________________
૧૮૧
જગદેવ પરમારની વાત “થાળ આવ્યા છે.” જામતી બેલીઃ “જા વેહેલી જા અને જગદેવને રાજા સાથે જમતા બંધ રાખ, અને રાજાજીને વિનવીને જગદેવને અહિં તેડી “લાવ. આજે ફેઈ ભત્રીજાએ પાસે બેસીને જમવું જોઈએ. અહિં ભેજના તૈયાર થયું છે.” વળી તેણે પોતાની મેળે બોલ્યાં કહ્યું“મારે ભત્રીજો જગદેવ આવ્યું નથી, તે એના ખાધા પહેલાં હું કેમ ખાઉં ? જ્યારે તેણે “ખાધું છે એવું હું સાંભળીશ ત્યારે મારી મેળે હું જમીશ.” એટલી વારમાં જે દાસી ગઈ હતી તે પાછી આવી અને બોલીઃ “બાઈ સાહેબ! કુંવર “રાજાજી સાથે જમે છે, બન્ને મહારાજ પાસે પાસે બેઠેલા છે. હું તેમને મારી નજરે જોઈને આવી; પણ તમારા ભત્રીજા તમારા ભણી આવવાના છે. એ કેવા શ્યામ વર્ણના છે!” જામોતી બોલીઃ “મારા પિયરમાં એવું સાધારણ “છે. મારા ભાઈ ઉદયાદિત્ય પણ શ્યામ વર્ણના છે, પણ એ કુટુંબમાં જેવા રૂપાળા છે તેવા બીજા કોઈને મેં જોયા નથી.”
આ પ્રમાણે તેઓએ વાત કરી. પછી જાતિયે સુંદર થાળ મંગાવ્યા ને એક થાળ ચાવડીના મોં આગળ મૂકીને બોલીઃ “વહ! જમે.” ચાવડિયે થોડું ખાધું. પછી દાસી થાળ લઈ ગઈ. ત્યાર પછી વાતચીત પાછી ચાલી. જ્યારે પાછલે પ્રહર દાહાડે બાકી રહ્યો ત્યારે ચાવડી બોલીઃ “હજી સુધી કુંવર પિતાની ફેઈને મળવાને આવ્યા નહિ. એમ કેમ?” જામતી બોલી: “છોકરી! “જા, ને મારા ભત્રીજા જગદેવને તેડી લાવ.” ફરીથી પાછી વહુજી સાથે તે વાત કરવાને મંડી ગઈ પણ જગદેવ વિના સર્વે વાતે ચાવડીને ફીકી લાગવા માંડી. બે ઘડી પછી પેલી દાસી પાછી આવીને બોલીઃ “રાજા એમની સાથે “વાત કરે છે, એમને ઉઠવા દેતા નથી; તે કહે છે કે, પહોર રાત્રે જગદેવ, “સૂવાને આવશે ત્યારે એમની ફેઈને મળશે.” આવું સાંભળીને જામેતી દાસીના ઉપર ક્રોધે ભરાઈને બેલીઃ “મહારાજને જઈને વિનવ કે, જગદેવને મળ્યા“ને એમને ઘણું વર્ષ થયાં છે ને સવારમાં આપની સાથે વાત કરવાને “કુંવરને ઘણી વેળા મળશે, પણ હવણાં તે એમને મળવા આવવાને આજ્ઞા “આપવી જોઈએ.” બે ઘડી રહીને દાસી પાછી આવીને બોલીઃ “રાજાજિયે “પહેલાંના જેવો જ ઉત્તર આપો.”
દરમ્યાન જામોતિયે લાલકુંવરને કહાવ્યું: “આજને મુજ છે, પહેર રાત્ર “જાય ત્યારે ચાલ્યા ચાલ્યા આવજો; મારે હાથ એક સ્ત્રી આવી છે તે જે “તમારી ખુશીમાં આવે તે રાખ કરી રાખજે, ને જે તમારી ખુશી નહિ -“હેય તે હું મારે ઘેર સાગરીદ કરી રાખીશ.”
આવું સાંભળીને લાલકુંવરે અફિણ ચડાવા માંડયું, તે ઉપર મકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com