________________
૧૭૫
જગદેવ પરમારની વાત “માટે મારે એકલાં જવું જોઈએ. હું તને વહેલી તેડાવી લઈશ.” ત્યારે ચાવડી પિતાને હાથ તેની ડેકે વળગાડીને બોલી: “શું શરીરથી છાયા જૂદી “પાડી શકાય છે? જે છાયા શરીરથી જૂદી પડાય તો તમે મને અહિ “રહેવાનું કહેજે.” જગદેવે ચાવડીને બહુ સમજાવી પણ તેનું ચાલ્યું નહિ. એ તો તેની સાથે જવાની હઠ લઈ બેઠી, પછી બે ઘડા ઉપર પલાણ માંડ્યાં. તેઓએ પોતાની સાથે રત્નજડિત ઘરેણું લીધાં. ચાડિયે મુકનો (એઝલ પડદો) નાંખી મુખ ઢાંક્યું; જગદેવ ઘોડે ચડ્યો ત્યારે તે એ તૈયાર થઈને રહી હતી. મોહેરેની બે કોથળો હતી તે ઘેડાના તેબરામાં નાંખી લીધી. તેમને વાધવાને મનસુબો સત્વર ચાસન પડી ગયે; તે વેળાએ કુંવર બીરજ ત્રણસે ઘેડું લઈને વળાવા આવ્યો. નીકળતાં ચાવડી પિતાનાં માતાપિતાને ભેટી; પિતાની વડી સહેલિયે હતી તેઓને મળી; પછી સાસુએ જગદેવને રૂપિયા અને એક નાળિયેર આપ્યું અને કપાળે તિલક કરવું. પછી પિતાની કુંવરી ચાવડીની સંભાળ રાખવાનું જગદેવને કહ્યું. પગે લાગી, આશીર્વાદ પામી, રાજારાજની આજ્ઞા લઈ તેઓ સિધાવ્યાં. શહેરથી થોડેક ગાઉ ગયાં એટલે વળાવાને જેઓ સામે ગયા હતા તે કહેવા લાગ્યાઃ “મહારાજ ! “જે આપને ઘેર વાધવું હોય તે, આ રસ્તે થઈને જવાનું છે.” જગદેવે પિતાને વિચાર જણાવ્યાઃ “હું પાટણમાં સિદ્ધરાજ જયસિહદેવ સેલંકીની ચાક“રીમાં રહેવા જાઉં છું.” પછી જવાને સીધે રસ્તે પૂછ્યું ત્યારે એક અશ્વાર બોલ્યા: “સીધે રસ્તો ટેડડી ઉપર થઈને જવાનું છે તે અહિંથી “બાર ગાઉ ઉપર છે; ડુંગરે ફરીને નિર્ભય રસ્તે થઈને જવા ઈચ્છતા હે તે તે વીશ કેશ છે.” જગદેવ બોલ્યોઃ “ત્યારે સીધે રસ્તે તમે શા માટે, છોડી દો છો? શું ઘેડાની તમને દયા નથી ?” આવું સાંભળીને, રજપુતોને નાયક હતા તે બોલ્યોઃ “સીધે રસ્તે તો વાઘ અને વાઘણે રેયો છે. તેઓએ “ગામડાં ઉજજડ કરી નાંખ્યાં છે; વાઘ તે દેવના જેવો છે; રાજા અને ઉમરાવો “તેની સામાં ઢોલનગારાં વગડાવીને ચડ્યા હતા પણ કાઈથી એ વાઘ કે વાઘણને “વશ કરી શકાયું નથી. તેમના ત્રાસથી કાઈ ઢોર તે પૂરું ઉછરતું નથી. “નવ વર્ષ થયાં રસ્તે બંધ પડી ગયો છે, ને ચાર (વાસ) ઉંચી વધી પડી છે. પગરસ્તે તૂટી ગયું છે, માટે ફેરી ખાઈને લાંબે રસ્તે થઈને ટેડડી જાઓ, એ માર્ગ નિર્ભય છે.” આવું સાંભળીને જગદેવ બીરજની આજ્ઞા લઈ અને રામરામ કરીને તે રસ્તે ચડે. બીરજે તેને ઘણું સમજાવ્યું પણ તેની
૧ બુરખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com