________________
૧૬૮
રાસમાળા
ધારાનગર નાળિયેર લઈને પિતાના કુળગોરને તથા પ્રધાનને મોકલ્યા. તેમની સાથે એક હાથી ને નવ ઘેડા હતા, ને જગદેવને નાળિયેર દેવાનું હતું તે સને રૂપે મઢેલું હતું. તેઓ ધારા નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેમને સત્કાર કર્યો, રહેવાને ઉતારે આ ને ઘાસચંદી આદિ જોઈતો સામાન પહોચતે કરો. પછી કુળગેર, ખવાસ અને પ્રધાન એઓએ એકઠા મળી કહ્યું. “નાળિયેર વધાવો.” ગૌડને ગેર બોલ્યોઃ “અમારા રાજાએ તે જગદેવને નાળિયેર આપવાનું કહ્યું છે માટે એમને આસને “બેસારે; હું એમને કપાળે તિલક કરીશ; અને નાળિયેર આપીશ.” આ પ્રમાણે વાતચિત થયા પછી છૂટા પડ્યા. વાઘેલીની બહુ ભીતી લાગી; તેઓએ જઈને કહ્યું કે, “નાળિયેર તે જગદેવનું છે.” આવું સાંભળીને વાઘેલી કોપાયમાન થઈને બેલીઃ “અરે, દૈવ! તું અમારામાંના કાળા કાઢિયાને નાળિયેર અપાવે છે? નાળિયેર તે મારા કુંવરને ઘટે છે. જાઓ જઈને આ વાત એ કેને સમજાવો અને રણધવલને નાળિયેર અપાવે, હું તેમને ગુણું વીસરીશ નહિ.” મતવી ગૌડના કુળગેરનું નામ હતું તેની પાસે આણીમગને ગેર ગયે, અને તેને નાણુની રકમ અર્પણ કરીને કહ્યું કે, “જગદેવ તે દુહાગણને દીકરે છે; એને પેટ ભરીને પૂરું ખાવા મળતું નથી; અને રણધવલ ગાદીને વારસ છે; એમનાં માવજી પટરાણી છે; માટે એમને નાળિયેર આપ.” પછી તેમણે પાટવી કુંવર રણધવલને નાળિયેર આપ્યું; તેને રાજતિલક કર્યું, નેબત વાગી અને છત્રીસે વારિત્ર વાગવા લાગ્યાં. પછી આવેલા ગોરે કહ્યું: “એક વાર મને જગદેવ દેખાડો.” આ વાત વાધેલીને કાન નાંખ્યા પછી, જગદેવને બેલાવી આ. મતવી ગોરે તેને જોય; અને ડોકું હલાવીને કહ્યું: “જગદેવ કે રૂપવાન છે ! તે કે કલાવાનું અને તેજસ્વી દેખાય છે ? તે પણ તે બોલ્યો: “લખ્યા લેખ પ્રમાણે થાય છે.” પછી તેણે જવાની આજ્ઞા લીધી; તેને શેલા પાઘડીને શિરપાવ કરીને રજા આપી. તે પોતાને દેશ આવી પહોંચ્યો, અને રાજા ગંભિરને નીચે પ્રમાણે વાત કહી:–“અમે રણધવલને નાળિયેર આપ્યું. ગાદીને વારસ રણધવલ “છે; પણ કાતિમાન તે જગદેવ છે. તેને પોષાક સોહામણું નથી, પણ “સૂર્યના કિરણ જેવો તે દેદીપ્યમાન છે. પરંતુ લખ્યા લેખના સામું કેઈનું “જેર નથી.” રાજા બોલ્યોઃ “તમે મોટી ભૂલ કરી; પણ હવે આપ્યું તે ના આપ્યું થાય નહિ, વળી મારે બીજી કન્યા નથી.” એ પ્રમાણે કહીને,
૧ મતલબ કે તેમને લાંચ આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com