________________
રા' ખેંગાર
૨૦૫
વીસલ કરીને હતા તેઓ ખેંગાર ઉપર કાપીને સિદ્ધરાજ પાસે ગયા અને તેઓએ ભીતર રસ્તો બતાવ્યો ત્યાં થઈને તેણે પોતાની સેનાને કેટમાં ઘાલી. સિદ્ધરાજે ખેંગારને મારી નાંખ્યો ને રાણક દેવડીને વઢવાણ લઈ ગયો, તે ત્યાં સતી થઈ. સિદ્ધરાજે દેસલ અને વીસલનાં નાક કાપીને કહાડી મૂક્યા.
સિદ્ધરાજે રાણક દેવીને ઝાલી ત્યારે તેના જાણવામાં આવ્યું હતું કે તેણે પોતાના પતિને મારી નાંખ્યો છે, પણ તે જાણતી હતી કે તેને કેદ કર્યો છે. તેઓ વઢવાણુ આવ્યાં ત્યારે, સિદ્ધરાજે તેને કહ્યું કે મેં તારા પતિને મારી નાંખે છે. પછી તેણે તેને પિતાની સાથે પરણવાનું ઘણું કહ્યું પણ તેણિયે તેના અંતઃપુરમાં પેસવાની ના કહી, અને બેલી કે, મારા પતિનું મરદું મને આપીશ નહિ તે હું તને શાપ દઈશ. સિદ્ધરાજ ડરી ગયે તેથી મર૬ અપાવ્યું; અને બોલ્યો કે મેં અપરાધ કર્યો તેના બદલામાં શું પ્રાયશ્ચિત કરૂં? રાણકદેવી બોલીઃ “આ જગ્યાએ મારે માટે એક દેવાલય બંધાવ, તારી ગાદી ઝાઝા દિવસ ટકશે, પણ તે મારા કુંવર માર્યા છે માટે હું તુને શાપ દઉં છું કે-તારી પછવાડે ગાદી ઉપર બેસનાર પુત્ર થયા “વિના તું મરણ પામીશ.” પછી તે પિતાના પતિની પછવાડે સતી થઈ
સેરઠના લોક આજે પણ જાનાગઢના જાના રા'ને બહુ સંભારે છે અને એક કહેવત તેમનામાં ચાલી છે તે એ કે,
———–
૧ સિદ્ધરાજે કદાપિ ઈંગ્લિશ રીચર્ડ રાજાની પેઠે રાણકદેવીને વિનવી હશે-બહે બાન જેણે તને તારા પતિનાથી નદી પાડી તેણે તને તે પતિના કરતાં સારે પતિ મેળવી આપવામાં મદદ કરવાને એ કામ કર્યું છે.
હેનરી રાજાને મેં મારો પણ તેમ કરવાને ઉશ્કેરણી આપનાર તારી સુંદરતા “હતી * * * હા એડવર્ડને કટાર વો મેં મારો પણ એ કામ તારે દિવ્યા “મુખે મારી પાસે કરાવ્યું.”
૨ મેવાડના ઈતિહાસમાં લખ્યું છે કે, દ્વારકાની પાસે કાલિવાવના પરમાર રાજાની પુત્રીને ચિડવાળા બાપાથી અસિલ નામે પુત્ર થયો હતો તેને સોરઠમાં વતન માર્યું અને તેણે અસિલ ઘેલાતીની જતિ સ્થાપી. તેને કુંવર વિજયપાળ સિંગરામ ડાબી પાસેથી બળાત્કારે ખંભાત લેવાના પ્રયત્નમાં મારો ગયો હતો એવું કહે છે. વિજયપાળની સ્ત્રિોમાંથી એક સ્ત્રીનું અકાળ મૃત્યુ થયું, અને તેને અધુરે દિવસે સેત નામે પુત્ર આવ્યો. આવી સ્થિતિમાં મરનાર ભૂત થાય છે એવું હિન્દુ કે માને છે અને તે ચૂડેલ કહેવાય છે તેથી સેતુનાથી જે જાતિ ચાલી તે ચૂડેલ કહેવાઈ. અસિલથી બારમે બીજ થયો તેના મામા ગિરનારના રા' ખેંગાર પાસેથી સેનલ મળ્યું, પણ તે જયદેવસિંહને હાથે માણ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com