________________
જગદેવ પરમારની વાત
૧૭૧
“વાત આપ સારી પેઠે જાણેા છે. એક જ ગામની ઉપજમાં, ચાકરેનું “ખર્ચ છતાં મારાં લૂગડાં શી રીતે નીકળે?” આવું સાંભળી રાજાએ પેાતાનું કવચ, માતીના કંઠો, કંદોરા, ઉતરી, હુમેલ, હેાંચિયા, શિરપેચ, જડાવની કલગી, વળી પેાતાની ઢાલ, જમૈયા અને તરવાર, તથા રત્નજડિત મૂહની કટાર એ સર્વે જે પેાતાને પોષાકમાં મળ્યું હતું તે આપ્યું. તે જગદેવે નમન કરીને લીધું; પણ હાથ જોડીને વિનતિ કરી;–“પિતાજી! આપે કૃપા કરીને “મને જે આપ્યું તે મેં લીધું તેા ખરૂં, પણ વાધેલી માળનું મારા ઉપર હેત “ધણું છે, તેથી આપ તેમને મહેલ પધારશેા એટલે બધું પાછું લેવરાવાને ઘાટ ઘડશે. મને એક વાર જે આપ્યું તે, આપની આજ્ઞા થશે તેય પણ હવે હું પાછું આપનાર નથી.” રાજા ખેલ્યુંાઃ વાધેલી છે એમ વ્હેતી; “પણ, કુંવર ! રણધવલના કરતાં તું મને બહુ ગમે છે અને હું જે તને “આપું છું તે મારૂં પેાતાનું છે. મારી અશ્વારીને ખાસ ધાડા છે તે હું “તને આપું છું, તે લે, અને સાંજે દરખારમાં આવજે.” આ પ્રમાણે કહીને તેને રજા આપી. જગદેવે ઘેાડા પેાતાની સાથે દારાવી લીધેા, તે સેાલિકણીની પાસે જઈને તેને પગે લાગ્યા; તેના દેખાવમાં નિત્યના કરતાં જૂદી રીતનું સુંદરપણું જોઈને તે ખેલીઃ કુંવર! એ વાધેલીના ભેગા રહે છે તે “તને એમના વિશ્વાસ છે?''
પછી ખાન નાઝર હતા તે વાધેલી પાસે જઈ ને હેવા લાગ્યાઃ “આજે “રાજાજિયે પેાતાની પાસે જે હતું તે સર્વે જગદેવને આપી દીધું, અશ્વારીને “પાટવી ઘેાડા હતા તે પણ આપ્યા.” આ સાંભળીને, તેના હૈયામાં આગ લાગી, તેણે હેવરાવ્યું કે, મહારાજ ! ભેાજનશાળામાં પધારે, ભાજન તૈયાર છે. વાધેલિયે મ્હોં સરખું પણ ધાયું નથી; તે મહારાજાને સુખી જોઈ ને પછી આનંદની ઘડી ગણશે અને દાતણુ પણ ત્યારે કરશે. આ પ્રમાણે સાંભળીને રાજા તત્કાળ સવારમાં તેને મ્હેલ ગયેા. વાધેલી રાણિયે તેને નમન કર્યું; તે સિંહાસન માંડયું હતું ત્યાં રાજા આવીને ખેડે, એટલે, વાધેલી ખેલી: “આપની સુરત ઉપર હું વારી જાઉં. તાજા થયાથી ધરેણાના મેહ છેડી દીધા હશે; પણ પૃથ્વીપતિ ઘરેણા વિના શૈાભે નહિ.” રાજા એણ્યેઃ “મેં ઘરેણું તે બધું વ્હેચું હતું; પણ જગદેવ કુંવરને અડવેા દીઠા, તેથી “સર્વે ધરેણું મેં એને આપી દીધું.” આ સાંભળીને રાણી ખેલી: “એ કાળિયામાં તે એવું શું કામણુ ભર્યું છે! એને ઘરેણાના બમણા ભાગ મળ્યા; “તે ઉપરાંત વળી, ભંડારમાંથી મેં નવાં માકલ્યાં હતાં. ત્યાર પછી, તેણે તે “ટોડી ચાવડીને આપી દીધાં, પણ મહારાજ ! આ તમે વિના વિચારે કર્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com