________________
૧૯૦
રાસમાળા ગ અને નમન કરીને બોલ્યોઃ “તમે વધાવાનાં ગીત ગાઓ છે, તમારામાં મુખ્ય કોણ છે અને તમે એવડાં સાથી રાજી થયાં છે કે આ પ્રમાણે ગાઓ છે ?” તેઓ બેલિયેઃ “અમે દિલ્હીની ઈષ્ટ દેવિયે છિયે. અમે સિદ્ધરાજ જયસિંહને લેવા સારૂ આવિયો છિયે. જે પણે વિમાન છે, એટલા “માટે અમે વધાવા ગાઇયે છિયે.” જગદેવ બોલ્ય: ઈ વેળાએ એમનું મત છે?” દેવિ એલિયે: “સવારમાં સવા પ્રહર દિવસ ચડતાં સેવા કરવા
સ્નાન કરી એ તૈયાર થશે અને પિતાંબર પહેરીને બાજઠ ઉપર ઉભો રહેશે “તે વેળાએ અમે એને મારીશું એટલે એ શરીર છોડશે.” ત્યારે જગદેવ બેલ્યોઃ “હવણના કાળમાં સિદ્ધરાજ જેવો કઈ રાજા નથી. કેટલું પુણ્યદાન
કે બાધા આખડી કરિયે કે જેથી સંકટમાંથી એ ઉગરે?” તેઓ બોલી: “એ ઉગરે એ માત્ર એક જ ઉપાય છે; જે કોઈ રાજાની બરાબરિયા “સામંત પિતાનું માથું કાપીને અમને અર્પણ કરે તો સિદ્ધરાજ જયસિંહને “આવરદા વધે.” જગદેવ બેલ્યો: “જે મારું માથું કામ લાગે એમ હોય તે “તે લઈને સિદ્ધરાજને આવરદા અને રાજ્ય વધારે. જો એમ હોય તે હું તૈયાર છું.” દેવિયાએ કહ્યું: “જે તું તારું માથું ચડાવે તે સિદ્ધરાજ ઉગરે.” ત્યારે જગદેવ બોલ્યોઃ મને થોડી ઘડીની રજા આપો, હું જઈને “મારી સ્ત્રીને સર્વ વર્તમાન કહું છું અને તેની આજ્ઞા લઈને પાછો આવું છું.” દેવિ ખડખડ હસવા લાગી. “કેઈ સ્ત્રી પોતાના ધણનું મોત થાય “એવું માન્ય કરે નહિ; પણ જા અને પૂછ, અને સત્વર પાછો આવ.”
આવી આજ્ઞા મળી એટલે જગદેવ પિતાની મેળે ઘર ભણું પાછો વળ્યો. સિદ્ધરાજે મનમાં વિચાર કર્યો કે, હવે એ પાછા આવે છે કે નહિ તે જોઉં છું, અને ચાવડી શું કહે છે તે પણ જણાશે. એમ ધારી તે પણ તેની પછવાડે ચાલ્યા. જગદેવ પાછો આવીને ઘરમાં પેઠે અને ઉપલે માળે ચડ્યો, તે ચાવીને ભેટયા; સિદ્ધરાજ જયસિંહ વહૂવરની વાત સાંભળતો સંતાઈ રહ્યો; નિત્યની રીત પ્રમાણે તેઓ ભેગાં બેઠાં. જગદેવ બોલ્યોઃ “ચાવડી ! વાત આમ બની છે.” ચાવડી હાથ જોડીને બોલીઃ “સ્વામીનાથ! શી આજ્ઞા છે?” પછી જગદેવે બધી વાત માંડીને કહી, ને બોલ્યોઃ “હું તારી રજા લેવાને આવ્યો છું.” ચાવડી બોલી: “ધન્ય ઘડી! ધન્ય રાત ! આવા દિવસને માટે જ આપણે “લૂણુ ખાઈયે છિયે. તેમને જીવ આપે. જીવને સટે જ ખાવાનું, તુષ્ટિદાન “અને ભૂમિ પળે છે, તમે ઘણો સારે નિશ્ચય કરયો છે; રજપૂતને એવો ધર્મ છે. સિદ્ધરાજ જીવશે અને રાજ્ય કરશે તે સર્વે સારાં વાનાં છે. “એમ નહિ તે પછી જિવતર શા કામનું છે? પણ સ્વામીરાજ ! મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com