઃ સેરઠો “મારું પાટણ દેશ, પાણુ વિના પૂરા મરે;
સરો સેરઠ દેશ, સાવજડાં સેજળ પિયે.” પછી તે પાટણને પાદરે આવી પહોંચ્યો ને ઉતારે કર્યો, અને નગરની બહાર ત્યાંનાં સર્વે માણસને ઉજાણી આપી. સર્વે સારાં સારાં લૂગડાં પહેરીને ટેળેટેળાં થઈ આવ્યાં. પણ આ સર્વે શભા જોઈને રાણક દેવડી રાજી થઈ નહિ, પણ તે બોલી: સેરઠે–“બાળું પાટણ દેશ, જિસે પટોળા નીપજે;
સર સેરઠ દેશ, લાખેણું મળે લેબડી.” ત્યારે કોઈ ગુજરાતી સ્ત્રિયે તેને કહ્યું: “તમારે તે મહેટા સિદ્ધરાજ ઘણું છે.” ત્યારે તે બોલીઃ “હું મારા ધણને તે આવી સ્થિતિમાં મૂકીને આવી છું. –
વાયે ફરકે મુછડી, રાયણુ ઝબુકે દંત,
“જુઓ પટોળાં વાળિયે, લેબડી વાળીને કંથ.” એટલે તે સ્વિયે પૂછયું: “આવું છે ત્યારે તમારી આંખમાં આંસુ કેમ આવતાં નથી ?” ત્યારે તે બેલીઃ
પાયણને પડતે, કેહે તે કૂવા ભરાવીયે,
માણે મરતે, શરીરમાં સરણું વહે.” આ પ્રમાણે રાણક દેવીનું મન કશાથી પ્રસન્ન થયું નહિ. સિદ્ધરાજે બહુ માનભરેલી રીતે તેની સંભાળ લેવા માંડી, અને તેને પૂછ્યું: “તમારે કિયે ઠેકાણે રહેવાનું મન છે ?” ત્યારે તેણે કહ્યું: “હું વઢવાણ જઈશ.” સિદ્ધરાજ પડે તેને ત્યાં મૂકવા ગયો. પછી ભેગાવો નદીની તીરે ચિતા ખડકાવી અને રાણકદેવિયે તેના ઉપર પિતાનું આસન કર્યું. સિદ્ધરાજે તેને
१ जेसल मोडि मवाह वलि वलि विरूपं भावयिइ;
नइ जिम नवा प्रवाह नव घण विणु भावइ नहि. એનો ભાવાર્થ એ છે કે, હે નદી! હું જેમ મારે દેશ છોડી ધણી વિના વિરૂપ થઈ છું તેમ તે પણ નવા મેઘ વિના દુર્બલ થતી જાય છે અને તેના વિના શોભા પામતી નથી. તે તારા પર્વતરૂપી સ્થાનને ત્યાગ કર્યો છે એમ મેં પણું કર્યું છે માટે આપણે સરખાં છિયે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat