________________
૧૯૨
રાસમાળા આંખમાં ઉંધ આવવા લાગી નહિ. પાછલી ચાર ઘડી રાત્રે રહી એટલે જગદેવને બોલાવવાને ચાકર આવ્યા. તે ઉઠી દાતણપાણી કરીને નહાવ્યો અને સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા કરી, માળા કરવા બેઠે ને કપાળે ટીલું કરીને પ્રહર ફાટયો એટલે રાજા પાસે ગયે.
જગદેવ દરબારમાં આવ્યો ત્યારે સિદ્ધરાજ દરબારમાં બેઠેલો હતો. તે પિતાની રાજગાદી ઉપરથી ઉઠીને તેને ભેટયો; અને પિતાની પાસે એક બીજી ગાદી પથરાવીને તેના ઉપર બળાત્કારે તેને બેસાર્યો. પછી જે સામંતને તેણે ખબર ફાડવાની આજ્ઞા કરી હતી તેઓને બેલાવીને પૂછયું કે “તમે રાતેરાત “શા સમાચાર મેળવ્યા છે?” તેઓ બોલ્યાઃ બે ગાડાંમાં ચાર માઉ હતી;
એક ગાડામાં જે હતી તેને દીકરી અવતરે હતો માટે ગાતી હતી, અને બીજા “ગાડાવાળીને દીકરો મરી ગયો હતો તેથી તે વિલાપ કરતી હતી.” સામેની આવી વાત સાંભળીને સિદ્ધરાજ ધિ કાર સાથે હસીને બોલ્યો: “તમે લાખ “લાખના પટાવાળા છો; તમે મોટા સ્તંભ છે; તમે ખબર લાવો નહિ તે “પછી લાવશે કેણુ?” પછી જગદેવના ભણી ફરીને બોલ્યોઃ “રાતે જે નિપજ્યું હોય તે તમે ફહે.” જગદેવ બોલ્યા: “સામતિએ જેમ કહ્યું તેમ જ હશે.” રાજા કરીને બેલ્યોઃ “જેમ બન્યું હોય તેમ અથથી તે ઇતિ સુધી “માંડીને કહો; મેં બધું સાંભળ્યું છે.” જગદેવ બોલ્યોઃ “જે મ કાંઈ પણ જોયું “હેય તે કહું, -બનાવીને વાત કહેતાં મને આવડતી નથી.” પછી જગદેવની ઉદારતા કશીને, અને તેનું ધૈર્ય જોઈને સિદ્ધરાજ જયસિંહ બોલ્યોઃ “એ “સામતિ! ભાયાત! અને ઠાકોરે! વાત સાંભળો. આજ સવારમાં પહેલે “પ્રહરે મારું મરણ થવાનું હતું; પણ હવેથી, જગદેવના પ્રતાપથી હું અડ“તાળીસ વર્ષ સુધી વધારે રાજ્ય ભોગવવાનો છું. એના બે દીકરાનાં, એનું, “અને એની સ્ત્રીનું માથું દેવિયાને આપવાને એ તૈયાર થયો, મોટા દીક“રાનું માથું તો ખરેખરું એણે કાપીને આપ્યું હતું. આ ઉમરાવની હિમ્મત અને સ્વામીભક્તિ તથા એની સ્ત્રીને એના પ્રતિ અતિ પ્રેમ જોઈને દેવિ
એ સર્વ ક્ષમા કર્યું અને મને આવરદા પણ આપે. આજથી હું રાજ્ય “કરીશ તે જગદેવ કુંવરના પ્રતાપથી કરીશ. તમે કાંઈ લાભ મેળવી લેવા
૧ દુષ્કાળ અથવા કોઈ સંકટ આવી પડવાથી ઘરબાર છોડીને જે માણસ ભટકતા કરે છે તે માઉને નામે ઓળખાય છે. મારવાડના વાણિયા મા કહેવાય છે. અને તેઓ કચ્છ કે કાઠિયાવાડમાં આવી રહેલા છે, તે આજે પણ પોતાની અવટંક “માલ” કહે છે. મા શબ્દનો અર્થ દુઃખી થાય છે. મારવામાં કાળ પડે છે ત્યારે ત્યાંના લોકે દેશાન્તરમાં નિર્વાહ અર્થ ટક્તા ફરે છે. તેઓને મારવાડની કાઉ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com