________________
૨૧૬
રાસમાળા
પછી રા'ખેંગારની લાશ પડી હતી ત્યાં આવીને તેને કહેવા લાગી. દહે–“સ્વામી! ઉઠે સૈન્ય લઈ, ખડગ ધરે ખેંગાર;
“છત્રપતિએ છા, ગઢ જૂને ગિરનાર. જેમ તે ખીણમાં નીચી ઉતરતી ગઈ તેમ તેણિયે દામોદર કુંડ' ધારગર વાડી અને ચંપાનું વૃક્ષ ઇત્યાદિ પિતાનાં જે વહાલાં હતાં તેમની આજ્ઞા લીધી. પછી ગિરનાર પર્વતને જોઈને બોલી;સેરઠે-“ઉચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે.
“મરતા રા'ખેંગાર, રંડાપ રાણક દેવડી.” પછી રસ્તે જતાં થડા ગાઉ ગયા પછી ગિરનારની બીજી બાજુએ પાછું વાળીને જોયું ને જાણ્યું કે એ વળાવાને આવે છે. તેથી તે બોલી: સેરઠેગોઝારા ગિરનાર! વલામણ વેરીને કિ,
મરતા રા'ખેંગાર, ખરેડી ખાંગે નવ થિયે.” જ્યારે તે ઘણે આઘે ગઈ અને ક્ષિતિજમાં ઢંકાઈ ગયેલે ગિરનાર તેને દેખાવે ત્યારે તેણે જાણ્યું કે એ પડી જાય છે કે શું તેથી તે બોલી
“મ પડ મારા આધાર, ચેસલાં કેણ ચડાવશે?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.” દેસલ અને વીસલે અગાઉથી સિદ્ધરાજ સાથે ઠરાવ કરી રાખે હતું કે રા'ખેંગાર મરાયા પછી દેસલને જૂનાગઢની ગાદી સોંપવી. સિદ્ધરાજ જેવો ઘર ભણી વાળે કે તે વેળાએ તેને પેલે ઠરાવ સંભારી આપે. સિદ્ધરાજે પ્રથમ તે કહ્યું કે “તું લે. પણ પછીથી તેણે વિચાર કર્યો કે એ બે ભાઈયે પિતાના સગા મામાને દગો દીધે તો કોઈ દિવસ મારાથી છૂટીને મારા સામા થાય ખરા. એથી પછી તેણે એ બન્નેને મારી નંખાવ્યા.
૧ આ નીચેનું થોડું કથન તુરીની વાતમાં વધારે છે. પછી દામાકુંડ આગળ આવીને બેલી – સેરઠેઉતરવાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે;
વળતાં બીજી વાર સામે કુંડ નથી દેખ.” પછી ધારગર નામની વાડી પાસે આવીને બેલીઃ
હે-“ચંપા! તું કાં મેરિયે, થડ મેહુ અંગાર;
“મેહરે કળિયું માણતા, મા રાખેગાર.” २ तई गद्दआ गिरनार, काहू मणि मत्सर परिऊ; मारीतां खंगार, एक सिंहह न ढालि उं.
-
-
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com