________________
૧૭૬
રાસમાળા કાંઈ અસર થઈ નહિ; જગદેવ બોલ્યાઃ “ગંડક ગંડકડીના ડરથી કાંઈ ચક્કર ખાવામાં આવશે નહિ.” બન્ને જણાએ સજોડે નિર્ભયપણેથી પિતપોતાના ઘોડા મારી મૂક્યા. પછી જગદેવે ચાવડીને કહ્યું: “આપણે જઈએ તેમ ડાબા હાથ ભણું ઘાસ ઉપર તમે નજર રાખતાં રહેજો.” આ પ્રમાણે છ ગાઉ સુધી તેઓ ગયાં; ત્યારે ચાવડી બોલીઃ “મહારાજ કુંવરજી ! વાઘણ પેલી
મોં આગળ રહી.” જગદેવે એક બાણ કહાડીને ધનુષ્ય ઉપર ચડાવ્યો ને બોલ્યોઃ વાઘણ! તું રડની જાત છે મારા ઉપર આંખો ચડાવીશ નહી, માર્ગમાંથી
ખશી જા ને ડાબી કે જમણું ચાલી જા.” વાઘણે જ્યારે રાંડ એવો શબ્દ સાંભળ્યો ત્યારે તેણે પૂછડું ઉંચું કરીને, માથું ભોંય સરસું નીચું કરી દઈને તેના ઉપર છલંગ મારી. આ વેળાએ લાગલે જ તેણે બાણ છો; તે તેના ભ્રમર વચ્ચે જઈને વાગે તે આરપાર વીંધીને સામી બાજુએ દશ ડગલાં દૂર જઈને પડ્યો એટલે વાઘણ ઉછળતીને મરઘું થઈ પડી. સોએક ડગલાં તેઓ આઘાં ગયાં કે તેઓએ વાઘને બેઠેલો દીઠે, એટલે જગદેવે ભાથામાંથી બીજે બાણ કહાડીને તેને કહ્યું: “ડાબો કે જમણે જા, નહિતર, તારી ગંડકડીનો સંગાથ કરવાને તને મેકલીશ.” ત્યારે વાઘ પૂછડું પટકાવત, ભેય સરખું માથું કરી દઈને તેના ઉપર તલ; પણ જગદેવે બાણ માર્યો તે માથામાં થઈને આરપાર નીકળી ગયું અને વીસ કદમ દૂર જઈને પડ્યો. વાઘ પણ વાઘણની પેઠે ઉછળતા ને શીંગડું થઈ પડે. જગદેવ બોલ્યા “મેં તે આ ગરીબ પ્રાણિયાને શું કરવાને મારી નાંખ્યા ? મારે માથે હત્યા બેઠી.” ચાવડી બોલીઃ “મહારાજ ! એ તે ક્ષત્રિઓની રમત છે.” આ પ્રમાણે વાત કરતાં તેઓ ટેડડી ગામના ગુંદરાના તલાવ આગળ આવી પહોચ્યાં; ત્યાં કેટલાંક વડ અને પીપળાનાં ઝાડ હતાં; તલાવમાં પાણીની બહાનાં મોજા સરખી લહરો ચાલતી હતી. આ જગ્યાએ એક વડ નીચે તેઓ ઘોડા ઉપરથી હેઠળ ઉતયાં ને હથિયાર છોડ્યાં; ગંગાજળીમાં ટાટાડું પાણું ભરી આપ્યું, ઘોડાને પાયું; ને ચાવડી દાતણ કરી પિતાનું મુખ જોવા લાગી.
૧ “ગંગાજળ સરખું ટાટાડું પાણી કુહાડીને ઘોડાને પાયું” એવો ભાવાર્થ અંગ્રેજીમાં છે; પણ ઉલટું સમજાવામાં આવ્યાથી એમ લખેલું જણાય છે. પાસે તલાવ મૂકી પાણુ કહાડી લાવીને ઘડાને પાવાની મહેનત કરે એમ બને નહિ. વળી તેઓ છડી અવારિયે નીકળ્યાં હતાં તેથી પાણી પાવાને વાસણ જોઈએ તે તેમની પાસે કયાંથી હોય. આ શક પડવાથી મૂળમાં જોયું તો “ગંગાજળ” શબ્દ ધ્યાનમાં નહિ ઉતરવાથી ભૂલ કરેલી જણાઈ. પ્રવાસમાં પાણી પીવા માટે સાઈ રાખવામાં આવે છે તે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com