________________
૧૭૪
રાસમાળા
રાજકુમાર છે.” પછી કુમારી બેલીઃ “જે, તું સમજુ માણસ છે, તું ડાહી છે એટલે બસ છે.” ત્યાર પછી, સંભાળથી ચંબલીના ઝાડની ઘટામાંથી ધારીને જોયું એટલે એની ખાતરી થઈ કે, એ રાજકુમાર છે. ત્યારે ચાવડી સત્વર જઈને પગે લાગી બોલી–
वायस वास उडावती, झबकी आव्यो नाथ, चूडी अर्धी नंदई पडी, अर्धी रही मुज हाथ. ९ सुखसज्या आलय शीतळ दे मुज प्रिय सन्मुख ।
मुज मन इच्छा आश ए देवे दइ दिध सुख. १० ચાવડી વળી બોલીઃ “ધન્ય ઘડી! ધન્ય દહાડે ! આજે મારે આનંદને “સૂર્ય ઉગ્યો કે તમારે પ્રતાપર્વતને મારે મિલાપ થયો; પણ તમારે સાથ
ક્યાં ? એકલા, વાડીમાં, જાણે કાંઈ છાને ભેદ હોય એમ બેઠા છો એનું “કારણ શું ?” પછી કુંવરે ચાવડીને માંડીને વાત કહી, અને બોલ્યોઃ
હું ચાકરી મેળવવાની આશાએ નીકળ્યો છું, તારે એ વાત ચાસન કરવી નહિ.” તથાપિ એટલી વારમાં તે, દાસી દોડી ગઈ અને રાજમહેલમાં જઈને સમાચાર કહ્યા કે, “વધામણું ! રાજવંશી જમાઈજી પધારયા છે.” તરત જ તેને સામા લેવા જવાની તૈયારી થવા લાગી; વધામણના બદલામાં દાસીને રાજી કરી. કુંવર બીરજ તે પગે દોડીને ગયો અને જગદેવને મળ્યો. ચાવડી પાછી મહેલમાં આવી, કુંવર બીરજ પિતાની સાથે જગદેવને લઈને ત્યાં આવ્યો. તેણે રાજારાજને નમન કરવું. ત્યાં પાંચ દાહાડો રહ્યો તે પછી વાધવાની આજ્ઞા માગી. ત્યારે રાજારાજ બોલ્યાઃ “આ દરબાર આપને છે. “અમારી સર્વેની ઈચ્છા છે કે, મહારાજ ! આપ અહિં રહે.” ત્યારે જગદેવ બોલ્યાઃ મને હઠ કરશે નહિ, એક વાર હું એકલે પરદેશ જઈશ, અને
મારું ભાગ્ય અજમાવી જઈશ.” માંહમાંહે ઘણી હઠ હઠ થઈ, છેવટે જગદેવને જવાની હા કહેવાની અગત્ય પડી. તે પછી રાત્રિ પડી ત્યારે તેણે પોતાને મનસુબ ચાવડીને કહી સંભળાવ્યો, અને તેની રજા માગી. તે બોલી: “આપની ચાકરી કરવાને આપની દાસી નિરંતર પાસે રહેશે.” જગદેવ બોલ્યોઃ “શું તું ડાહી થઈને આવું કહે છે? પરદેશમાં સ્ત્રી છે તે પગબંધન છે. ૧ અસલ કવિતા નીચે પ્રમાણે છે –
वायस वास उडावती जायो नाह झबका, आधी चूडी कर लगी, आधी गही तडकां. ९ सुख सजा सीतल मोहल, पियु सन्मुखे बताय, लाव हाम दहीवे कंठरी, आस करी वन आय. १०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com