________________
૧૮૨
રાસમાળા
ને માજમ ખાધી. વળી તેણે સખત કેફનો ભરેલે દારૂ પીધો; સારાં સારાં લૂગડાંઘરેણુ વડે બની ઠણને અત્તર કસ્તુરી શરીરે ચોળી. પછી ડેલ ડોલતે, ભાલે ટેકવતે ત્યાં આવ્યું. તેના હાથમાં દારૂની ભરેલી બતક હતી. દાસિયે તેને જે એટલે, દેડી જઈને કહેવા લાગી “વહજી! મને
વધામણું આપે, કુંવર આવે છે.” ચાવડિયે જાણ્યું કે ખરે જ તે આવતા હશે. પણે લાલકુંવર ઘરને આંગણે આવી પહોંચ્યા, તે દેખાય એટલે છે. હતું. જ્યારે તે ઘરમાં પેઠે ત્યારે દાસિયે બારણું દઈ દીધાં, ને સાંકળ પૂરીને ચાલતી થઈ ચાવડિયે જાણ્યું કે એ મારે વર નથી. કાંઈ દગોફટકે થયો છે. પણ તેણે મનમાં વિચારવું કે મારે બહુ સાવચેત રહેવું જોઈએ, કેમકે મારામાં પુરૂષના જેટલું બળ નથી, ને આ તે કેફથી ચકચૂર છે. તેણે મનમાં એક કહેવત સંભારી કે ઠગની સાથે ઠગ થવું. પછીથી આવી સંકટની વેળાએ પિતાનું પાતિવ્રત્ય જાળવવાને જેવું સાવધાન રહેવું જોઈયે તેવું સાવધાન રહેવાનો નિશ્ચય કર્યો. એ પ્રમાણે મનસુબો કરીને તે ઉભી થઈને બોલી: “કુંવર ! આ પલંગે બેસો.” તેણે ઉત્તર આપ્યોઃ “ચાવડી! તમે બેસો.” તેને ઘણી સુંદર જોઈને ગોલો રીઝયો. ચાડિયે પણ તેને કટાક્ષ મારવા માંડ્યાં તે તેના કાળજા પાર નીકળી ગયાં.
नेन भलक भल लग्गिया, निसर गया दो सार
केउ घायल जाणसे, केउ नाखण हार. ગેલો પાણીના જેવો પાતળો થઈ ગયો. તે ચાડિયે પણ આંધબે બહેરું કૂટાવા દીધું. તે બોલીઃ “મારે માટે જાતિયે બહુ સારું કરવું.” લાલકુંવર બોલ્યોઃ “ઓ ચાવડી ! મેં એને કહી રાખ્યું હતું કે, મને જે “ઉંચા કુળની, સુંદર, નિપુણ જવાન સ્ત્રી મળશે તો હું તેને મારી રાખ કરીને રાખીશ; અને મારે જેવાં જોઈતાં હતાં તેવાં જ તમે મળી ગયાં. તમે કહેશે તે પ્રમાણે હું કરીશ.”
આ ઉપરથી ચાવડિયે જાણ્યું કે મને આટલી બધી ઠગીને મને ને આને બળાત્કાર મેળવી આપનાર ગણિકા જ છે. લાલ પાસે બતક અને હાલો જોઈને તથા કેફથી તેને ચકચૂર થયેલ દેખીને તેની પાસેથી બતક અને માલ લઈ લીધો ને પ્યાલાને કેટક ભરીને તેને ધો ને બોલીઃ “કુંવર! મારા હાથનો એક પ્યાલે લ્યો. ત્યારે લાલે ઉત્તર
૧ લાલ હેટા અધિકારીને પુત્ર હતો તે પણ જણાય છે કે તે ગાલ અથવા બવાસ જાતો હતો. તેમને માટે અધિકાર ચડાવે છે ખરા પણ તે ગુલામ અથવા તેમના વંશના હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com