________________
જગદેવ પરમારની વાત
૧૭૯ વળી વરનું નામ તે દેવાતું હશે?” દાસી બેલીઃ “જિયે પોતાના ધણનું “નામ દેવું કે મહિમાવાન જગતના કર્તારનું દેવું. તે પણું તમે દેશનાં ધણું છે, તમને જેમ સારું દેખાય તેમ કરે.” ત્યારે ચાવડી બોલીઃ “કુંવરનું નામ જગદેવ છે.” ફરી તે દાસિયે પૂછ્યું: “તમારું પિયર કયાં,?” ચાવડી બોલીઃ ડામાં; હું રાજારાજની પુત્રી છું, અને બીરજની બહેન થા.” ત્યારે દાસી બેલીઃ “કુંવર નગરમાં ગયા છે તેથી મને લાગે છે કે તમે ધેડાને “સાચવતાં બેઠાં હશે.” ચાવડી બેલી. “કાળિયાર નાગના જેવા ઘોડા ઉપર નજર નાંખવાની કાની તાકાત છે.” દાસી ફરીને બોલી: “મહાન રાજાના “કુંવર તે વળી એકલા કેમ નીકળ્યા છે ?” ચાવડી બોલીઃ “એમની એર“માઈમા સાથે રીસાઈને નીકળ્યા છે.” એમ કહીને માંડીને બધી વાત કહી.
દાસી બધી વાત પૂરેપૂરી સાંભળીને નમન કરી અને બહેડું પાણીથી ભરીને ઘર ભણી ચાલી. તેણે જામતી ગણિકાને કહ્યું: “જે તમે તમારા “જુવાન શેઠને રાજી કરવાને ચાહતાં છે તે તલાવની પાળે એક સ્ત્રી બે ઘેડા સાચવતી બેઠેલી છે, એના જેવી આખા દેશમાં મેં તે કહિ દીઠી “નથી. ને તમે જેવી વર્ણવતાં હતાં તેવી જ છે.” એમ કહી, તેની જાત, તેના સસરાનું અને વરનું નામ, અને તેનું પિયર કયાં છે તે સર્વે કહ્યું. પછી જાતિયે દાસીને ઘણું મેંઘા મૂલનાં લૂગડાં પહેરાવ્યાં અને જડાવનાં ગૂજરાતી ઘરેણાં ઘાલ્યાં. એક સુંદર રથ તૈયાર કરાવ્યો, તેમાં પોતે બેઠી. ચાકરેએ રથના પડદા બંધ કસ્યા. એ પ્રમાણે બીજી દાસિયાને સુંદર લૂગડાં ઘરેણું પહેરાવીને વીસ કે ત્રીસ દાસિને પોતાની સાથે લીધી ને ચાકરેને હથિયાર સજાવીને આગળ કર્યા, એક દ્રવ્યવાન ખવાસને ઘડે બેસારી મોખરે કઢ્યો. આ પ્રમાણે ચાવડી જ્યાં બેઠી હતી ત્યાં ચાલી. અને તે જગ્યાએ આવી પહોંચી એટલે આડી કનાત ખેંચી દીધી, પછી જામતી ઉતરી. ચાવડી જોડે પ્રથમ જે લેડી વાત કરી ગઈ હતી તે આગળ આવીને નમન કરવા લાગી. જામતી બોલીઃ “વહૂ! ઉઠો, હું તમને “મળું, હું તમારી ફેઈ સાસુ થાઉં; આ વડારણે આવીને તમારા આવ્યાના “સમાચાર કહ્યા, ને તરત મેં મારો રથ જોડાવ્યો. હું રાજાની આજ્ઞાથી “આવી છું. મારે ભત્રીજે જગદેવ ટેડે પરણ્યા ત્યારે મારાથી આવી “શકાયું ન હતું, પણ હું રણધવળને મળી હતી, મારે ભત્રીજે જગદેવ કયાં “છે? એ ક્યાં ગયા છે? તમારે મારે ઘેર આવવું જોઈતું હતું. તમે નામ“વતા કુટુંબમાં પરણ્યાં ને આવી જગ્યાએ બેસી રહેવું ઘટતું નથી.”
તેણે ભભકાદાર સર્વે તાલમેલ કર્યો હતો તે જોઈને ચાવડી તે વિચારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com