________________
૨૦૦
રાસમાળા
“રાણું વાત સાંભળે તે તેનું કાયરપણું, કુપણુપણું અને તે છડાઈ એ સર્વે “નાશી જાય; તેઓને કદિ સંકટ આવી પડે નહિ. આ પ્રમાણે વિચાર કરીને “વાંચનાર વાંચશે, કવિ ગાશે, અને સામતે સુણશે, તે અમરપુરીમાં જેઓ વસે છે તેમને જેટલું આનંદ થાય છે તેટલો આનંદ થશે.”
આ પ્રમાણે પ્રતાપી અને શૂરવીર જગદેવ પરમારની વાત છે.
પ્રકરણ ૯.
રા' ખેંગાર, પ્રબંધ ચિંતામણિને કર્તા લખે છે કે, સિદ્ધરાજે આહિર રાણા અથવા ભરવાડ રાજા, નામે નવઘણ ઉપર ફેજ મોકલી. તે ફેજે જઈને વદ્ધમાન અથવા હવણું જે વઢવાણું કહેવાય છે તેને અને બીજા શહેરોને ઘેરે ઘાલ્યો, પણ ઘણી વાર પાછા હઠવું પડ્યું. છેવટે રા'ખેંગારના વારામાં સિદ્ધરાજ જાતે ચડ્યો, અને તે રાણના ભાણેજની કપટરચનાઓ કરીને તેને ઝાલ્યો અને મારી નાંખે. તેની રાણીયે ઘણો જ શોક કર્યો અને તેને રાખેંગારની સાથે જ જીવ આપવાને પ્રસંગ મળે નહિ, માટે વિલાપ કરવા લાગી છે, (સેર.)-વાઢી તે વઢવાણ, વિસારતાં ન વિસરાઈ
સોના સમા પરાણ, ભગવાહ તઈ ભગવાઈ અહિં નવઘણુ (નોંધણ) અને ખગારના નામ વચ્ચે ગુંચવણ પડે છે. એ નામ બે જૂદા જૂદા પુરૂષ–બાપ અને દીકરાને લગાડ્યાં છે. તેઓ યાદવ કુળના રાજા હતા અને સોરઠમાં ગિરનાર અથવા જાનાગઢમાં રાજ્ય કરતા હતા, તેમાં સિદ્ધરાજને સામાવાળિયે, જેને તેણે મારી નાંખ્યો તે અંગાર હતા, અને વઢવાણમાં જે રાણું મરણ પામી તેને તે સ્વામી હતા.
એક ભાટ કહે છે કે, રાખગારના પિતા રા'નવઘણે મહીકાંઠા ઉપ
૧ જાનાગઢના જાદવ (ચૂડાસમા) રાજાઓમાં ચોથો રાજા રા ચાહરિપુ (ગારિો ૧ લો) ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી હતા. તેણે મૂળરાજ સાથેની ઈ. સ. ૧૭૯ માં થયેલી લડાઈમાં હાર ખાધી. તે પછી તેને કુંવર (૫) રા' કવાટ ઈ. સ. ૯૮૨ થી ૧૦૦૩ સુધી થયો. એણે આબુના આવા રાજાને દશ વખત પકડી છોડી દીધું હતું પરંતુ શિયાળ બેટના પરમાર રાજા વીરમદેવ (કાઈ એને મેધાનંદ ચાવડે પણ કહે છે તે) રાજાઓને યુક્તિથી પકડી લાકડાનાં પાંજરામાં પૂરત, તેણે જાદવ સિવાયના છત્રીસ કુળના રજપૂત રાજાઓને પકડ્યા હતા. તેણે સેમનાથ પાટણમાં વહાણ બતાવવાને બહાને રા” ને તેડી જઈ દળેથી પકડી ગયો અને કેદમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com