________________
રાજા કર્ણ સેલંકી
૧૫૩ પૂછીને કહ્યું કે, જે એક માણસનો ભોગ અપાય તો શાપ મટી જાય. આ વેળાએ ઢેઢ કાને નગરની બહાર વસવા દેતા. તેઓ ઓળખાય એટલા માટે માથે કાચું સૂતર બાંધતા અને હરિનાં શીંગડાં કેડે લટકાવતા. તેથી લકોને તેમને ઓળખી આઘા ખસી જવાનું ફાવતું હતું. રાજાની આજ્ઞા થઈ તે ઉપરથી માયો કરીને એક ઢેડ હતું તેનું માથું તલાવ વચ્ચે કાપી નાંખ વાનો ઠરાવ થયો કે જેથી પાણી ટકી રહે. મા વિષ્ણુની સ્તુતિ ગાતો મરી ગયો. ત્યારથી તલાવમાં પાણી રહેવા લાગ્યું. માયાએ મરતી વેળાએ રાજા પાસે માગી લીધું હતું કે, મારા બલિદાનના બદલામાં, ઢેડ ઉપર હવેથી શહર બહાર વસવાને અને જૂદો પોષાક પહેરવાને બળાત્કાર કરશો નહિ. રાજાએ આ વાત માન્ય કરી, તે દિવસથી માયાની ખાતર ઉપર લખેલી છૂટી આપી.
આ થઈ રહ્યા પછી, જયસિંહે ત્વરાથી ઉજજણ જવાની તૈયારી કરવા સારૂ ગામે ગામથી પિતાની સેના એકઠી કરી. અને કૂચ કરતે કરતે, રસ્તે જેનાં શહર આવે તે રાજાઓને જિતને તેમને પોતાની સાથે લેતે લેતે, અને પિતાની સેનાને વધારે સપાટ રસ્તે મળે એટલા સારૂ ઉંચી જગ્યાઓને સપાટ બંધ કરાવતે આગળ ચાલ્યા. કેટલાક ભીલના આગેવાને પણ અત્યંત ચંચળાઈ બતાવતા રાજાની સાથે ચાલ્યા, તે જેમ રામની આસપાસ હતુંમાનની સેના ચાલતી દેખાતી હતી તેવા દેખાવા લાગ્યા. છેવટે ગૂજરાતના રાજાએ ક્ષિપ્રા નદીને કાંઠે પડાવ કર્યો, તંબુ ઠેકાયા, ઘેડા હારબંધ બંધાયા અને બીજું બાકીનું જે જ્યાં ઘટે તે ત્યાં ગોઠવાયું. પછી જયસિંહના તંબુમાં ગમત ચાલી-નૃત્ય કરનારિયાના નાચ તેના આગળ થવા માંડ્યા.
કહે છે કે, સિદ્ધરાજે માળવામાં બાર વર્ષ સુધી લડાઈ ચલાવી, તેથી તેને ઘણી કીર્તિ મળી, પણ રાજધાની ધારાનગર લેવાના ઘણું હુમલા
૧ સિદ્ધરાજે માળવા સાથે લડાઈ ચલાવી તે જુનાગઢના રાહ ખેંગાર ઉપર જિત મેળવ્યા પછી કરેલી જણાય છે. કેમકે સૌરાષ્ટ્રની જિત કરવાથી તેની યાદગીરીમાં પિતાને (જયસિંહને) નામે સિંહ સંવત્સર (સંવત) ચલાવ્યું. તેની શરૂઆત સંવત ૧૧૬૯-૭૦ એટલે ઇસ્વી સન ૧૧૧૩-૧૪ માં થયેલી છે અને માળવા સાથની લડાઈ ત્યાંના રાજા યશોવર્મા સાથે વર્ણવી છે. પણ ખરું જોતાં તે લડાઈ તેના પિતા પરમાર નરવર્મા જે સંવત ૧૧૬૦ થી ૧૧૮૯ સુધી (એટલે ઇસ્વી સન ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી) હસે તેના સમયમાં શરૂ થઈ અને, તે પછી, તેની ગારિયે આવનાર તેના કુંવર યશોવર્મા સાથે ચાલુ રહી તેમાં તેને કેદ કરી અણહિલપુર લાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com