________________
જગદેવ પરમારની વાત
૧૮૩ આપ્યું: “એ કરી છે કે મેં બહુ કેફ કરી છે, ને તમે મને બીજે વાલે “આપે છે? ના, ના, આપણે, વાતે કરિયે.” ચાવડી બોલીઃ “વાતમાં શું ? હું તમને પહેલ વેકી જ આપું છું માટે મારે હાથ પાછો ઠેલશે નહિ; હું જે તમને રાજી થઈને આપું છું તે મને હોંસ છે માટે તમારે લેવું જ જોઈશે.” જ્યારે તેણિયે આટલું બધું કહ્યું, ત્યારે તેણે પ્યાલે લીધો ને પી ગયો, અને પછી ધ્રુજતે હાથે એક ભરીને ચાવડીને આપવા લાગ્યો. તેણિયે પિતાને મુકને આગળ ખેંચીને પ્યાલો પોતાની કંચુકી ઉપર રેડી દીધે. તેણિયે ફરી ભર્યો ને જોયું કે ગેલે પલંગે આડે થયો છે, પણ હજી સુધી સારી પેઠે ચકચૂર થયું નથી એટલે તેણિયે ફરીને એક પ્યાલે ભરીને આપે, અને તે પીતાં પીતાં દાંત પીશીને પલંગ આગળ પડ્યો.
એટલે ચાવડિયે જોયું કે હવે એને ઉપાય ચાલે નહિ એવો બેભાન બની ગયો છે એટલે તે તાબડતોડ ઉઠી ને તેની તરવાર લઈને તેનું ગળું વાઢી નાખ્યું. પછી ગોદડાને પલંગ ઉપરથી લઈને તેમાં તેને વીંટી લીધે, અને ઝરૂખા નીચે રાજમાર્ગ હતો તેમાં એ વીટે નાંખી દીધો. મધ્ય રાત્ર પડી એટલે ચોકીવાળા એકી ફરતા ફરતા આવ્યા; તેમણે પિતાના મહીં આગળ વીંટો પડેલો દીઠે, ને જાણ્યું કે કેાઈ ચેર વેપારીના ઘરમાં ખાતર પાડવા પેઠેલા તે જાગી ઉઠી હોંકારા કરવાથી વીંટો નાંખીને નાશી ગયા હશે. તેઓએ ધાર્યું કે કેટવાળ આપણને સાબાશી આપશે તેથી વીંટે ઉચક્યો. તે તેમને ઘણો ભારે લાગે, એટલે માંહોમાંહે કહેવા લાગ્યા કે “આપણે એને હવણું ઉકેલ નહિ; “સૂર્ય ઉગતાં માલધણું ચેરનું પગલું કહાડવાને અને પોતાની માલમતા “સારૂ પૂછતે આવશે. માટે ચાલો આપણે જઈને આ વીટા જેવો છે એવો. ને એવો કેટવાળના ચબુતરામાં મૂકિયે. સવાર થશે ત્યારે આપણે કહીશું.”
આણુમગ ચાવડી ઉપરની મેડિયે, પિતાનાથી બને એવી રીતે દઢપણે પિતાનું રક્ષણ કરવાને તૈયાર રહેલી બેઠી.
હવે જગદેવનું સાંભળો–સાંજ પડતાં ઘર ભાડે રાખીને અને બધી ગોઠવણ કરીને જ્યાં ઘડા અને પિતાની સ્ત્રી મૂકીને ગયો હતો ત્યાં આવ્યો. ત્યાં તેણે ગાડિ ને ઘોડાની નિશાનિયે દીઠી. તેણે જાણ્યું કે કેાઈ ચાવડીને ઠગી છે, ને અહિંથી લઈ ગયું છે. જે બન્યું હતું તે કહેવાને પોતે દરબારમાં ગયો. અશ્વશાળા આગળ, દરબારને મોખરે અશ્વપાળ બેઠેલો હતે. તેણે જગદેવને ત્યાં આવેલો જોઈને ધાર્યું કે આ કઈ ખરો રાજવંશી છે. પછી પિતે ઉઠે અને તેને મળ્યો, અને પૂછ્યું; “તમે ક્યાંથી પધારયા છે?” જગદેવ બોઃ “હું મારો રોટલો મેળવવાની આશાએ અહિં આવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com