________________
२०४
રાસમાળા
રા' નવઘણ માંદો પડ્યો ને તેનું મોત પાસે આવ્યું પણ સોગન ખાધા હતા તેમાંથી કશું પણ કરવાની તેને જોગવાઈ મળી શકી નહિ. એટલા માટે તેણે પિતાના ચારે કુંવરને પાસે બોલાવ્યા ને કહ્યું કે મેં ચાર કામ કરવાને પ્રતિજ્ઞા લીધી છે તે પરિપૂર્ણ કરવાનું જે માથે લે તેને ગાદી ઉપર બેસવાનું છે. હેટ કુંવર રાયઘણુ હવે તેણે જોયરાને કેટ તેડવાનું કામ માથે લીધું. રાહે તેને ચાર પ્રગણું આપ્યાં, અને તેના વંશજની એક શાખા થઈ તે રાયજાદાને નામે હજી ઓળખાય છે. શેરસિંહ બીજે કુંવર હતો તેણે તે ઉપરાંત વળી કેલે કર્યો કે, હું હંસરાજ મહીડાને મારીશ; તેને પણ ચેડાં ગામ આપ્યાં; અને તે સરવૈયા રજપૂતનો વડિલ થયે. ત્રીજે કુંવર ચંદ્રસિંહ અંબાજીને ભક્ત હતા અને તેને માનતા હતી તેથી
ચૂડી પહેરત હતું. તેણે કહ્યું કે મારા ભાઈ એ જે બે કામ માથે લીધાં છે તે ઉપરાંત હું પાટણને દરવાજે તેડી પાડીશ, પણ ચારણને ગાલ ફાડી નાંખીશ નહિ; કેમકે એ કામ અપકીર્તિ કરનારું છે, તેને પણ થોડાં ગામ મળ્યાં અને તે ચૂડાસમા રજપૂતનો પૂર્વજ થયો. ખેંગાર જે સર્વ કરતાં બહાને હતું તે એકલાએ જ એ ચારે કામ પૂર્ણ કરવાનું માથે લીધું એટલા માટે રા' નવઘણ પોતે જીવતાં છતાં તેને જુનાગઢની ગાદિયે બેસાય અને પછી તરત જ મરણ પામે. | રા' ખેંગારે પિતાની પહેલી જ સાંઝામિક ચડાઈમાં ભેાંયરાને કિલ્લો તેડી પાડ્યો અને ત્યાંના રાજાને મારી નાંખ્યો; પછીથી હંસરાજ મહીડાને કલ કર્યો, ત્યાર પેઠે સિદ્ધરાજ જ્યારે માળવે ગયો ત્યારે ખેંગાર સેના લઈને પાટણ ઉપર ચડ્યો અને પૂર્વ ભણીને દરવાજે તેડી પાડ્યો. પાછો વળતાં, સિદ્ધરાજને પરણવાની રાણક દેવડી (દેવી) કરીને કાલડીના દેવડા રજપૂતની પુત્રી હતી તેનું હરણ કરી ગયો, અને તેની સાથે પરણ્યો. જ્યારે તેણે આવાં પરાક્રમ કર્યા ત્યારે પેલા દસોંદી ચારણે તેની ઘણું કીર્તિ ગાઈ તે ઉપરથી ખેંગારે હીરા મોતીથી તેનું મહ એટલે સુધી ભરી નાંખ્યું કે પાસે ઉભા રહેલા બેલી ઉઠયા કે “એના ગાલ ફાટી ગયા, એના ગાલ “ફાટી ગયા.” તે સાંભળી ખેંગાર બેલ્યોઃ “ચારણના ગાલ ફાડવાને માત્ર “એ જ ઉપાય ગ્ય છે, કાંઈ કટારવતે ફડાય નહિ.”
* પછી, સિદ્ધરાજ જાનાગઢમાં સેના લઈને આવ્યો, અને બાર વર્ષ સુધી લડે પણ જિત થઈ નહિ. છેવટે રા' ખેંગારના ભાણેજ દેસલ અને
૧ દેવીને ભક્ત હવાથી ચૂડી પહેરતે તેથી ચૂડચન્દ્ર કહેવાય અને તેના વંશના ચુડાસમા કહેવાય છે.
૨,
૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com