________________
રાસમાળા
૧૮૪ “છું. હું પરમાર રજપૂત છું.” અશ્વપાળ બેઃ “જો તમે આ ઘોડાની “સંભાળ રાખે તે આપણે એકઠા રહિયે, અને તમને પગાર અને ખાવાનું મળશે.” જગદેવનું હૃદય ને વિચાર ત્યાં હતાં નહિ; પણ તેણે ધાર્યું કે આ અધિકારી રાજાને મેળાપ કરાવશે, અને તે પ્રમાણે તેણે હા કહી. એટલે પોતે તેની પાસે રહ્યો, પણ મનમાં ઘણે સંતાપ કરવા લાગ્યો. તો પણ–
ક્ષણમાં ક્ષિણ ક્ષણમાં વધે, ક્ષણે અર્ધ, ક્ષણ લીન;
દેવે દીધા ન ચંદ્રને, સર્વે સરખા દિન. તેણે ધાર્યું કે, આ ખોટું છે, પણ શું કરિયે ? જ્યારે સંધ્યાકાળ પડી ત્યારે તેણે ઘેડાને રાતબ ચંદી ખવરાવી. તે ઢાણિ (અશ્વપાળ) પોતાને ઘેરથી જમણની થાળ લાવ્યો; પણ જગદેવને ભાવ્યું નહિ; તથાપિ પેલાની આગળ ખાધું ના ખાવું કરીને, તે થાળ પાછી મેકલી. આખી રાત તેણે પિતાની પથારીમાં ધડપછાડા નાંખ્યા.
આખરે પરેડિયું થયું. ડુંગરશી કેટવાળ ચબુતરે આવ્યો. ચેકીવાળાઓએ નમન કરીને તેને વીટે બતાવ્યો, અને કહ્યુંરાત્રે “ચેર “નાશી ગયા તેમની પાસેથી અમને મળ્યું.” માલ પકડાયો તેથી કેટવાળ ખુશી થયો; ને બોલ્યા: “વીટે છોડીને જુઓ, એમાં શું છે.” ચાકરો ટપોટપ છાડવા મંડી ગયા; જ્યારે તેઓએ ત્રીજું પડ છોડવા માંડયું ત્યારે લોહી નજરે પડયું; તેઓ બધા ચમક્યા, અને ઝટઝટ વીટે છોડતાં તેમના જેવામાં આવ્યું કે કોઈ માણસને મારી નાંખીને તેનું મડદું તેમાં વીંટી લીધું છે. ડુંગરશિયે મડદું ઓળખ્યું અને બોલ્યો: અરે! એ
તે નકકી લાલ! તે મારા હૃદયને કેવો વહાલો હતો! તે જેવો હતો “તેવો જ દેખાય છે-ઘરેણાં ઘાલેલાં તેવાં જ છે.” કેટવાળે છાતી ફૂટી અને ચાકરેને કહ્યું: “દોડો જાઓ, તપાસ કરે ને ખરી ખબર લાવો આ તે “તમારા જવાન શેઠ લાલકુંવરનું મુખ દેખાય છે.” તેઓ બોલ્યાઃ એ “તે ઘરમાં ઉધે છે.” તેઓએ જઈને તેના પ્રવાસને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, પ્રહર રાત્રે જતાં એ તો જામતી ગણિકાને ઘેર ગયા છે. માણસોએ ત્યાં જઈને ગણિકાને પૂછ્યું. તેણિયે કહ્યું કે ઉપરની મેડિયે એ તે આરામમાં સુતેલા છે. તેઓએ કહ્યું કે એમને ઉઠાડીને બોલાવો. ત્યારે દાસિયે
૧ અસલ નીચે પ્રમાણે છે.
खण खीणो, खण बलो, खण आघो, खण लीह, दैव न दीघा चंदने, सबे सरीखा दीह.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com