________________
૧૯૪
રાસમાળા
હર્ષથી સામૈયું લઈ જઈ જાનને નગરમાં લાવ્યા. રાજા કેલને જગદેવના કુળની ખબર હતી, ને વળી પ્રધાને ફરીથી કહી સંભળાવીને તેને બધું સંભારી આપ્યું, તે સાથે કહ્યું: “એ મહાન રજપૂત છે, એક શુરવીર, અને “એક ધીર પુરૂષ છે. –હાની કુંવરી એને ઘો.” એ કુવરીનું નામ ફલામતી હતું, તેનું નાળિયેર જગદેવે લીધું. રાજા કુલ(જામ લાખા)ને માંડવે સિદ્ધરાજ સેલંકી અને જગદેવ પરમાર બે જાડેજી કન્યાઓ લહેરે પરણ્યા. કુળાચાર પ્રમાણે વરદક્ષિણું ઇત્યાદિ ભેટ કરીને પછી તેઓને રજા આપી. તેઓએ ઘણું દિવસ સુખમાં ફહાડ્યા. પછી ચાવડાને પિયેરથી તેડું આવ્યું એટલે જગદેવની આજ્ઞા લઈને ચાવડી પોતાના બાપને ઘેર ગઈ
જગદેવની બાકી રહેલી વાત રસિકને બદલે જરા વિસ્મયજનક છે. સિદ્ધરાજની જાડેજી રાણુને કાળભૈરવને વળગાટ હતો, તેની સાથે લડીને અને તેને વશ કરી લઈને જગદેવે સિદ્ધરાજને પિતાના વધારે ઉપકારના બોજા નીચે કેવા પ્રકારે આપ્યો તે સંબંધી ભાટ યથાસ્થિત વર્ણન કરે છે.
૧ જામ લાખાને.
૨ આ વાતના ઇતિહાસવિષયક ઉપયોગીપણાને લીધે આ જગ્યાએ ખુલાસો કરવાની અગત્ય દિસે છે, તે એ કે- લગ્ન થયું હેય નહિ તે રજપૂતના કુળમાં લગ્ન થયાનું જૂઠું કહેવાની એટલી બધી છૂટ લઈ ભાટથી હિંમત ચલાવી શકાય નહિ. જો એમ કરે તે જેટલાને સંબંધ હોય તેટલા બધાની અવકૃપા ભાટ તેના પોતાના ઉપર ખેંચી લે.
૩ આ વાતને પ્રસંગ નીચે પ્રમાણે બંધબેસતે કરી શકાય છે –
જાડેજી રૂપે રંગે સારી હતી. તે મૃગનયની, પદ્યની સમાન શેભતી. તેને અંગ પરાગ છતાં નિત્ય પાંચ રૂપિયાની સુગંધી ચોળી પહેરતી. હાતી વેળા તેના પાણીના પ્રવાહની જગ્યા ઉપર ભેગી ભ્રમર ગુંજાર કરી મૂકતા. આથી રાણુને ઘણું પ્રકારનું દુઃખ થતું હતું. કાળભૈરવને સિદ્ધરાજને વળગાટ હતાં આ બળતરાથી સિદ્ધરાજ નિત્ય નિત્ય સૂકાવા લાગ્યા, તેનામાં ઊદાસીને પ્રવેશ થયે. તેને કઈ પ્રકારના રંગભેગ કે રાજકારભાર ઉપર પ્રીતિ રહી નહી.
આ પ્રમાણે પાંચ માસ વિત્યા, ત્યારે જગદેવે તેનું કારણ જાણવાનો નિશ્ચય કરો. એક દિવસ રાત્રિ પડવા આવી એટલે સર્વ દરબારી લોક આજ્ઞા લઈ વેરાઈ ગયા, પણ જગદેવ ગયે નહિ. રાજાએ તેને જવાનું કહ્યું ત્યારે તે બેઃ “મહારાજ! આપના મનમાં ઊંડી વેદના શી છે તે મને કહો. ત્યારે સિદ્ધરાજ નિશ્વાસ નાંખી : “કુંવરજી! મારા મનનું દુઃખ મારું મન જ જાણે છે. દુહા. હઈડા ભીતર દવા બળે, કય ન જાણે સાર;
કે મન જાણે આપણું, કે જેણે કર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com