________________
२०६
રાસમાળા સોરઠઃ “જે સાચે સેરઠ ઘડ્યો, ઘ િરાખેંગાર
“તે સાંજે ભાગી ગયે, જાતે રહ્યો લુહાર.” રા’ના નગરની નૈઋત્ય કેણમાં એક માર્ગ આવેલો છે, તે એક ઉત્કૃષ્ટ ખેતીવાડીના, અને ચિત્રપમ પ્રદેશમાં કેટલાક ગા સુધી ચાલે છે. તેમાં દેશમાં, આંબાવાડિયાં, આંબલિયે અને બીજાં વિશાળ ઝાડ આવી રહ્યાં છે. મહે આગળ ગ્રેનાઈટે જાતિના પથ્થરના ડુંગરાની હાર દેખાય છે, તેના ઉપર ભરચક વન લપેટાઈ રહ્યું છે, તે ઉત્તર અને પશ્ચિમમાં આઠ ગાઉ સુધી વિસ્તાર પામ્યું છે. ડુંગરાની ધારના સુમારે મધ્ય ભાગમાં એક મહેસું બાકોરું છે તે
દુર્ગાનું પ્રવેશ દ્વાર” કહેવાય છે. ત્યાં આગળથી એક રળિયામણુ ખીણ નજરે પડે છે, તેના આગમમાં નેમીનાથને પવિત્ર પર્વત, મહિમાવંત ગિરનાર છે, તે નીચી ધારની સાથે બે સાંધનારી પર્વતની શાખાઓથી સંધાયે છે. તેને મજબુત ગ્રેનાઈટ પથ્થરને સ્થૂળ ભાગ નીચેની ધાર કરતાં ઘણે ઉંચે આવી રહ્યો છે ને તેના ઉપર અણીદાર શિખરો અર્ધા ધુમસમાં અને વાદળામાં લપેટાઈ ગયેલાં ઝોકાં ખાય છે.
આ ખીણના મુખ આગળ પ્રાચીન જૂનાગઢ શહર વસેલું છે, તેના કેટની નીચે આસપાસના ગાઢ વનથી ભીતે ઘણીખરી ઢંકાઈ ગઈ છે. ઈશાન કોણમાં તેના બુરજાની નીચે સોનરેખા નદી વહે છે તેમાં તેની છાયા પડે છે, તેની પેલી મેર રજપૂતને જૂને કિલ્લો ઉપરકેટ કરીને છે, તે રા' ખેગાર અને તેની ભાગ્યહીણ સ્ત્રીનું રહેઠાણ હતું. આ કેટ આ દેશના કિલ્લાની બાંધણુને ઉત્તમ નમુનો છે. ? ઘણું વર્ષ થવાને લીધે પૂજ્ય, અને પિતાના સ્થાનકે કરીને અભુત, તેની ઘણું ઊંડી ખેદેલી ખાઈ તેના અને સંખ્ય અને સ્થળ બુરજ, તેની કેશીકાંવાળી કિલ્લાની ભીંત, કે જે તેનું બળ અને તેજ ધારણ કરી રાખેલી યોગ્યતા બતાવી આપે છે તે સર્વેથી, શ્રીકoણુની હજી લગણ પણ છાયા રહેલી એવા યાદવ કુળના ગુપ્ત મહિમા સાથે, તેઓની વિચારસંકલના થઈ સહવાસને લીધે જેનારની કલ્પના નહિ ઉશ્કેરાઈ હોય તે પણ તેના મનમાં તે અસર કરયા વિના રહે એમ નથી.
ખેંગારના નગરના દરવાજાથી નરેખા નદીને કિનારે કિનારે તેના મૂળ સુધી માર્ગ યાત્રાળુ લેકના પગથી ઘસાઈ ગયો છે, ત્યાં થઈને ગિરનારની ટોચે જવાય છે. ન્યાયી અને ઉદાર અશેકે બકરાં પડાવીને
--
-
-
-- ."
-
---
- .
૧ આ કેટ ચાહરિપુ (ચાહઅરિસિંહ ઉર્ફે ગારિયા) જેને મૂળરાજ સોલંકી સાથે આટકોટ પાસે લડાઈ થઈ હતી તેણે બંધાવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com