________________
જગદેવ પરમારની વાત
૧૯૫
વળી ચામુંડા માતા એક ભાટની સ્ત્રીને વેષ લઈને રાજાના દરમાં માગવાને આવ્યાં ત્યારે જગદેવે પેાતાનું માથું તે દેવીને આપીને પેાતાના ધણી સિદ્ધરાજના કરતાં ઉદારતાની લડાઈમાં પણ તે કેવી રીતે વધ્યા તે સંબંધમાં વળી આપણને ભાટ લેાકેાની દંતકથા અદ્ભુત હકીગત જણાવે છે.
“કુંવરજી! એ વાત કાને થાય ? હેવાની અગત્ય લાગે પણ કાને હેવી તે સૂઝે નહિ, પણ તમે મારા દાતા છે. તેથી આજે તમે આ ડોઢીમાં થઈ રાણીની સ્થિતિ જોજો એટલે મારા મનની વેદના સધળી તમારા જાણવામાં આવી જશે.”
પછી સિદ્ધાજ હેાગ્યો એટલે જગદેવ ઢાલ, તરવાર અને શત્રુ સજી, દાડમ તથા ચમેલીની વાડીમાં બેઠે. પછી અર્ધ રાત્રિ વીતી એટલે કાળભૈરવે રાણીમાં પ્રવેશ કરચો, એટલે તેને નાના પ્રકારની પજવણી અને અતિશય દુ:ખ થવા લાગ્યું. તે જોઈ જગદેવે જાણ્યું કે આવું દુઃખ સિદ્ધરાજ કૈાની આગળ કહે? પછી તે હાથમાં તરવાર ઝાલી, ઢાલિયા ભણી કૂદી પડ્યો ને ચેટલા પકડીને ભૈરવને કહ્યું કે, પરકાયામાં પ્રવેશ કરનાર ચાર સાવધ થા. ઘણા દિવસથી તું ખેંચી જતા હતા પણ આજે હું જગદેવ તને મળ્યા છું, એટલે તું ઉગરવાને હવે નથી. પછી ભૈરવે ઘણા ચમત્કાર પ્રકટ કરચો, છતાં જગદેવે તેનું કાંઈ ચાલવા ન દેતાં તેને એવા તેા સપડાવ્યા કે ભૈરવ નિર્બળ થયા. એટલે તે ખેલ્યા: હુવે મને છેડ. હું હવે પછી દૃિ આ શરીરમાં નહિ આવું.” પછી જગદેવે તેને આવેશ ઉતારવા વળગાટવાળી રાણીને એક ભોંયરામાં ઉતારી વળગાટથી મુક્ત કરી પાછી મ્હાર આણી. ખીજે દિવસે સવારમાં જગદેવ પરમાર દરબારમાં મળ્યા ત્યારે સિદ્ધરાજે તેને બે હજાર ગામ, કડાં, મેાતીની માળા ઇત્યાદિ આપ્યું.
૧ કાળા ભરવ ને ગોરા ખેતરપાળ એ બે ચામુંડા માતાને અખાડે વીર રમે, અને ત્યાં બધા ચેલા નાચ કરે. તેમાં ગેારા ખેતરપાળને એકલા જોઈ માતાએ પૂછ્યું કે કાળા કયાં ? ત્યારે તે ખેલ્યા: “બ્જાતાજી! તમારાથી શું અજાણ્યું છે?” પછી માતાએ જ્ઞાનદૃષ્ટિએ વિચારી જોયું તે સર્વે વાત જાણવામાં આવી, અને ખેલી: “મેં એને વારચો હતા કે જગદેવ પરમાર હોય ત્યાં તારે જવું નહિ પણ એણે મારું માન્યું નહિ.” એમ કહી પછી માતાએ તેને છેડાવવા ભાટડીનું રૂપ ધરું. તેણે કાળા ભૂત, દુર્બળ, અને ઘરડી ડોશીનું રૂપ ધર્યું. તેના દાંત લાંબા હતા. દેખાવમાં ઘણી બિહામણી હતી, માથે લટિયાં વિખરાયલાં ને તેલમાં લટ્ટખટ્ટાયલા ધેાળા શેતર જેવા વાળ હતા. કપાળે સિંદૂરની પિયળ કરેલી હતી. ખભા ઉપર કાળી લાબડી એહેડી હતી અને કાળા ઉનના કાંખળા હેરચો હતેા તથા સિંદૂરમાં લટ્ટખદ કરેલી કાંચળી વ્હેરી હતી. એવે રૂપે હાથમાં ત્રિશૂલ લઈને સિદ્ધરાજને દરબાર આવીને ડાબે હાથે સિદ્ધરાજને આશીર્વાદ દીધા ને જમણે હાથે જગદેવને દીધા અને છેડા માથે એઢચો. એટલામાં કાઈ કામપ્રસંગે જગદેવ પેાતાને ઉતારે ગયા; એટલે રાજાએ પેાતાના કરતાં જગદેવ પ્રતિ તેની વધારે માનભરેલી રીતિ જોઈને માતાને એવી ન્યૂનાધિકતાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે ઉત્તર આપ્યા: “મૈં આપ્યું એટલું બધું માન જગદેવ પર“મારને ચેાગ્ય છે.” રાજાને આ વચનથી અંત:કરણમાં ખાટું લાગ્યું અને તેને કહ્યું: “જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com