________________
જગદેવ પરમારની વાત
તેણે જેશીને તેડાવ્યો અને લગ્નને દિવસ ઠરાવીને કંકોતરી ધાર મોકલી. બીજે કાગળ તેણે પ્રધાન ઉપર મોકલ્યો તેમાં લખ્યું કે, “જગદેવ કુંવરને “તમારી સાથે લેતા આવજે, જે નહિ લઈ આવો તે કામ થવાનું નથી.” કામદાર કાગળ લઈને ધાર આવ્ય; કાગળ પ્રધાનને આપે, તેણે તે વાં, ને રાણીને આપ્યો. વાઘેલી બોલીઃ “કાળિયાને સાથે લઈ જાઓ.” જાનની તૈયારી થઈને જગદેવને કહેવરાવ્યું–“કુંવર! જાનમાં જવાને તૈયાર થશે.” જગદેવે કહ્યું: “યોગ્ય લૂગડાંલત્તાં અને ઘરેણાં વિના હું શી રીતે તૈયાર થાઉં ? વળી પાળાની પેઠે મારાથી કાંઈ અવાય નહિ.” પ્રધાનેએ જઈને વાઘેલીને કહ્યું. એટલે તેણિયે ભંડારમાંથી સારાં લૂગડાં, કડાં, મોતીની માળા અને સોનાની ઉતરી તથા જઈ એટલું કહ્યું. તે સાથે વળી કહાવ્યું કે, “પાયગામાંથી “સારો ઘોડે લેજે, ચાકર પાર વિનાના છે તેમાંથી થોડા સાથે આવશે.” પછીથી સુમારે વીસ હજાર માણસની જાન નીકળી. રસ્તે જતાં ટુકડા આગળ મેલાણ કરવું. ત્યાં રાજા રાજજી કરીને રાજ્ય કરતા હતા, તે ઢાંક ચાવડા કુળનો હતો. તેને કુંવર બીરજ રાજ્ય ચલાવતા હતા, ને રાજારાજ આંધળો હતો તે પણ બુદ્ધિની આંખવડે તે દેખતો હતો. તે રાજાને એક કુંવરી હતી, તેનું નામ વીરમતી હતું ને તે કુંવારી હતી ને વરવાને યોગ્ય થઈ હતી. તેને પિતા તેને માટે સગાઈ કરવાનું શોધતા હતા, પણ યેગ્ય વર જડત નહતે. અહિં જાન આવી પહોંચી. રાજારાજે કહ્યું: “આ “જાનમાં જગદેવ છે તે સારો રજપૂત છે ને રાજ્ય કરવા યોગ્ય છે. તેની
સાથે કુંવરીને મંગળફેરા ફેર.” કુંવર બીરજે પણ તેનું આવું કહેવું માન્ય કરવું. તે જાનને આદરસત્કાર કરવાને તેમની છાવણીમાં ગયો. ત્યાં પહોંચ્યો, એટલે તે બોલ્યોઃ મારી પરણાગત માન્ય કર્યા પછી, સવારમાં વાધજે.” આગ્રહપૂર્વક તેણે પિતાનું કહેવું માન્ય કરાવ્યું, પછીથી કેટમાં પાછા આવીને તેણે જોશીને પૂછયું ને નક્કી કરવું કે આવતી કાલે સાંજની વેળાએ, ગૌધુલિક ટાણે સારું મુહર્ત છે. પછી તેણે ઘટતી તૈયારી કરી દીધી; બીજે દિવસે કુંવરી વીરમતીને પીઠી ચોળી ગણેશ બેસાડ્યા. સાંજે ત્રીજે પોતેરે સર્વે જમવાને આવ્યા, તેઓ સર્વે જમી રહ્યા, ને મુહર્તની વેળા થઈ એટલામાં તેઓ હાથ ધોઈને ઉડ્યા. પછી કુંવર બીરજે ગોરને અને પ્રધાનને કહ્યું: “હું મારી બહેન કુંવર જગદેવને દેઊં છું.” એમ કહીને, તેણે નાળિયેર આપ્યું, અને ચાર ઘેડા આપીને કહ્યું કે, “તોરણ બાંધેલા બારણામાં
૧ સોના કે રૂપાની અને જેમાં નંગ જડેલાં હોય છે એવી હમેલ થાય છે તે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com