________________
૧૪૬
રાસમાળા
સ્થામાં રાજસત્તા મેળવી લેવા સારૂ સામસામા પક્ષકારો વચ્ચે વાંધો ઉઠેલા જણાય છે. કર્ણના ભાઈ ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદે રાજાના મરણની વાત સાંભળી એટલે તે સરસ્વતીને કિનારે ચિતા પડકાવીને બળી મુવો. તેણે ત્રિભુનપાળ નામને એક પુત્ર પિતાની પછવાડે મૂક હતો તે, બાળ રાજકુમારની પાસે ને પાસે રહેતો હતો. અને પછવાડેથી, જ્યારે સિદ્ધરાજ, સમુદ્ર સુધી આખી પૃથ્વી જિતત જિતે ગયે ત્યારે ત્રિભુવનપાળ યુદ્ધમાં પિતાના રાજાની અગાડી રહેતો. પ્રથમ તે રાજ્યની લગામ કર્ણની માતા ઉદયમતીના ભાઈ મદનપાળના હાથમાં રહેતી, પણ આ રાજવંશી ત્રાસદાયક રીતે વર્તતે હતા, અને મુખ્ય તે, દરબારને પ્રખ્યાત અને મળતાવડો વૈદ લીલ કરીને હતો તેને દુઃખ દઈને તેની પાસેથી ઘણે પૈસો લઈ લીધે તેથી તેના સામી એક ટોળી બંધાઈ અને સાન્દ્ર પ્રધાને યુક્તિથી બાળ રાજકુમારને કબજામાં કરી લઈને પિતાને ઘેર રાખે. મદનપાળને તેના સિપાઈયોને હાથે મારી નંખાવ્યો.
આ વેળાએ, સર્વ રાજસત્તા, બાળરાજાની માતા મયણલ્લાદેવીની સ્વાધીનતામાં આવી. તેને સાન્ત. મુંજાલ અને બીજો એક ઉદો (ઉદયન) કરીને
કરી પિતાની આજ્ઞામાં રહેવા કબૂલાત લીધી. એ જય મેળવવા બદલ કણ સેલકી તરફથી હરપાળને ઘણું ગામે મળ્યાં. આજે એ હરપાળના વંશજ ઝાલા કહેવાય છે, અને તેના નામ પરથી ઝાલાવાડ નામે ઓળખાય છે. હસ્પાળના વંશજ ધ્રાંગધરા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, ચૂડા, સાયલા, લખતર, વગેરેના રાજકત્ત છે. અને હરપાળના ભાઈ વિજયપાળને વશ હાલ મહીકાંઠામાં ઇલોલ વગેરે ગામોમાં છે, તથા સાંતાજીના વંશજ કટોસણ વગેરેના મકવાણા તાલુકદારો છે. ૨ઉ.
૧ બાવીશ હજાર રૂપિયા દંડ લીધું હતું. ૨ સિદ્ધરાજ પ્રબંધમાં એમ છે કે, મદનપાળને કર્ણપુ (સિદ્ધરાજે) માય બીજી પ્રતમાં એ પાઠ છે કે, સાન્ત મંત્રિય મદનપાળને પિતાને ઘેર બેલાવી સેવકો પાસે મારી નંખાવ્યું. ૨. ઉ.
૩ ઉદે અથવા ઉદયન મારવાડને શ્રીમાળી વાણિયે હતે. તે એક સમયે ચોમાસામાં ધી વેચાતું લેવા રાતે જતો હતો. માર્ગમાં ચાલતાં કેટલાક માણસોને એક કયારામાંથી બીજા કયારામાં પાણી વાળતા દીઠા. તેમને જોઈને તેણે પૂછ્યું કે તમે કેણું છે? તેમણે કહ્યું કે અમે અમુક માણસના કામુક (દહાડિયા) માર છિયે. ઉદાએ કહ્યું કે મારા કયાં છે? તેઓએ સહજ ઉત્તર આપ્યું કે કર્ણાવતીમાં. આ કથન ઉપરથી તેને એવા શકુન સમજાયા કે હું કર્ણાવતીમાં જઈશ તે સેવકાદિની સમૃદ્ધિ પામીશ. પછી તે કટુંબ સહિત કર્ણાવતી ગયો. ત્યાં વાયડા જ્ઞાતિયે બંધાવેલા વાયડ ગચ્છના શ્રી અજિતનાથના પ્રાસાદમાં દર્શન કરીને બેઠા હતા, એટલામાં શ્રાવક ધર્મ પાળનારી એક લાછિ નામની છીપણે સાધર્મિક જાણું નમન કરી પૂછયું કે, તમે કોને ત્યાં અતિથિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com