________________
જગદેવ પરમારની વાત
૧૮૫ જઈને કહ્યું: “ચાવડી! કુંવરને જગાડીને અહિં મોકલે.” ત્યારે ચાડિયે ક્રોધાયમાન થઈને કહ્યું: “માલજાદી રાંડ! તારા બાપને તે વેળાએ જ મેં “મારી નાંખે છે ને વીટ કરીને રસ્તામાં નાંખી દીધો છે. તે ચાવડાની “દીકરીની સાથે આવી લુચ્ચાઈ કરવાની હામ બાકી છે. રાંડ! મારે પતિ “કુંવર જાણશે ત્યારે તારી લે છે. બીજી સ્ત્રિ ગણિકાનું કામ કરતી હશે અને તેમને ઘણું સાથે પ્રીતિ હશે પણ હું તે શાપ દઉં છું કે, નારાયણ તારા ઘરનું સત્યાનાશ વાળો. મારી હરમાં તે ગોલાને મેકલવાની હામ ભીડી. એક ગોલે જે મારા ઘરના આંગણું બહાર બેસવાને યોગ્ય! એની આંખ તે મારા ઉપર નખાવાને હિંમ્મત ચલાવી!”
ગણિકા આવું સાંભળીને મરણ તુલ્ય બની ગઈ ચાકરોએ દોડી જઈને કેટવાલને કહ્યું: “કઈ ચાવડી રજપૂતાણિયે જવાન કુંવરને મારી “નાંખ્યા છે.” તે ઉપરથી કેટવાલ બર્સે માણસ લઈને જામતીને ઘેર ગયો ને મેડા ઉપર ચડ્યો. જે ઓરડામાં ચાવડી હતી તે તે સજજડ બંધ કર્યો હતે; પણ પછવાડેની પછી તે અકેક ફેરે માત્ર એક માણસ અંદર પેશી શકે એવી એક બારી હતી. ત્યાં નીસરણી મૂકીને, એક ચાકર ઉપર ચડ્યો, અને ઓરડામાં જોવા લાગ્યો. ચાડિયે તરવાર વતે તેને મારી પાડ્યો. તેનું માથું એારડામાં પડ્યું ને ધડ બહાર જતું ને પડ્યું એ જ પ્રમાણે તેણિયે પાંચ છ માણસે કાપી નાંખ્યાં, પણ કોઈનાથી તેને પકડાઈ શકાઈ નહિ. સર્વે જણું કાંપવા લાગ્યા.
આ વાત તો બધે ચાલી અને સિદ્ધરાજ જયસિંહને જાણ થયું કે, કઈ ચાવડી રજપૂતાણીના ઉપર ઠગાઈ કરવામાં આવી છે, અને કેટવાળના દીકરાને અને બીજા ચાર પાંચ માણસને તેણે ઠેર કર્યાં છે; વળી તે ઉપરને માળે સંતાઈ પેશીને પિતાનું રક્ષણ કરે છે. રાજા :
સત્વર દેહે અને આજ્ઞા કરે કે મારા આવતાં સુધી કે તેને કાંઈ કરવું “નહિ; હું સત્વર ત્યાં આવું છું.” પછી સિદ્ધરાજે પોતાને ઘેડે મંગાવ્યો ને અશ્વાર થયે; વાણિયે અને જગદેવે તેને નમન કર્યું. જગદેવને જોઈને રાજાને આશ્ચર્ય લાગ્યું, અને મનમાં વિચાર્યું કે-“આ કેાઈ સારે ઠકરાણે જણય “છે; પણ મેં એને આગળ કઈ દિવસ દીઠે નથી.” જગદેવ ઘોડે ચડી રાજાની આગળ થયો. તેણે તેના ઉપર જામેતીને ઘેર પહોંચતાં સુધી નિહાળીને જોયાં કર્યું. સિપાઈઓએ ભીડમાં રસ્તો કરાવ્યો. રાજા ઉતારો, તેની પછવાડે ઠાણિ અને જગદેવ પણ ચાલ્યા. પછી જયસિંહ બેલ્યોઃ “વાવડી દીકરી! મને કહે તારું પિયર કયાં? તારું સાસરું ક્યાં? અને તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com