________________
જગદેવ પરમારની વાત
૧૯૧ એક વિનતિ છે. મારે શા માટે જીવવું જોઈયે; બે પ્રહર માટે હું એટલું “બધું સંકટ વેઠું ? તમારી સાથે હું પણ મારે જીવ આપીશ.” જગદેવ બેઃ “પણ બાળકેની શી વલે થશે?” ચાવડી બોલીઃ “ત્યારે એમનું “પણ બલિદાન આપે.” ત્યારે જગદેવે કહ્યું: “જે એમ જ હેય તે હવે “ઢીલ કરવી નહિ.” જગદેવ મહેટા કુંવરને હાથે વળગાડીને ઉતર્યો; ચાવડી તેમની પછવાડે નેહાના કુંવરને લઈને ઉતરી. સિદ્ધરાજ જયસિંહને ઘણું જ આશ્ચર્ય લાગ્યું, ને મનમાં કહ્યું: “બહુ સારું કર્યું રજપૂત! અને ઘણું ઠીક “કયું રજપૂતાણું !”
તે પછી તે ચારે જણ આગળ ચાલ્યાં. શું બને છે તે જેવા રાજા પણ પછવાડે ચાલ્યો. જગદેવ અને ચાવડી દેવિયેની પાસે આવી પહોંચ્યાં. તેઓ બેલિયે; “જગદેવ ! તારું માથું કાપવાને તૈયાર છે ?” તે બોલ્યોઃ “મારા માથાને સટે સિદ્ધરાજના આવરદામાં કેટલાં વર્ષ વધારશે ?” તેઓ બેલિયે: “એ બાર વર્ષ સુધી રાજ્ય કરશે.” ફરીને જગદેવે કહ્યું: “ચાવડી “અને બે બાળકોના જીવ મારા જીવ જેટલા જ અગત્યના છે, માટે ચાર
જીવને સટે સિદ્ધરાજને અડતાળીસ વર્ષને આવરદા આપો; હું ચાર જીવ આપું છું.” દેવિયો બોલીઃ “તથાસ્તુ.” એટલે ચાવડિયે પિતાને પહેલો કુંવર તેની આગળ રજુ કર્યો. જગદેવે પોતાની તરવાર કુહાડીને કુંવરનું માથું કાપી નાંખ્યું, ને બીજા કુંવરને તૈયાર કર્યો, એટલે દેવિયોએ તેને અટકાવ્યું અને કહ્યું: “જગદેવ! અમે અડતાળીસ વર્ષ આપ્યાં ને તે સાથે તારી સ્ત્રી, ને કુંવર “પણ આપ્યાં.” પછી તેઓએ મોટા કુંવર ઉપર અમૃત છાંટયું એટલે તે સજીવન થયા. દેવિ હશીને બોલીઃ “તારી અને તારી સ્ત્રીની સ્વામીભક્તિ અત્યંત . છે.” પછી તેના કુંવરના માથા ઉપર હાથ મૂકીને ચાવડીને આપ્યા. તેઓ બોલિયે: “જગદેવ ! તારી સ્વામીભક્તિને લીધે અમે સિદ્ધરાજને અડતાળીસ “વર્ષનું રાજ્ય આપિયે છિયે.” એમ કહીને રજા આપી. જગદેવને અને ચાવડિયે નમન કર્યું, અને બન્ને કુંવરને લઈને ઘેર પાછાં ગયાં.
આણુંમગ રાજા, જગદેવની સ્વામીભક્તિ અને ચાવડીને પતિપ્રેમ જોઈને અત્યંત આનંદ પામે. તે રાજમંદિર પાછો આવ્યો અને પોતેડ્યો અને સૂતો સૂતે મનમાં વિચાર કરવા લાગ્યાઃ જગદેવ! ધન્ય છે તને, તે મારે માટે અડતાળીસ વર્ષનું રાજ્ય મેળવી આપ્યું.” આ પ્રમાણે વિચાર કરતાં તેની
૧ એને ભાવાર્થ એવા કે, મારે પતિની સાથે ગમે તે વેળાએ એટલે કે તમારો જીવ દેવિયો લેશે તે પછી તો મારે તમારી સાથે સતિ થઈ બળી મરવું છે. તે શા માટે મારે તમારી સાથે જ જીવ ન આપવો? ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com