________________
૧૮૬
રાસમાળા
“કાને વ્હેરે પરણી છે ?” ચાવિયે જોયું અને જાણ્યું કે આ કાઈ મ્હોટા ઠેકરાણા છે; તેથી તે ખેાલી ‘“મહારાજ ! હું રાજારાજ ચાવડાની દીકરી; અને ખીરજની મ્હેન છું અને ધારના રાજા ઉદ્દયાદિત્ય પરમારના ન્હાના કુંવર વ્હેરે પરણી છું.” ત્યારે રાજા ખેલ્યુંઃ ચાવડી દીકરી! તેં મારાં “માણસને શા માટે મારી નાંખ્યાં?” તેણિયે રાષમાં ઉત્તર આપ્યા: “મહા“રાજ! આ દુષ્ટ રાંડ મને ઠગીને અહિં લાવી અને એક ગાલા મારી “આખરૂ લેવા આવ્યા માટે મહારાજ ! મેં એને મારી નાંખ્યા. હું રજપૂતની “પુત્રી છું; હું મરતાં વ્હેલાં ધણાને ઠેર કરીશ. ને મરતાં સુધી હું લડીશ. ઇશ્વરને જેમ સારૂં લાગશે તેમ કરશે. મારા સ્વામીરાજ પણ નગરમાં છે,’’
તે વેળાએ, જગદેવે અગાડી આવીને કહ્યું: “ચાવડી ! બારણાં ઉધાડા, તમે “ધણું સંકટ સેાશ્યું છે.” ત્યારે ચાડિયે જગદેવનેા અવાજ એળખીને બારણાં ઉધાડ્યાં અને એના હાથમાં આવીને પડી. રાજાએ જાણ્યું કે આ જ જગદેવ હશે. પછી જયસિંહે ચાવડીને કહ્યું: “તને હું મારી પુત્રી ગણું છું,” પછી તેણે પોતાના ચાકરાને ખેલાવીને કહ્યું: “જાએ જઈને રથ લઈ આવે, તે “સાથે દશ દાસિયા લાવીને એમને દરબારની હવેલિયે ઉતારા આપે,”
પછી ડુંગરશી કેાટવાલ આવીને રાજાને વિનતિ કરવા લાગ્યા; મહારાજ ! ‘સલામત મારૂં ઘર ભાંગનારને માટે તમે શી આજ્ઞા આપા છે ?” રાજા મેલ્યાઃ “આ ચાવડી પુત્રિયે પેાતાને પતિવ્રતાધર્મ સાચવ્યે છે. જ્યારે એક ગાલા કાઈ રજપૂતની પુત્રીને બગાડવા ધારે છે ત્યારે ખચીત એને શિક્ષા “થવી જ જોઇયે. મેં નગર તમારા સ્વાધીનમાં કર્યું તે શું ખોટું કરવાને માટે ?” એવું કહીને આજ્ઞા કરી કે, “એને કાટવાળી ઉપરથી કૂહાડી મૂકવા, “અને એણે મને મ્હોં ખતાવવું નહિ.” પછી તરત જ તેની માલમતા જમ કરી લીધી, ને તેને દેશપાર કરીને શિક્ષા દીધી, તથા તેનું ધરબાર લુંટાવી લેવરાવ્યું. આ પ્રમાણે કાટવાળનું ઉદાહરણ ખીજાઓને બતાવ્યું. પછીથી સિદ્ધરાજે ગણિકાઓને કેદ કરી અને સર્વેનાં નાક કાપી, માથું મુંડાવીને અને તેઓને શિતળાના વાહન ઉપર બેસારીને આખા નગરમાં ફેરવી મ્હાડી મૂકી, અને તેમનાં ધરબાર લુંટાવી દીધાં.
ચાવડીને રથમાં મેસારીને અને દશ દાસિયા ચાકરીમાં આપીને રાજાએ તેને એક ભવ્ય ધરમાં રાખી. જયસિંહ પાતે જાતે તેને ત્યાં લઈ ગયા અને કામકાજને સારૂ એક વૃદ્ધ ખવાસ તેને સ્વાધીન કહ્યો તથા એક વર્ષ સુધી ચાલે એટલું ખાવાનું તેના ધરમાં ભરાવ્યું, તેમ જ ધરપટલાને ૧ શિતળાદેવીનું વાહન ગધેડું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com