________________
જગદેવ પરમારની વાત
૧૮૭. જોઈએ તેટલો સામાન પૂરું પાડ્યો. વળી તેણે, ઘરની ચેકી કરવાને એક બળવાન ચેકીદાર આપ્યો, તથા તેના સાથને માટે જે જે અગત્યનું હતું તે તે પૂરું પાડ્યું. અને ફરીને કહી સંભળાવ્યું કે મેં તને મારી પુત્રી કરીને સ્થાપી છે. પછી, જગદેવને પિતાની સાથે લઈને દરબારમાં ગયા. ત્યાં બેશીને જગદેવને સર્વ વૃત્તાન્ત પૂછી લીધે. રાજા જગદેવથી અત્યંત પ્રસન્ન થયો. તેને પિતાની પાસે બેસારીને જમાડ્યો. જ્યારે પ્રહર રાત્ર ગઈ ત્યારે તેણે તેને પોષાક, કડાં, મેતીની માળા, કઠે, એક શિરપેચ ઈત્યાદિ આપી રજા આપી. જગદેવ ઘેર ગયો, ને ચાવડાને ભેટયે, ને તેને મોતીની માળા આપીને કહ્યું કે તે સત્વર આપણે મેળાપ રાજા સાથે કરાવ્યો; નહિ તે, દશ બાર દિવસની ઢીલ થાત ને વચ્ચે કોઈ ત્રીજાને રાખીને રાજાને ફાવવું પડત. આ પ્રમાણે દિવસમાં જે જે બન્યું હતું તે તે વિષે વાતો કરતાં રાત્રિ પડી.
ચાવડિયે પતિવ્રત કરવા માંડયું હતું તેથી કાંઈ ખાધું ન હતું, એટલા માટે, સવારમાં ત્રણ વાગતાં તેણે ઉઠીને રસાઈ કરી, પાણી ઉલ્લું મૂક્યું. બધું જ્યારે તૈયાર થયું ત્યારે તેણે જગદેવ કુંવરને જગાડ્યો; તે બોલ્યોઃ “આજે આટલી બધી ઉતાવળ કેમ?” ચાવડિયે કહ્યું: “રાજા તમને “તેડું મોકલશે; એમને તમારી સાથે વાત કરવાને રસ પડે છે માટે આખા દિવસમાં એક પળ પણ તમારા વિના તે રહેશે નહિ. મેં વ્રત લીધું છે તે “તે તમે જાણે છે, કાલનો મને અપવાસ છે; તમે નહાશે અને જમશો “ ત્યાર પછી હું જમીશ.” જગદેવે કહ્યું કે તમે ખરી વાત કહે છે; તે ઉઠીને હાય, અને બન્ને સંગાથે જમ્યાં, કે ઘડાવાળો આવ્યો, ને બહાર રહીને બેલાવા લાગ્યા. જગદેવે પોતાની સ્ત્રીને કહ્યું કે હું જાઉં છું. તે પછી બારણું આગળ આવ્યો, ને ઘડે ચડીને દરબારમાં ગયો.
રાજાએ ઉભા થઈને માન આપી બેસાર્યા. તેઓ એકઠા મળી જૂની વાત કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું; “તમે મારી પાસે રહેશે?” જગદેવે ઉત્તર આપ્યઃ
રેટલ પેદા કરવાને હું ઘેરથી નીકળ્યો છું.” રાજા બોલ્યાઃ “તમે પટો “રાખશે કે ઉચ્ચક રકમ ઠરાવી તે પ્રમાણે લીધાં જશે ?” જગદેવે કહ્યું: “મહારાજ! ઉચ્ચક પગાર લેવો મને ઠીક પડશે; નિત્યના એક હજાર રૂપિયા “આપશે ને ગમે તેવા જોખમવાળી જગ્યાએ મને ડરાવશે; પાછી પાની દઉં તો “રજપૂત નહિ.” રાજાએ કહ્યું: “બહુ સારું.” પછી ભંડારીને બોલાવીને તેને આના કરી કે, “જગદેવને નિત્યના બે હજાર રૂપિયા ભંડારમાંથી આપજેમહિ“નાના સાઠ હજાર થયા. જેને પગાર આપવામાં કાંઈ અડચણ થાય નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com