________________
રાજા કહ્યું સાલકી
૧૬૩
ગરેશને દેરૂં પૂરું બાંધવાના કામમાં લગાડ્યા. પછી જોશિયાને પૂછવા ઉપરથી તેને ચેતાવવામાં આવ્યા કે દેવપટ્ટણના દેવાલયને જેમ પારકા દેશના ચેાદ્દાના આવવાથી નુકસાન હેાંચ્યું હતું, તેમ આ નવા દેરાને કદાપિ થાય. આ ઉપરથી સિદ્ધરાજે અશ્વપતિયાની અને બીજા રાજાઓની મૂર્તિયા કરાવીને દેરામાં મૂકાવી, તથા તેમની પાસે પેાતાની પણ એક મૂત્તિ પ્રાર્થના કરતા હેાય એવી ઢબમાં મૂકાવીને તે ઉપર લેખ લખાવ્યા તેમાં એવી વિનંતિ કરી કે, “કદાપિ જો દેશને નાશ કરવામાં આવે તે પણ આ દેવાલયને નાશ કરવા નહિ.” પછી મહાદેવની જયવંત ધ્વજા રૂદ્રમાળાના શિખર ઉપર ચડાવી, ને આગળ જૈનનાં દેરાંને ધ્વજા ચડાવવાની છૂટી અપાતી નહિ તે રાજાએ કૃપાદૃષ્ટિ રાખીને ચડાવવાની આજ્ઞા આપી. શ્રીસ્થળ શહરે પેાતાના રાજવંશી જીર્ણોદ્ધારનું નામસ્મરણ રહેવાને આ વેળાથી પેાતાનું સિદ્ધપુર નામ ધારણ કહ્યું. જૈન લેાકેા આ વાતમાં એટલા વધારા કરે છે કે, આ જગ્યાએ રાજાએ મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું તે ત્યાં મેળેા ભણ્યો.
પછી તરત જ સિદ્ધરાજ માળવે ી ગયા અને ત્યાં ચામાસું ગાળ્યું. ત્યાં એને મનગમતા સમાચાર મળ્યા કે, સહસ્રલિંગ તલાવ પૂરૂં બંધાઈ રહ્યું
उर्बरभूमिभारहृतये भूरिश्रवाः पुत्रतां ।
यस्यारस्वमथा विधाय महितः पूर्णश्चतुर्धा विभुः ॥ १ ॥
પૃથ્વી ઉપરના અર્બરાના (રાક્ષસેના) ઘણા ભાર ઉતારવા સારૂ પૂજનીય એશ્વર્યથી પરિપૂર્ણ અને યશસ્વી પરમાત્માએ પેાતાનું સ્વરૂપ રામ, લક્ષ્મણુ, ભરત, શત્રુઘ્ર એવા ચાર પ્રકારે વહેંચી જેનું પુત્રપણું ગ્રહણ કર્યું તેવા યાદ્દો, રાજાએ રૂપ પ્રતિદ્વંદ્વયાનું મથન કરે તેવાં પરાક્રમવાળા, સૂર્યકુળમાં પ્રખ્યાત ધ્વજરૂપ બળવાન દરારથ રાજા હતેા. ૨. ઉ. ૧ સિદ્ધરાજે માળવા સર કચ્યા પછી મહેાખક(બુદેલખંડમાંના હાલના મહેામ)ના ચંદેલ રાન્ત મદનવર્મદેવને જિત્યા. એ માનવમાં સંવત્ ૧૧૮૬ થી ૧૨૨૦ સુધી (ઇ. સ. ૧૧૩૦ થી ૧૧૬૪ સુધી) હતા. ચંદેલ કુળના સૌથી પ્રખ્યાત રાામાંને એ એક હતા.
બ્કીર્ત્તિકામુદી”માં કહ્યું છે કે-સિદ્ધરાજ ધારાનગર(માળવા)થી લંજર ગયા. મહેાખકના રાજાએ સિદ્ધરાજને પેાતાના પરાણા તરીકે માન આપ્યું ને પરાણાચાકરીની રીતે દંડ તથા ખંડણી આપ્યાં.
“કુમારપાળ રિત”માં કહ્યું છે કે-સિકાન ધારાનગરથી પાછા વળતેા હતેા ત્યારે પાટણ પાસે તેની છાવણીમાં એક ભાટ કચેરીમાં આવ્યા. તેણે કહ્યું કે આપની કચેરી સદનવર્માની કચેરી જેવી આશ્ચર્ય પમાડનાર છે. એ માનવમાં મહેાખક શહરના રાજા છે. તે ઘણા હુશિયાર, ડાહ્યો, ઉદાર, અને આનંદી છે.” આ વાતની ખાત્રી કરવા, સિદ્ધરાજે પેાતાના દૂત ત્યાં માલ્યા. છ મહિને દૂતે આવી રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com