________________
૧૯૮
રાસમાળા
“રજા આપવી જોઈએ.” રાજાએ તેને પિતાની પાસે રાખવાને ઘણય આગ્રહ કયો પણ જગદેવે માન્યું નહિ. પ્રધાન અને સામંતોએ પણ ઘણું કહ્યું, પણ જગદેવે તે જવાની રજા જ માગ્યાં કરી. છેવટે રાજાને નમન કરીને અને બધા સાથને રામ રામ કરીને જગદેવ ત્યાંથી ચાલતો થયો. સિદ્ધરાજની પુત્રી પણ તેનાં માબાપને, બધુજનેને, બહેનપણિયોને ભેટીને જગદેવ સાથે ચાલી.
આવી રીતે જગદેવ પાંચ હજાર અશ્વાર સહિત પાટણથી સિધાવ્યો. તેની આગળ આઠ હજાર પાયદલ ચાલવા લાગ્યું. દર મંજલ ચાલતાં તેઓ ટુકડે આવી પહોંચ્યાં. કાસદે ચાવડા રાજાને સમાચાર કહ્યા; તેઓએ વધામણી માગી. કુંવર બીરજે તેમને વધામણું આપી; તેણે નેબત અને વાદિવ્ય વજડાવ્યાં; નગરને શૃંગાણું, અને કુંવર મોટી ધામધૂમથી સામે મળવાને ગયે; સર્વેએ તેને મોતિયે વધાવ્યો ને એક બીજાને મળ્યા. જગદેવ ત્યાં એક મહિના સુધી રહ્યો. લેકેએ પાટણના સમાચાર સાંભળ્યા હતા પણ ચાવડિયે પહેલેથી તે છેલ્લે સુધી સર્વે વાત માંડીને કહી. સર્વે ખુશી થયાં.
એક મહિના પછી જગદેવે જવાની આજ્ઞા લીધી ને ધાર ભણી ચાલ્યો. અગાઉથી જ જગદેવ આવવાના સમાચાર ધાર જઈ પહોંચ્યા હતા, તથાપિ રાજાને એ સમાચાર ફહેવા તેઓએ એક વધામણિયા મોકલ્યો. રાજા તે સાંભળી ઘણે જ ખુશી થયો; વધામણિયાને રાજાએ ઘરેણાં, કડાં અને મોતી આપ્યાં. સોલંકિણું રાણીની હજૂરમાંથી વધામણિયાને બેવડી વધામણી મળી. પછી રાજાએ જગદેવને સામા તેડવા જવાની તૈયારી કરી; નગર શુંગાર્યું. ઉદયાદિત્ય રાજા, પાલખી, ઘેડા, અને હાથી લઈને તેઓને તેડવા સામે ગયો. જગદેવ પિતાના પિતાને પગે લાગે; પિતાના ભાઈભત્રીજાઓ, સામંત, • ઠાકર, રજપૂત, પ્રધાન, ધનાઢ્ય ગૃહસ્થો એ સર્વેને મળ્યો; તેણે પિતાના બન્ને કુંવરોને પોતાના બાપને પગે લગડાવ્યા, રાજા ઘણો ખુશી થયો. ઘણા ચારણભાટ લેકે જગદેવની કીર્તિ ગાવા લાગ્યા.
આ પ્રમાણે તેઓ સર્વે ઠેકાણેથી રામ રામ લેતા ઘણા પાખરિયા, બખતરિયા મોટા હાથીના સાથ સહિત નગરમાં પિઠા. જગદેવ પ્રથમ જઈને પિતાની માતા સેલંકિણું રાણીને પગે લાગ્યો. માતાએ તેનાં ઓવારણાં લીધાં; ત્રણે વહુ સાસુને પગે લાગી. સોલંકિણું રાણી પિતાના પુત્રને અને વહુઓને જોઈને અત્યંત હર્ષ પામી અને બોલીઃ “હું આ જગતમાં ભાગ્યશાળી કે મેં મારા પુત્રનાં આવાં કામ મારે કાને સાંભળ્યાં અને તેમને મારી નજરે દીઠાં.” કુંવરે પોતાની વડીઆઈને ખોળામાં જઈને બેઠા. ત્યારે રાજા ખુશી થઈને બોલ્યોઃ “ઓ પુત્ર! તેં પરમારની પાંચસે શાખાઓ ઉજાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com