________________
રા' ખેંગાર
દુહા—ઝાંપા ભાંગ્યા ભેળ પડી, ભેળ્યે ગઢ ગિરનાર; ુદા હુમીર મારિયા, સેરઠના શણગાર.
આ અવસરે બંને ભણીનાં ઘણાં માણસો માણ્યાં ગયાં ને શ’ખેંગાર પણ પડે મરાયેા.
પછી સિદ્ધરાજને લઈ ને દૈસલ રાણક દેવડીને મહેલ ગયે, ને તેને કહ્યું: “મામી! અમે એ ભાઈ અને મામા ખેંગાર આવ્યા છિયે, બારણાં ઉધાડા.” તેણે બારણાં ઉધાડ્યાં. રાણક દેવડીને બે કુંવર હતા તેમાં માણે ૧૧ વર્ષના હતા તે બીજો ડગાયચા પાંચ વર્ષને હતા. સિદ્ધરાજે ન્હાનાને તેની પાસેથી ખૂંચવી લઈને મારી નાંખ્યા. પછી જ્યારે તે માણેરાને ઝાલવા ગયા ત્યારે તેની પાસેથી છટકી જઈને પેાતાની માની પછવાડે સંતાઈ ગયે તે રડવા લાગ્યા, ત્યારે તેની માયે કહ્યું:
સારકા—માણેરા તું મ રાય, મ કર આંખ્યા રાતિયા, “કુળમાં લાગે ખાય, મરતાં મા ન સંભારિયે.”
૨૧૫
સિદ્ધરાજે પછી આજ્ઞા કરીઃ “આ કુંવરને અહિં મારવા નહિ જો “રાણકદેવી પાટણ આવશે નહિ તેા હું એને મારીશ.” ખરૂં લેતાં તેણે કુંવરને છેવટે મારી નાંખ્યા છે; પણ ક્યાં આગળ તે જાણવામાં આવ્યું નથી.
પછી સિદ્ધરાજે રાણકદેવીને ગઢની બ્હાર ઠ્ઠાડી, એટલે રા’ખેંગારના ધેડાને જોઈને તે શાકાતુર થઈ ખેાલીઃ—
,,
સારા—“તરવરિયા તે ખાર! હઈયું ન ફાટ્યું હુંસલા ! “મરતાં રા'ખેંગાર, ગામતરાં ગૂજરાતનાં. પછી રાખેંગારના સાબરશૃંગાલને જોઈને ખેાલીઃ
“રે સાબરશિંગાલ ! એક દિન શિંગાળાં હતાં; “મરતાં રા'ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.” પછી મારને ખેલતા સાંભળીને તે ખેાલીઃ
૧કાંઉ કે ગષ્ઠ માર ! ગાખે ગરવાયે ચડી;
M
કાપી કાળજ કાર, પિંજર દાઝયો પાણિયે.”
૧ મેરની વાણીના શકુનથી પ્રિય પ્રિયા એકઠાં મળે એવું ધારવામાં આવે છે, માટે કુંડે છે કે અરે માર ! ગિરનારને ઝરૂખે રહીને હવે શું ટંકાર કરે છે? મારા કાળજડાની કાર કાપી અને મારૂં ડેવાનું પાંજરૂં એટલે ઘર પાણીયે બળ્યું-ભાવાર્થ સગા ભાણેજે ઘા કયારનુંય ભંગાગ્યું. હવે હું કિયા પ્રિયને મળવાની છું જે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com