________________
૨૧૨
રાસમાળા પહોંચ્યો એટલે બાબરો તેને ત્યાં આવી મળે. તેણે પાંચ હજાર ને બસે ભૂત એકઠાં કહ્યાં હતાં. તેઓએ સિદ્ધરાજની આજ્ઞા ઉપરથી એક રાતમાં ત્યાં આગળ એક તલાવ બનાવી દીધું. પછી વાઘેલથી સેના ઉપડીને મુંજપુર ગઈ ને ત્યાંથી ઉપડીને ઝીંઝુવાડેર ગઈ ત્યાં ભરવાડને મુખી ધાંધે
૧ ગુજરાતમાં અસલનાં તલાવ તથા ધર્મની ઈમારત છે, તેમાં જે હિંદુ ધર્મની હોય છે તે સિદ્ધરાજ જયસિંહે (તેના લોકપ્રસિદ્ધ સધરા જેસિંગના નામથી) બંધાવેલી ગણાય છે અને મુસલમાની ધમૅની હોય છે તો સુલતાન મહંમદ બેગડાની બંધાવેલી ગણાય છે, અને તેઓને તે અથવા જેદે મદદ કરેલી ગણવામાં આવે છે. એ જ રીતે બીજા દેશમાં જે લોકપ્રસિદ્ધ થરવીર પુરુષો થઈ ગયેલા છે તેમને વિશે પણ કહેવામાં આવે છે.
“કંન્સ અને ઇંગ્લંડમાં જે લશ્કરી ખાતાની ઈમારતો છે તેની મૂળની વાત “અંધારામાં રહી ગઈ છે. એટલે સામાન્ય રીતે તેને સંબંધ સીઝર સાથે લગાવી દે છે. કેમકે તે બહુ પ્રસિદ્ધ લડવે થઈ ગયું છે અને તેનાં પરાક્રમથી તે દેશના
આદિ ઇતિહાસમાં એક ભાગ બની રહ્યો છે. આ પ્રમાણે લંડનને ટાવર તે મહાહા થશવંત દેહાએ ચણાવ્યું છે એવું સામાન્ય રીતે કહેવામાં અાવે છે. શેકસપિયરના નાટકમાં બીજ રિચર્ડની ભાગ્યહીલુ રાણી કહે છે કે, જુલિયસ સીઝરના અપશુકનિયાળ ટાવરમાં પેસવાને આ રસ્તો. વિન્ડસર કયાકલના નીચેના “મેહુલ્લામાં બે ટાવર” છે તે પણ “સીગરને ટાવર “ કહેવાય છે; પણ ઈતિહાસવિષયક અદ્દભૂત કથાઓના ખરેખ માનનારા એના મૂળની વાત સીઝરને લાગુ કરવાને હિંમત ચલાવી શકતા નથી. તેમ જ ક્રાજ દેશમાં ગમે છે ચમત્કારિક વસ્તુ હોય તે તેને સંબંધ અસલથી પરિયો, ભૂત, કે સીઝર સાથે જણાવવામાં આવે છે.” પારીસના ઇતિહાસ ઉપરથી.
* ૧ ચાતુર્વેદી મઢ બ્રાહ્મણના વહીવંચા બારોટોના ચોપડામાં લખ્યું છે કે બિસરખેજના રહેવાસી મોઢ બ્રાહ્મણ ઉપાધ્યાય ભાણાએ પોતાના પિતા ઝંડાને નામે સંવત ૧૧૪૯(સન ૧૯૩)માં સેલંકી કણરાજની છેલ્લી કારકીર્દીમાં વીઝુવાડા ગામ વસાવ્યું. અને તેની સાથે બીજે અગિયાર ગામ ઓડ, મેલાડું, આકરિયાણ, ઝાડિયાણ, પાડીવાલું, રેજિયું, સુરેલ, ફતેહપુર, નગવાડું, ધામા, અને ભલગામ, એમ કુલ ૧૨ ગામ વસ્યાં.
સોલંકી સિદ્ધરાજ જયસિંહે સંવત ૧૧૬૫ સન(૧૧૦૯)ના મહા સુદિ ૪ રવિવારે રીંઝુવાડાને ગઢ બાંધવાનું મુહૂર્ત કર્યું અને તે કામ ઉપાધ્યાય ભાણુના પુત્ર વાસેશ્વર વેહરાને સોંપ્યું. અને ગટના કામમાં સહાય થવાને માતાશ્રી રાજબાઈનું સ્થા૫ન ગઢને વાલે કઠે કહ્યું.”
વળી એ ચોપડામાં વિરોષ વાત એ છે કે–“ સંવત ૧૩૫૪(સન ૧૨૯૮ના પિષ શુદિ ૨૧ ભમવારે દિલ્લીના પાદશાહ અલાઉદીન નીમીલજી)નું લશ્કર આવ્યું તેણે ઝીંઝુવાડા જિતી લીધું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com